મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
શહેર માંથી ઇગ્લીશ દારૂ ની બોટલ નંગ -120 સાથે બે ઇસમને પકડી પાડતી એલ.સી.બી.
News Jamnagar May 27, 2021
જામનગર
જામનગર શહેર માંથી ઇગ્લીશ દારૂ ની બોટલ નંગ -૧૨૦ સાથે બે ઇસમને પકડી પાડતી જામનગર એલ.સી.બી. પોલીસ જામનગર જીલ્લાના પોલીસ વડા દીપન ભદ્રન નાઓની સુચના તથા એલ.સી.બી. ના પો.ઇન્સ. કે.જી.ચૌધરીના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. અધિકારી તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પ્રોહી જુગારના કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા.
તે દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના ભગીરથસિંહ સરવૈયા તથા હરદીપભાઇ ધાધલને મળેલ ખાનગી હકિકત આધારે જામનગર શહેરમાં અંધાશ્રમ ફાટક પાસે આવેલ આવાસ કોલોનીમાંથી આરોપી ( ૧ ) પ્રવિણ ઉર્ફે પવી લક્ષ્મીદાસ ગજરા રહે.અંધાશ્રમ આવાસ કોલોની બ્લોક નં .૪૧ રૂમ નં .૦૬ જામનગર ( ર ) અંકિત મુકેશભાઇ બારોટ રહે.અંધાશ્રમ આવાસ બ્લોક .૭૨ રૂમ નં .૧૦ જામનગર વાળાઓના કબજાની જાયલો કારમાંથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ -૧૨૦ કિ.રૂ .૪૮,૦૦૦ / – તથા જાયલો કાર , મોબાઇલ મળી કુલ રૂ . ૨,૫૩,૦૦૦ / – સાથે પકડી પાડી દારૂ સપ્લાય કરનાર બલભદ્રસિંહ ઉર્ફે બાલુભા જાડેજા રહે.કચ્છ – ભુજ વાળા ને ફરારી જાહેર કરેલ મજકુર આરોપીઓ વિરૂધ્ધ પો.કોન્સ . યોગરાજસિંહ રાણાની ફરીયાદ આધારે કાયદેસરની કાર્યવાહી કરેલ છે .
આ કાર્યવાહી પો.ઇન્સ. કે.જી.ચૌધરીની સુચના થી પો.સ.ઇ. શ્રી બી.એમ.દેવમુરારી , કે.કે.ગોહીલ , આર.બી.ગોજીયા તથા એલ.સી.બી. સ્ટાફના માંડણભાઇ વસરા , સંજયસિંહ વાળા , હરપાલસિંહ સોઢા ભરતભાઇ પટેલ , નાનજીભાઇ પટેલ , શરદભાઇ પરમાર , અશ્વિનભાઇ ગંધા , દિલીપભાઇ તલવાડીયા , ફીરોજભાઇ દલ , હીરેનભાઇ વરણવા , ભગીરથસિંહ સરવૈયા , હરદિપભાઇ ધાધલ , પ્રતાપભાઇ ખાચર , વનરાજભાઇ મકવાણા , રઘુભા પરમાર , ધાનાભાઇ મોરી , યશપાલસિંહ જાડેજા , નિર્મળસિંહ જાડેજા , અજયસિંહ ઝાલા , યોગરાજસિંહ રાણા , બળવંતસિંહ પરમાર લખમણભાઇ ભાટીયા , સુરેશભાઇ માલકીયા , એ.બી.જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.
Tags :
You may also like
ખેતી અને પ્રકૃતિ આદિકાળથી અવિભાજ્ય અંગ છે
પ્રાકૃતિક ખેતી એટલે ખેડૂતોની ઉન્નતી ધરતીપૂત્રો માટે વાવણીથી વેચાણ સુધીનું વ્યવસ્થિત વ્યવસ્થાતંત્ર તૈયાર કરતી ગુજરાત સરકાર ૦ :: ૦૦૦ :: ...
October 23, 2024