મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
શહેરમાં ઘરફોડ ચોરી કરનાર તસ્કર ને 2 લાખ થી વધુ ના મુદ્દામાલ સાથે પકડી પાડતી સીટી બી ડીવીઝન સર્વેલન્સ સ્કોર્ડ.
News Jamnagar May 31, 2021
જામનગર
જામનગર શહેરમાં ઘરફોડ ચોરી કરનાર ઇસમને પકડી પાડતી જામનગર સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કોર્ડ જામનગર જીલ્લામાં રાત્રી ઘરફોડ ચોરીના બનતા બનાવોને અટકાવવા તથા અન્ડીકેટર ગુન્હાઓ શોધી કાઢવા પોલીસ અધિક્ષક દીપન ભદ્રન સાહેબ તથા મદદનીશ પોલીસ અધિક્ષક નીતેશ પાંડેય સાહેબની સુચના અને પોલીસ ઇન્સપેકટર કે.જે.ભોયે સાહેબના માર્ગદર્શન મુજબ આજરોજ સીટી બી ડીવી પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઇન્સ . વાય.બી.રાણા તથા સર્વેલન્સ સ્કોર્ડના માણસો દ્રારા આજથી એક માસ પહેલા વાલ્લેશ્વરીનગરીમાં આવેલ એક બંધ મકાનમાં થયેલ સોના તથા ચાંદીના દાગીનાની મળી કુલ કિ.રૂ .૧,૬૮,૦૦૦ / – ની ચોરી થયેલનો ગુન્હો દાખલ થયેલ હોય.
જે ગુન્હો શોધી કાઢવા અત્રેના પો.સ્ટે . ના સર્વેલન્સના માણસો દ્વારા અલગ અલગ ટીમો બનાવી બનાવ સ્થળની આજુબાજુના વિસ્તારના સી.સી.ટી.વી. કુટેજ મેળવેલ તેમજ કમાન્ડ કંટ્રોલના સી.સી.ટી.વી. કુટેજ મેળવેલ જે બંન્ને સી.સી.ટી.વી. ફુટેજની મદદથી સર્વેલન્સ ટીમ દ્વારા ચોરીના સમયયાળા દરમ્યાન રમેશ ઉર્ફે રમલો સાઓ સેફાભાઈ કાબાભાઈ પરમાર રહે .
જામનગર વાળો બનાવ બનેલ વાળી જગ્યાની આસપાસ અવારનવાર દેખાતા મજકુરની તપાસમાં હતા અને સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ કોન્સ . શોભરાજસિંહ જાડેજા તથા ક્રિપાલસિંહ જાડેજા તથા પો.કોન્સ . ફૈઝલભાઈ ચાવડા તથા કિશોરભાઈ પરમાર ને ચોકકસ સયુંક્ત બાતમી રાહે હકીકત મળેલ કે રમેશ ઉર્ફે રમલો સાઓ સેફાભાઈ કાબાભાઈ પરમાર રહે . જામનગર વાળો હાલ વિકાસ રોડ પર સોના તથા ચાંદીના દાગીના સસ્તામાં વેચવા માટે પ્રયત્ન કરે છે તે હકીકત આધારે વિકાસ રોડ પરથી આરોપી રમેશ ઉર્ફે રમલો સાઓ સેફાભાઈ કાબાભાઈ પરમાર જાતે દેવીપુજક વેડવા ઉવ .૩૦ ધંધો મજુરી રહે.સાત રસ્તા , પ્રદર્શન ગ્રાઉન્ડ , ઝુપડપટ્ટી , જામનગર વાળાને પકડી પાડેલ અને મજકુર પાસે ચોરીમાં ગયેલ સોના ચાંદીના તેમજ ઇમીટેશન જવેલરી મળી કુલ કિ.રૂ. ૨,૧૬,૬૦૦ / – ની કિંમતના દાગીના રીકવર કરી કન્જ કરવામાં આવેલ છે અને અનડીટેકટ ગુન્હો શોધી કાઢવામાં આવેલ છે .
આ કામગીરી પોલીસ ઈન્સ. કે.જે.ભોયે , પો.સબ.ઇન્સ વાય.બી.રાણા , એ.એસ.આઇ. બશીરભાઇ મુંદ્રા તથા પો.હેડ કોન્સ , શોભરાજસિંહ જાડેજા , રાજેશભાઈ વેગડ , રવીન્દ્રસિંહ જાડેજા , ક્રિપાલસિંહ જાડેજા , મુકેશસિંહ રાણા તથા પો.કોન્સ શિવભદ્રસિંહ જાડેજા , હરદીપભાઇ બારડ , કિશોરભાઈ પરમાર , ફૈઝલભાઇ ચાવડા , દેવેનભાઇ ત્રિવેદી , મનહરસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે .
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025