મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
અતિ દુર્લભ એવો પટીત રેતીયો સાપ જોવા મળ્યો
News Jamnagar May 31, 2021
જામનગર
જામનગરના રામપર ગામ પાસે આવેલ SSPL નામના દોરાના વિશાળ કારખાનામાં પીળા બદામી રંગના ઊભા પટ્ટા ધરાવતો ચળકતો સાપ જોવા મળતાં કારખાનામાં ભયનો માહોલ સર્જાયો હતો. મીલના ગોડાઉન મેનેજર પાસે લાખોટા નેચર કલબ સંસ્થા દ્વારા જારી કરેલ હેલ્પલાઇન લીસ્ટ માંથી નજીકમાં આવેલ નાની બાણુગરના સર્પ પ્રેમી મિલન કંટારિયાનો સંપર્ક કર્યો હતો.
સાપ હોવાની જાણ થતાં રેસ્ક્યુર મિલન કંટારિયા સ્થળ પર દોડી ગયા હતાં. ત્યાં તેઓને જામનગર જિલ્લામાં અતિ દુર્લભ જોવા મળતો આંશિક ઝેરી Indian Ribbon Snake / Leith’s Sand Snake “પટીત રેતીયો સાપ” મળી આવ્યો હતો. ત્યારબાદ વન વિભાગના સહયોગ થી સફળતાપૂર્વક બચાવ કરેલ અને કુદરતના ખોળે મુક્ત કરેલ.
આવા અલગ પ્રકારનો સાપ જોઈને ભયભીત થયેલા કારખાનાના કામદારોને મિલન કંટારિયાએ સાપ વિશે સાચી માહિતી આપી હતી અને તમામ લોકોનો ભય દૂર કર્યો હતો. તેમજ કોઈપણ જગ્યાએ સાપ જોવા મળે તો લાખોટા નેચર કલબ મિલન કંટારિયા 99796 66483 નો સંપર્ક કરવા જણાવાયું હતું.
છેલ્લાં ઘણાં સમયથી જામનગરની જાણીતી સંસ્થા લાખોટા નેચર કલબ ફ્રી સાપ બચાવની કામગીરી, ઘાયલ પક્ષીઓ બચાવવા અને તેની સારવાર, વૃક્ષારોપણ કરવું તેમજ પ્રકૃતિ સંરક્ષણ સહિતની વિવિધ પ્રવૃતિઓ કરી રહી છે.
Tags :
You may also like
ખેતી અને પ્રકૃતિ આદિકાળથી અવિભાજ્ય અંગ છે
પ્રાકૃતિક ખેતી એટલે ખેડૂતોની ઉન્નતી ધરતીપૂત્રો માટે વાવણીથી વેચાણ સુધીનું વ્યવસ્થિત વ્યવસ્થાતંત્ર તૈયાર કરતી ગુજરાત સરકાર ૦ :: ૦૦૦ :: ...
October 23, 2024