મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
મિત્રએ કરી હત્યા બાદમાં લાશ ને પૂંઠાના બોક્સમાં ભરી સગેવગે કરવા નીકળેલ બોક્સ રસ્તા માં પડી જતા બોક્સ મુકી નાશી ગયેલ .આરોપીને ગણતરી ની કલાકોમાં ઝડપી લેતી ક્રાઇમ બ્રાન્ચ
News Jamnagar May 29, 2021
રાજકોટ
પુઠાના બોક્ષમાં પેક કરેલ અજાણ્યા ઇસમની લાશ જેને મોઢા તથા માથાના ભાગે બોથડ હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવેલ જે બનાવનો ગણતરી ની કલાકોમાં ભેદ ઉકેલતી રાજકોટ શહેર પોલીસ ગઇ કાલ તા .૨૮ / ૦૫ / ૨૦૨૧ ના રોજ રાત્રીના નવેક વાગ્યા બાદ એક જાગૃત રાહદારીએ જાહેરાત કરેલ કે રિધ્ધી સિધ્ધીના નાલાથી સાંઇબાબા સર્કલ તરફ જતા રોડ પર આવેલ ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં કાચા રસ્તા પર એક અજાણ્યા પુરૂષની લાશ પુઠાના બોક્ષમાં પેક કરેલ હાલતમાં પડેલ છે.
તેવી જાણ થતા સદરહુ બનાવ જે આજીડેમ પો.સ્ટે . વિસ્તારનો હોય પ્રથમ સ્થાનીક આજીડેમ પો.સ્ટે . ના પોલીસ બનાવની જગ્યાએ પહોંચેલ તેમજ નાયબ પોલીસ કમિશ્નર પ્રવીણકુમાર મીણા સાહેબ ઝોન -૧ , મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઇમ ડી.વી.બસીયા સાહેબ , મદદનીશ પોલીસ કમિશ્નર એચ એલ.રાઠોડ સાહેબ પુર્વ વિભાગ , ક્રાઇમ બ્રાન્ચ પો . ઇન્સ . વી . કે . ગઢવી તથા રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સ્થાનીક જગ્યાની વિઝીટ કરવામાં આવેલ અને જે મરણજનાર ઇસમની લાશ જોતા તેને માથાના ભાગે તથા મોઢાના ભાગે બોથડ હથિયારના ઘા મારી તેની હત્યા કરવામા આવેલ હોવાનું પ્રથમ દ્રષ્ટીએજ જણાય આવતુ હોય જે મરણજનાર ઇસમ અજાણ્યો પુરૂષ હોય જેના હાથમા ટેટુ દોરવામાં આવેલ હતુ . સદરહુ બનાવની ગંભિરતા જોતા રાજકોટ શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ સાહેબ , સયુંકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ સાહેબ , નાયબ પોલીસ કમિશ્નર પ્રવીણકુમાર મીણા સાહેબ , મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઇમ ડી.વી.બસીયા સાહેબ , મદદનીશ પોલીસ કમિશ્નર એચ એલ.રાઠોડ સાહેબ પુર્વ વિભાગ નાઓ દ્વારા સદરહુ બનાવમાં મરણજનાર જે અજાણ્યો પુરૂષ હોય જેની શરીર સ્થીતી તથા તેના હાથમાં રહેલ ટેટુ આધારે તપાસ કરી તેની ઓળખ કરવા તેમજ આરોપીઓ બાબતે તપાસ કરી ગુન્હો ડીટેકટ કરવા સુચના કરવામાં આવેલ .
