મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
લાખો ની સોનાની ચોરીનો ભેદ ઉકેલ 4 તસ્કરો ને પકડી પાડતી જામનગર - એલ.સી.બી .
News Jamnagar May 31, 2021
જામનગર
જામજોધપુરમાં સોનીની દુકાનમાં થયેલ સોનાની ચોરીનો ભેદ ઉકેલી કુલ રૂ . ૧૧,૯૬,૧૦૦ / – ના મુદામાલ સાથે ૪ ઇસમોને પકડી પાડતી જામનગર – એલ.સી.બી .ગત તા .૨૦ / ૦૫ / ૨૦૨૧ ના રાત્રી દરમ્યાન જામજોધપુર રાઉનમાં સુભાષ રોડ ઉપર ભુત મેડી પાસે ફરીયાદીશ્રી હનીફભાઈ કરીમભાઇ શેખ રહે.જામજોધપુર નાઓની સોનીની દુકાનનું તાળુ કોઇ પણ ઇસમે તાળુ કોઇપણ રીતે ખોલી સોનીની દુકાનમાં થી આશરે ૨૦ તોલા સોનુ જે કિ.રૂ .૧૧,૬૦,૦૦૦ / – તથા સી.સી.ટી.વી ફુટેજ કેમેરાનુ ડી . વી.આર કિ.રૂ .૨૦૦૦ / – ના મુદામાલની ચોર ઇસમ ચોરી કરી લઇ જે અંગે જામજોધપુર પો.સ્ટે . ગુ.ર.નંબર -૧૧૨૦૨૦૨૬૨૧૦૪૭૫૨૦૨૧ ઇપીકો કલમ ૪૫૪ , ૪૫૭ , ૩૮૦ થી ગુન્હો નોંધાયેલ હતો.
જે ગુનો વણશોધાયેલ હતો . સદરહુ સોનીની દુકાનમાં થયેલ લાખો રૂપીયાની ચોરીનો ભેદ ઉકેલવા અને ત્વરીત આરોપીઓ પકડી પાડવા માટે જામનગર ના પોલીસવડા દીપન ભદ્રનું નાઓની સુચના મુજબ અને નાયબ પોલીસ અધિક્ષક કુણાલ દેસાઇ નાઓના માર્ગદર્શન મુજબ આ ગુન્હાના આરોપીઓને પકડી પાડવા માટે એલ.સી.બી. ના પોલીસ સબ ઇન્સ.શ્રી કે.કે.ગોહીલ તથા પો.સ.ઇ.શ્રી બી.એમ. દેવમુરારી તથા પો.સ.ઇ. શ્રી આર.બી.ગોજીયા ના ઓ ને સુચના કરી , સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી કાર્યરત કરવામાં આવેલ હતી , આ ગુનાના બનાવ સ્થળની વિજીટ કરી તેમજ જામજોધપુર ટાઉન તેમજ લઇવે રોડ ઉપરના ટોલનાકાના સીસીટીવી ફુટેજો ને ચેક કરવામાં આવેલ હતા તેમજ અંગત વિશ્વાસુ બાતમીદારોને કામે લગાડવામાં આવેલ હતા.
આ દરમ્યાન એલ.સી.બી.ના . સંજયસિંહ વાળા તથા દિલીપભાઇ તલાવડીયાને તેઓના અંગત બાતમીદારોથી હકિકત મળેલ કે આ આ યોરીમાં ચાર ઇસમો સંડોવાયેલ છે .જે ઇસમો મોટર સાયકલ નંબર 0.03 10 1414 તથા G [ L03.KE , 3331 લઇ કાલાવડ તરફ થી જામનગર આવી રહેલ છે.તેવી હકિકત મળતા જામનગર કાલાવડ રોડ ઉપર મહાપ્રભુજીની બેઠક પાસે રોડ ઉપર શ્રી કે . કે . ગોહીલ તથા પો.સ.ઇ. બી.એમ દેવમુરારી નાઓની ટીમો વોચમાં હતા , ત્યારે ઉપરોકત બન્ને મોટર સાયકલમા ચારેય ઇસમો પસાર થતા ચારેય ઇસમોને કોર્ડન કરી પકડી લઇ નીચે મુજબ ના ઇસમો વિરૂધ્ધ પો.સ.ઇ. કે.કે.ગોહીલ નાઓ એ કાયદેસર ની કાર્યવાહી કરી જામજોધપુર પો.સ્ટે . ને સોંપી આપેલ છે .
( ૧ ) ભાવેશ સુરેશભાઇ પરીયા રહે.ભાવનગર રોડ ચુનારા વાડ ચોક રાજકોટ ( ૨ ) મોહીત હસમુખભાઇ વિછણીયા રહે.ભાવનગર રોડ ચુનારા વાડ ચોક રાજકોટ ( 3 ) રવિ રાજુભાઇ સોલંકી રહે.ભાવનગર રોડ ચુનારા વાડ ચોક રાજકોટ ( 8 ) અનીલ ઉર્ફે મનીયો ચતુરભાઇ સતાપરા રહે.ભાવનગર રોડ ચુનારા વાડ ચોક રાજકોટ ઉપરોકત ચારેય પાસેથી સોનાના નાના ઢાળીયા જે ર ૫ તોલા કિ.રૂ. ૧૧,૨૫,૧૦૦ / – તથા બે મોટર સાયકલ કિ.રૂ .૫૦,૦૦૦ / – તથા મોબાઇલ ફોન -૪ કિ.રૂ .૨૦,૦૦૦ / – નો મુદામાલ કબજે કરેલ છે .
આ કાર્યવાહી એલ.સી.બી. પોલીસ સબ ઇન્સ . શ્રી કે . કે.ગોહીલ તથા પો.સ.ઇ. આર.બી.ગોજીયા તથા પો.સ.ઇ.શ્રી બી.એમ.દેવમુરારી તથા એલ.સી.બી. સ્ટાફના માંડણભાઇ વસરા , સંજયસિંહ વાળા , હરપાલસિંહ સોઢા , ભરતભાઇ પટેલ , નાનજીભાઇ પટેલ , શરદભાઇ પરમાર , અશ્વિનભાઇ ગંધા , દિલીપભાઇ તલવાડીયા , ફીરોજભાઇ દલ , હીરેનભાઇ વરણવા , ભગીરથસિંહ સરવૈયા , હરદિપભાઇ ધાધલ , પ્રતાપભાઇ ખાચર , વનરાજભાઇ મકવાણા , રઘુભા પરમાર , ધાનાભાઈ મોરી , યશપાલસિંહ જાડેજા , નિર્મળસિંહ જાડેજા , અજયસિંહ ઝાલા , યોગરાજસિંહ રાણા , બળવંતસિંહ માર , લખમણભાઈ ભાટીયા , માલ કીયા , એ.બી.જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025