મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
પેટ્રોલ ડીઝલ ની કિંમત માં ઉછાળો .મુંબઈ માં પેટ્રોલ 100 રૂ ને પાર .
News Jamnagar May 27, 2021
જામનગર
જામનગર પેટ્રોલમાં 23 પૈસા અને ડીઝલમાં 32 પૈસાનો ભાવ વધારો જોવા મળ્યો કોરોનાના કપરા કાળમાં મધ્મવર્ગને વધુ એક મોંઘવારીનો માર.પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરીએકવાર વધારો થયો છે. આજે પેટ્રોલના ભાવમાં 23 પૈસા અને ડીઝલના ભાવમાં 30 પૈસાનો વધારો થયો છે. રાજકોટ, અમદાવાદ અને વડોદરા જેવા શહેરોમાં પેટ્રોલનો ભાવ 90 રૂપિયા 70 પૈસાએ પહોંચ્યો છે. તો ડીઝલનો ભાવ 91 રૂપિયા 10 પૈસા પર પહોંચ્યો છે.
મે મહિનામાં બાર વખત કરાયેલા ભાવ વધારાને લીધે એક લીટર પેટ્રોલના ભાવમાં બે રૂપિયાને 81 પૈસાનો, જ્યારે ડિઝલમાં ત્રણ રૂપિયાને 34 પૈસાનો વધારો થયો છે. રાજ્યોમાં પેટ્રોલ ડિઝલ પરના વેટના દર અલગ હોવાથી દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ અલગ અલગ છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક શહેરોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયો છે. મુંબઈનો પેટ્રોલનો ભાવ 100 રૂપિયા ચાર પૈસા છે.
મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના કેટલાક અન્ય શહેરમાં 100 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ પહોંચી ગેયું છે. પ્રીમિયમ પેટ્રોલની કિંમત વિતેલા મહિને જ 100 રૂપિયા પ્રતિ લિટરને પાર કરી ગઈ હતી.
વૈશ્વિક સ્તર પર ક્રૂડ ઓઈલની કિંમત ફરીથી વધીને 69 ડોલર પ્રતિ બેરલે પહોંચી ગઈ છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ હજુ પણ કિંમત વધારી શકે છે. અમેરિકામાં પ્રતિબંધો ઘટાડવામાં વિલંબ થવાને કારણે અને ઓઈલ માર્કેટમાં ઇરાનની ફરી એન્ટ્રી બાદ વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલની કિંમત સ્થિર રહેવાની ધારણા છે.
Tags :
You may also like
બેંક કર્મચારીઓ લડી લેવાના મુડમાં
જામનગરમાં આજરોજ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન ના નેજા હેઠળ યુકો બેંક, સજુબા સ્કૂલ સામે બેંક કામદારો ના દેખાવો નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ મ...
February 14, 2025