મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સુરજકરાડી માં સામાન્ય માથાકૂટમાં રિક્ષા ચાલક નું ખૂન કરનાર આરોપીઓને પોલીસએ ગણતરી ની કલાકોમાં ઝડપી લીધા.
News Jamnagar May 28, 2021
દેવભૂમિ દ્વારકા
દ્વારકા તાલુકા ના સુરજકરાડી માં ઘર નજીક બેસવાની બાબતે નાં પાડતા સામાન્ય ઝગડો હત્યા સુધી પહોંચી ગયો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના આરભડા ગામે રહેતા લાલાભા માણેક નાં ઘર નજીક સ્થાનિક યુવાનો બેસવા આવતા હતા જે અંગે લાલાભા માણેક દ્વારા યુવાનોને બેસવાની નાં પાડી હતી તેથી યુવાનો અને લાલાભા માણેક વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. પરંતુ સ્થાનિક યુવાનો આ બોલાચાલી ને આગળ વધારી તા.26 મે નાં સાંજે લાલાભા માણેકને સુરજકરાડીનાં હરસિધ્ધી ચાની હોટલે ચા પીતો હોય ત્યારે પાછળથી ત્રણેય યુવાનોએ આવી તીક્ષ્ણ હથીયાર વડે લાલાભાને માથાના ભાગે તથા જમણા ગાલ પર અને કાન નીચે તથા શરીરે મારમારી ઇજા કરી ફરી ભાગી ગયા હતા , ગંભીર રીતે ઇજાગ્રસ્ત લાલાભાને સ્થાનિક લોકો દ્વારા મીઠાપુર હોસ્પિટલ ઉપર ખસેડવામાં આવે તે પહેલાં તેનું મૃત્યુ થયું હતું.
બનાવની જાણ થતા મીઠાપુર પોલીસ,જિલ્લા ડી. વાય.એસ.પી. હિતેન્દ્ર ચોધરી દોડી આવ્યા હતા,અને મૃતકના પરિવારને સાથે વાતચીત કરી તુરત ત્રણ જેટલા યુવાનોને પકડી પાડયા હતા. પોલીસે જાહેર કરેલા આરોપીઓ માં પપ્પુભા ઉર્ફે રાહુલ ઉર્ફે સુનિલ ઉર્ફે ભીમાભા અમરસંગભા જગતીયા , ભુપતભા આશાભા માણેક અને વિજય કારૂભા સુમાણીયા ત્રણે આરોપીઓ દ્વારકા તાલુકા ના રહેવાસીઓ છે.ત્રણે આરોપીઓ ને પોલીસ દ્વારા ઇ.પી.કો કલમ-૩૦૨,૧૧૪ તથા GP Act ૧૩૫(૧) મુજબનો ગુન્હો નોંધી સઘન પુછપરછ કરી હતી.
અહેવાલ. રજનીકાંત જોશી.
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024