મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડિવિઝને ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન ચલાવવાની ની અડધી સદી લગાવી.
News Jamnagar May 29, 2021
રાજકોટ
પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડિવિઝને ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન ચલાવવાની ની અડધી સદી લગાવી. 51 ઓક્સિજન એક્ક્ષપ્રેસ ટ્રેન ચલાવિને 8 રાજ્યો માં સપ્લાય કરી 5100 ટન પ્રાણવાયુ . હાપા થી 37 તથા કાનાલુસ થી 14 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો નું સંચાલન કરવામાં આવ્યું.
ભારતીય રેલવે દેશભર ના વિભિન્ન રાજ્યોમા મીશન મોડ માં લીકવીડ મેડિકલ ઓક્સિજન (એલએમઓ) પહોંચાડી ને રાહત પહોંચાડવાનો ક્રમ જાળવી રાખેલ છે.આ જ ક્રમમાં પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડિવિઝને ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન ચલાવવા માટે ની અડધી સદી લગાવી છે. રાજકોટ ડિવિઝન દ્વારા 51 ઓક્સિજન એક્ક્ષપ્રેસ ટ્રેન ચલાવીને અત્યાર સુધી 8 રાજ્યો માં લગભગ 5100 ટન ઓક્સિજન ની સપ્લાય કરી છે જેમાં દિલ્હી,ઉત્તર પ્રદેશ, હરિયાણા ,રાજસ્થાન , આંધ્રપ્રદેશ, તેલંગના ,કર્ણાટક અને મહારાષ્ટ્ર નો સમાવેશ થાય છે. રાજકોટ મંડળ ના ડિવિજનલ રેલવે મેનેજર શ્રી પરમેશ્વર ફુંકવાલે માહિતી આપી હતી કે 25 એપ્રિલ 2021 ના રોજ રાજકોટ ડિવીઝન દ્વારા એક નવી ઉપલબ્ધી પ્રાપ્ત કરી જયારે ઓક્સિજન ટેન્કરો થી ભરેલા ટ્રકો ને બી ડબ્લ્યૂ ટી વેગનમાં નવીન પ્રયાસો થી રો-રો સર્વીસ દ્વારા ભરી ને ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન હાપા થી કાલમ્બોલી (મહારાષ્ટ્ર ) માટે રવાના થઇ હતી. ત્યાર બાદ થી આજ સુધી, રાજકોટ ડિવિજન દ્વારા કુલ 51 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો નું સંચાલન કરવામાં આવ્યું છે, જેમાં 269 ઓક્સિજન ટેન્કર દ્વારા વિવિધ રાજ્યોમાં લગભગ 5100 ટન લિકક્વિડ મેડિકલ ઓક્સિજનની સપ્લાય કરવામાં આવી છે.
આ 51 ટ્રેનોમાંથી 37 ટ્રેનો હાપાથી અને 14 રિલાયન્સ રેલ ટર્મિનલ, કાનાલુસથી ચલાવવામાં આવી છે. રાજકોટ ડિવિઝન દ્વારા 28 મે 2021 ના રોજ 3 વધુ ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો ચલાવવામાં આવી છે.
પ્રથમ ટ્રેન કાનાલુસથી આંધ્રપ્રદેશ માટે ચલાવવામાં આવી હતી, જેમાં 72.07 ટન ઓક્સિજન 4 ટેન્કર દ્વારા મોકલવામાં આવ્યું હતું. બીજી ટ્રેન કાનાલુસથી કર્ણાટક મોકલવામાં આવી હતી, જેમાં 109.84 ટન ઓક્સિજન 6 ટેન્કર દ્વારા મોકલાયા હતા. ત્રીજી ટ્રેન હાપાથી દિલ્હી કેન્ટ માટે ચલાવવામાં આવી હતી જેમાં 7 ટેન્કર દ્વારા 141.90 ટન ઓક્સિજન મોકલવામાં આવ્યો હતો. નોંધનીય છે કે ઓક્સિજનની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, આ ટ્રેનોને ગ્રીન કોરિડોર અંતર્ગત ગંતવ્ય સુધી ઝડપથી પહોંચવા માટે અવિરત માર્ગ પ્રદાન કરવામાં આવ્યા છે.
આ ઓક્સિજનએક્સપ્રેસ ટ્રેનો દ્વારા, દેશભરમાં ઓક્સિજનની તીવ્ર જરૂરિયાતવાળા કોવિડ -19 દર્દીઓ માટે તબીબી ઓક્સિજન ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું, જેનાથી ઘણા નાગરિકોના કિંમતી જીવન બચાવી શકાયા હતા. પ્રતિકૂળ સંજોગો છતાં રેલ્વે કર્મચારિયો અને અધિકારીઓ કે જેઓ રાત-દિવસ ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન ચલાવવામાં કામ કરી રહ્યા છે, તેમનો ડીઆરએમ ફુંકવાલે આભાર માન્યો અને આ પવિત્ર કાર્યને સંપૂર્ણ નિષ્ઠા સાથે ચાલુ રાખવા વિનંતી કરી.
ફાઈલ તસ્વીર
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024