• Home
  • National
  • Gujarat
  • Jamnagar
  • Political
  • Public Voice
  • News Updates
  • Crimes
  • Dharmik
  • Editor Report's

Political

મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...

મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...

October 31, 2022

વોર્ડ નંબર 12માં કારોબારી બેઠક યોજાઈ હતી.

જિલ્લાના યુવા નેતા આંદોલનકારી આહીર સંજય ચેતરીયા એ આમ આદમી...

અઢી મહિના ના વિવાનને સ્પાઈન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બ...

જામનગર જિલ્લા ભાજપ મીડીયા સેલ ના કન્વીનર ની નિમણુંક

  1. Home
  2. રાજ્યવ્યાપી ફેલાયેલું મ્યુકરમાઇકોસીસના ઈન્જેકશનનું કૌભાંડ રાજકોટથી ઝડપાયું એસ.ઓ.જી.ની ટીમ ની ઉમદા કર્યાવાહી.
Crimes

રાજ્યવ્યાપી ફેલાયેલું મ્યુકરમાઇકોસીસના ઈન્જેકશનનું કૌભાંડ રાજકોટથી ઝડપાયું એસ.ઓ.જી.ની ટીમ ની ઉમદા કર્યાવાહી.

News Jamnagar June 02, 2021

રાજ્યવ્યાપી  ફેલાયેલું મ્યુકરમાઇકોસીસના ઈન્જેકશનનું કૌભાંડ રાજકોટથી ઝડપાયું એસ.ઓ.જી.ની ટીમ ની ઉમદા કર્યાવાહી.

રાજકોટ
મ્યુકરમાઇકોસીસ રોગની સારવાર માટેના AMPHOTERICAN B Injection ની કાળાબજાર કરનાર ટોળીને પકડી પાડતા એસઓજી રાજકોટ શહેર • આ કામે ગુન્હાના ટુંકા સમયગાળામાં મુળ સુધી પહોચતી રાજકોટ શહેર એસઓજી પોલીસ અંકલેશ્વરની LYKA LABS Limited કંપનીમાં નોકરી કરતા હતા તે કંપનીમાં થી ઇજેકશન અને પેકિંગ મટીરીયલ્સની ચોરી કરી કાળા બજાર માં ઉચી કિંમતે વેચાણ કરતા રેકેટનો પદૉફાશ કરતી રાજકોટ શહેર એસઓજી સુરતના હાર્દીક પટેલ આ કામનો મુખ્યભેજાબાજ બનીને કાળાબજારીના સમગ્ર કારસ્તાનને આપ્યો હતો અંજામ આ મહામારી સમયમાં ભગવાનનું સ્વરુપ ગણાતા ડોકટરોની સેવાને આ કામે બની બેઠેલ ડોકટરોએ લાંછન લગાવેલ છે . હાલમાં વિશ્વ માં કોવીંડ -૧૯ ની મહામારી ફેલાયેલ છે . અને ભારત અને ગુજરાતમાં પણ કોવીડ ૧૯ ના વ્યાપક પ્રમાણ માં કેશો આવેલ છે . અને આ કોવીડ . ૧૯ ના દર્દીઓ પૈકી અમુક વ્યક્તીઓને યુકરમાઇક્રોસીસ ફંગસ ” પણ થાય છે
જેને પણ સરકારશ્રીએ મહામારી જાહેર કરેલ છે અને આ મયુકરમાઇક્રોસીસ ની બીમારીથી બીમાર થયેલ વ્યક્તીઓને તેઓના વજન પ્રમાણે ઇન્જકશનો ૬૦ થી ૧૫૦ જેટલા ઇન્જકશનો આપવાના થતા હોય છે જેના કારણે મ્યુકરમાઇક્રોસીસ રોગની સારવાર માટે ઉપયોગમાં લેવાતા ઇન્જકશનોની રાજયમાં દરેક દર્દીઓને આ ઇન્જકશનો સરળતાથી મળી રહે તે માટે રાજય સરકારે ઇન્જકશન હોસ્પીટલથીજ દર્દીઓને આપવાની વ્યવસ્થા ગોઠવેલ છે . અને મેડીકલ સ્ટોરથી હાલ વેચાણ બંધ કરેલ છે .