રાજકોટ શહેર આજીડેમ પો.સ્ટે . તથા ક્રાઇમ બ્રાન્ચ નાં પોલીસની અલગ અલગ ટીમો સદરહુ બનાવમાં મરણજનાર ઇસમની ઓળખ માટે તજવીજ કરવામા આવેલ જે આરોપીના વર્ણન તથા ટેટુ આધારે તપાસ ચાલુમા હોય તેમજ લાશ જે પી.એમ. માટે સરકારી હોસ્પીટલ ખાતે મોકલી આપવામાં આવેલ હોય અને જે પોલીસ દ્વારા સ્થાનીક જગ્યાની આજુ બાજુ તપાસ ચાલુમાં હોય જે દરમ્યાન મરણજનાર ના ફોટા તથા તેના હાથમાં રહેલ ટેટુ આધારે ખાનગી રાહે તપાસ કરવામાં આવેલ જે તપાસ દરમ્યાન આજીડેમ પો.સ્ટે . ના પો સબ ઇન્સ . એમ.એમ.ઝાલા તથા તેમની ટીમને સદરહું મરણજનાર ઇસમ સંજયભાઇ રાજેશભાઇ સોલંકી રહે . ગોકુલ ધામ આર.એમ.સી. કવાટર્સ રાજકોટ વાળાની હોવાનું જણાય આવેલ જે દરમ્યાન સરકારી હોસ્પીટલ ખાતે મરણજનાર ના સગા સંબંધીઓ પણ આવી ગયેલ અને લાશ જે સંજયભાઇ રાજેશભાઇ સોલંકીની હોવાનું તેઓએ પણ ઓળખી બતાવતા જે અંગે આજીડેમ પો.સ્ટે . દ્વારા ફરીયાદ લેવા તજવીજ કરવામાં આવેલ અને અજાણ્યા ઇસમો વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરવામાં આવેલ . મરણજનાર જે સંજયભાઇ રાજેશભાઇ સોલંકી હોય અને જેની મળી આવેલ લાશ જે એકાદ દિવસ અગાઉ તેની હત્યા થયેલ હોવાનું પ્રાથમીક રીતે જણાય આવતુ હોય જેથી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો ઉપરી અધિકારીશ્રીઓની સુચના મુજબ બનાવી મરણજનાર ઘરેથી કયારે નીકળેલ , કોને કોને મળેલ , તેને કોઇની સાથે કોઇ દુશમની , તેના મિત્રો વિગેરે બાબતોની તપાસ કરી બનેલ બનાવ તથા અજાણ્યા આરોપીઓ બાબતે તપાસ કરવામાં આવેલ જેમાં રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ૪૦ જેટલા અસામાજીક તત્વો તથા ગુન્હાહિત ઇતિહાસ ઘરાવતા ઇસમોને રાઉન્ડઅપ કરવામાં આવેલ જે તમામની ઉંડાણપુર્વક પુછપરછ કરવામાં આવેલ જે પુછપરછ દરમ્યાન તથા રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના પો . સબ ઇન્સ . પી . બી . જેબલીયાની ટીમના પો . હેડ કોન્સ . સુભાષભાઇ ઘોઘારી તથા પો . કોન્સ . દેવાભાઇ ધરજીયા નાઓને મળેલ ખાનગી માહિતી આધારે સદરહુ મરણજનાર સંજયભાઇ રાજેશભાઇ સોલંકીને બે દિવસ અગાઉ વિશાલ વીરેન્દ્રભાઇ બોરીસાગર રહે . ગીતાંજલી સોસાયટી , ગોકુલ ધામ પાછળ , રાજકોટ વાળા સાથે સામાન્ય બાબતમાં ઝઘડો થયેલ હોવાનું જણાય આવેલ . મળેલ માહિતી આધારે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તાત્કાલીક મરણજનાર સાથે ઝઘડો થયેલ તે ઇસમ વિશાલ વીરેન્દ્રભાઇ બોરીસાગર નાઓની તપાસ કરી રાઉન્ડઅપ કરવામાં આવેલ અને જેની ઉંડાણપુર્વકની પુછપરછ દરમ્યાન મજકુર વિશાલ બોરીસાગરએ પોતે મરણજનાર સંજયભાઇ રાજેશભાઇ સોલંકીના મિત્ર હોવાનું અને બે દિવસ અગાઉ સામાન્ય બાબતમાં બન્નેને ઝઘડો થયેલ અને બાદ સમાધાન થઇ ગયેલ પરંતુ વિશાલ બોરીસાગરને ફોર્ચ્યુનર હોટલ સામે તીરૂપતી ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં સબમર્શીબલ પંપના બાઉલ એમ્પીલર બનાવવાનું કારખાનુ હોય જેમાં તે વર્કીગ પાર્ટનર હોય જયા તા .૨૭ / ૦૫ / ૨૦૨૧ ના રોજ સંજયભાઇ સોલંકી આવેલ અને વિશાલ બોરીસાગરને બેફામ ગાળો દેવા લાગેલ જેથી બોલાચાલી થયેલ જેથી વિશાલ બોરીસાગરએ સંજયભાઇને કારખાનામાં જ પ્રથમ સંજયભાઇના ગળે છરી રાખેલ બાદ દસ્તો માથાના ભાગે તથા મોઢાના ભાગે મારેલ બાદ લોખંડની પ્લેટ પડેલ હોય જે માથામા મારેલ અને હથોડીથી માથામાં ઘા મારેલ હતા જેથી સંજયભાઇ લોહીલુહાણ થઇ ગયેલ જે સમયે કારખાનામાં અમીતભાઇ લક્ષ્મણભાઇ કોઠીયા , મુકેશ બાબુભાઇ રોલા , હર્ષરાજ ઉર્ફે હશુ જયેશભાઇ વાઘેલા નાઓ ત્યા કારખાનામાં હાજર હતા અને ઝઘડો થતા આ લોકો જતા રહેલ હતા . બાદ તા .૨૭ / ૦૫ / ૨૦૨૧ ના રોજ રાત્રીના નવેક વાગ્યે વિશાલ બોરીસાગર તેના મિત્ર વીવેક વીઠ્ઠલભાઇ વડારીયા ને સાથે લઇ કારખાને આવેલ જયા સંજયભાઇ સોલંકી લાશ પડેલ હતી તે લાશ એક કોથળામાં બન્નેએ ભરેલ અને ત્યા કારખાનામાં લોહી પડેલ હોય જે પાણીથી સાફ કરેલ અને વિશાલ જેઓએ તેના મિત્ર અમીતભાઇ લક્ષ્મણભાઇ કોઠીયા પાસે લાશ બોક્ષમાં ભરવા માટે મોટુ બોક્ષ મંગાવેલ જે અમીત આપી ગયેલ બાદ વિશાલ તથા અમીત કોઠીયાએ લાશ બોક્ષમા પેક કરેલ અને જે લાશ કારખાનામાં રાખી મુકેલ બાદ તા .૨૮ / ૦૫ / ૨૦૨૧ ના રોજ ફરી વિશાલ તથા
અમીત કારખાને ગયેલ જયા લાશ અમીતની મદદથી વિશાલે પોતાના સફેદ કલરના એકસેસ મોટર સાયકલમાં પાછળના ભાગે રાખેલ અને જે દોરીથી બાંધેલ અને જે લાશ બોક્ષમાં પેક કરી વિશાલ અવાવરુ જગ્યાએ ફેકવા માટે ગયેલ જે દરમ્યાન રિધ્ધી સિધ્ધી નાલાથી આગળ કાચા રસ્તે બોક્ષ બાંધેલ તે પડી ગયેલ જેથી વિશાલ લાશ ત્યાજ મુકી નાશી ગયેલ હોવાની કબુલાત આપેલ જેથી અન્ય આરોપીઓ વિવેક વડારીયા તથા અમીત કોઠીયાની પણ તપાસ કરી રાઉન્ડઅપ કરી તેઓની પણ ઉંડાણપુર્વક પુછપરછ કરતા તેઓએ પણ ગુન્હાની કબુલાત આપેલ .
આરોપી – ( ૧ ) વિશાલ વીરેન્દ્રભાઇ બોરીસાગર રાજગોર બ્રાહ્મણ ઉવ ૨૮ રહે . ગીતાંજલી સોસાયટી શેરી નં -૩ , ગોકુલધામ પાછળ , રાજકોટ ( ર ) વિવેક વીઠ્ઠલભાઇ વડારીયા પટેલ ઉવ .૨૦ રહે . જલજીત સોસાયટી શેરી નં -૬ , ગોકુલધામ રોડ , ઉમીયા ચોક , રાજકોટ ( ૩ ) અમીતભાઇ લક્ષ્મણભાઇ કોઠીયા પટેલ ઉવ ૩૦ રહે . ખોડિયાર એપાર્ટમેન્ટ , બ્લોક નં -૩૦૩ , રાધે હોટલ પાછળ , રાજકોટ . જ્હોના ની એમ.ઓ. તથા આરોપીએ ભજવેલ ભાગ મજકુર આરોપી વિશાલ બોરીસાગર તથા મરણજનાર સંજયભાઇ સોલંકી જેઓ મિત્ર હોય જેઓને બનાવ બનેલ તેના બે દિવસ અગાઉ સામાન્ય બોલાચાલી થયેલ હોય જેથી સંજયભાઇ સોલંકી જે વિશાલ સાથે ઝઘડો કરવા તા .૨૭ / ૦૫ / ૨૦૨૧ ના રોજ બપોરના ચાર થી પાંચ વાગ્યાના અરસામાં તેના કારખાને ગયેલ જયા બન્નેને બોલાચાલી થતા આરોપી વિશાલ બોરીસાગરએ મરણજનાર ને માથા તથા મોઢાના ભાગે હથોડી , દસ્તો તથા લોખંડની પ્લેટ ના ઘા મારી ગંભિર ઇજા કરી મોત નીપજાવેલ બાદ વિશાલ બોરીસાગરએ પોતાના મિત્ર વિવેકની મદદથી તા .૨૭ / ૦૫ / ૨૦૨૧ ના રોજ રાત્રીના આશરે નવેક વાગ્યે કારખાને આવી લાશ કોથળામાં ભરી કારખામાં લોહી પાણીથી સાફ કરેલ અને વિશાલ બોરીસાગરએ પોતાના મિત્ર અમીતભાઇ કોઠીયા પાસે લાશ ભરવા મોટુ પાનુ બોક્ષ મંગાવેલ અને જે પુઠાના બોક્ષમાં વિશાલ તથા અમીતએ લાશ ભરી ત્યા કારખાનામાજ રાખી મુકેલ બાદ તા .૨૮ / ૦૫ / ૨૦૨૧ ના રોજ ફરી વિશાલ તથા અમીત કારખાને આવેલ અને કારખાનામા સંજયભાઇ સોલંકીની લાશ કોથળામાં ભરેલ પડેલ હોય જે બોક્ષમાં ભરેલ અને અમીતની મદદથી લાશ ભરેલ બોક્ષ વિશાલએ પોતાના એકસેસ મોટર સાયકલમાં પાછળ બંધેલ અને તે લઇ વિશાલ અવાવરુ જગ્યાએ લાશ સગેવગે કરવા માટે લઇ નીકળેલ જે દરમ્યાન રિધ્ધી સિધ્ધી નાલા આગળ કાયા રસ્તે આવતા જયા બોક્ષ એકસેસ મોટર સાયકલમાંથી નીચે પડી જતા વિશાલ ત્યાજ લાશ ભરેલ બોક્ષ મુકી નાશીભાગી ગયેલ .. કામગીરી કરનાર ક્રાઇમ બ્રાન્ચ પો . ઇન્સ . વી . કે . ગઢવી , આજીડેમ પો.સ્ટે . પો . ઇન્સ . વી . જે . ચાવડા , ક્રાઇમ બ્રાન્ચ પો . સબ ઇન્સ . પી.એમ. ધાખડા , પી.બી.જેબલીયા , એસ.વી. સાખરા , વી.જે.જાડેજા , એમ.વી.રબારી , યુ.બી જોગરાણા , આજીડેમ પો.સ્ટે . પો . સબ ઇન્સ . એમ.એમ.ઝાલા , ક્રાઇમ બ્રાન્ચ પો . હેડ કોન્સ . વીક્રમભાઇ ગમારા , ક્રીપાલસિંહ જાડેજા , જીગ્નેશભાઈ મારુ , અંશુમાનભા ગઢવી , સુભાષભાઇ ઘોઘારી , પો . કોન્સ . દેવાભાઇ ધરજીયા , પ્રતાપસિંહ મોયા , દેવરાજભાઇ કળોતરા , સંજયભાઇ ચાવડા તથા ક્રાઇમ બ્રાન્ચ પો . સબ ઇન્સ . ની ટીમો . તા .૨૯ / ૦૫ / ૨૦૨૧
મિત્રએ કરી હત્યા બાદમાં લાશ ને પૂંઠાના બોક્સમાં ભરી સગેવગે કરવા નીકળેલ બોક્સ રસ્તા માં પડી જતા બોક્સ મુકી નાશી ગયેલ .આરોપીને ગણતરી ની કલાકોમાં ઝડપી લેતી ક્રાઇમ બ્રાન્ચ
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024