આ સ્થીતીનો લાભ લઇ કેટલાક લેભાગુ તત્વો આવી ગંભીર મહામારીના સમયમાં પણ ફકત તેના આર્થીક ફાયદા સારૂ ઉપરોકત ઇજેકશનો તથા અન્ય દવાઓની કાળાબજારી નુ રેકેટ ચલાવતા હોય છે જે બાબતે ભારત સરકાર તેમજ રાજય સરકાર પણ ચીંતીત છે અને માનનીય વડાપ્રધાન શ્રી એ પણ રાજયોના માનનીય મુખ્ય મંત્રીશ્રીઓને પણ વર્ચયુઅલ મીટીંગ માં દવાઓના કાળા બજાર રોકવા અને આવા આરોપીઓ ઉપર સખત કાર્યવાહી કરવા સુચનાઓ આપેલ હતી .
જેથી રાજય સરકાર દ્વારા આવી કાળાબજારી અટકાવવા રાજયના દરેક અલગ અલગ વિભાગોને જરૂરી સુચનાઓ કરેલ છે . તેમજ ગુજરાત રાજયના ડી.જી.પી. આશીષ ભાટીયા સાહેબે એ પણ રાજય પોલીસ ને આવી બ્લેક માર્કેટીંગ અટકાવવા અને આવા ગુન્હા આચરતી ટોળકીઓને શોધી સખત કાર્યવાહી કરવા સુચનાઓ આપેલ છે તેમજ આ બાબતે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સાહેબે રાજકોટ શહેરના તમામ અધિકારીઓ ને આબાબતે ખાસ સુચના આપેલ અને જાતેથી સુપરવિઝન રાખી અને રોજ બરોજ આ કામગીરીની સમીક્ષા કરી ફોલોઅપ લેવામાં આવતું હતું તેમજ આવી કાળા બજાર કરતી ટોળીઓને પકડવા જરૂરી માર્ગદર્શન આપતો હતો .રાજકોટ, ગાઈકલે તા.1.6.21ના દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર સુધી ફેલાયેલું મયૂકર માઇકોસીસના ઈન્જેકશનનું કૌભાંડ રાજકોટથી ઝડપાયું છે. રાજકોટ એસઓજીએ ઈન્જેકશનના રાજ્યવ્યાપી કાળાબજારી કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર હાર્દિક પટેલ સહિત 14ને ઝડપી લીધા છે. અને 103 ઈન્જેકશન કબ્જે કર્યા છે. આરોપીઓમાં એક તબીબી, બે તબીબી છાત્ર, નર્સિંગ સ્ટાફ, મેડિકલ એજન્સીનો સંચાલક, સહિત મોટા ભાગના આરોગ્ય સેવા સાથે ઝોડાયેલા શખ્સો છે. હજુ પણ તપાસ ચાલુ છે જેથી વધુ ઈન્જેકશન અને આરોપીઓ ઝડપાઈ તેવી શકયતા છે. આરોપી હાર્દિક પટેલ મૂળ સુરતનો રહેવાસી, અંકલેશ્વરની ઈન્જેકશન બનાવતી લાયકા લેબના કર્મચારીઓ સાથે ઓળખ થયા બાદ કંપનીમાંથી જ ઈન્જેકશન ચોરી વેંચતા હતા. રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ ડીસીપી ઝોન -1 પ્રવિણકુમાર, ડીસીપી ઝોન -2 મનોહરસિંહ જાડેજા એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાએ હાલમાં કોવીડ -19ની મહામારી બાદ મયૂકર માઇકોસીસ રોગની મહામારી ફેલાયેલ હોય અને આ રોગમાં સારવારમાં લેવાતા ઇજેકશન એમ્ફોટેરિસીન – બીની કાળા બજાર કરતા શખ્સોને ઝડપી લેવા સૂચના આપી હોય જેથી એસ.ઓ.જી. પીઆઇ આર.વાય. રાવલ અને તેમનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન તા.27 મેના રાત્રીના એસઓજી પીએસઆઈ એમ.એસ. અંસારી, કોન્સ્ટેબલ મહમદ અઝરૂદીન બુખારી તથા સીરાજભાઇ ચાનીયાને બાતમી મળી હતી કે, રૈયા રોડ પર સેલસ હોસ્પિટલ પાસે એક શખ્સ ઈન્જેકશનની કાળાબજારી કરી રહ્યો છે. જેથી તા.28ના રોજ છટકું ગોઠવી ડમી ગ્રાહક મોકલી એક્ટિવા પર આવેલા હોમ કેર કંપનીમાં નર્સિંગ સ્ટાફ તરીકે નોકરી કરતા મેહુલ ગોરધનભાઇ કટેસીયાને 2 ઈન્જેકશન સાથે પકડી લીધો હતો.પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, આરોપી રૂ.345ની ઈન્જેકશન રૂ.6500માં વેચવા માટે આવ્યો હતો. મેહુલની અટકાયત બાદ એક બાદ એક 14 શખ્સોનું નામ ખુલ્યું હતું. અને પોલીસે એકબાદ એક આરોપીઓની અટકાયત કરી એમ્ફોટેરીસીન – બી 31, લીપોસોમલ એમ્ફોટેરીસીન બીના 59, અને સ્ટીકર વગરના 11 મળી 101 ઈન્જેકશન કબ્જે કર્યા હતા. આમ આરોપીઓ દ્વારા હાલમાં કોવીડ -19 રોગ ની મહામારી બાદ ફેલાયેલ મ્યુકરમાઇકોસીસ રોગની મહામારી માં સારવાર માટે ઉપયોગમાં લેવાતા એમ્ફોટેરીસીન બી ઈન્જેકશન કે જેની એક ની કિંમત રૂ.300 થી 500 ની છે.

તેવા ઈન્જેકશન રૂ.4500 થી 6500 તેમજ લીપોસોમલ એમ્ફોટેરીસીન બી ઈન્જેકશન કે જેની કિંમત આશરે 5 થી 7 હજાર રૂપિયાની છે. તે રૂ.8000 જેવી ઉંચી કિંમતે કોઇ પણ જાતના ડોક્ટરના પ્રીસ્કીશન કે બીલ વગર કાળાબજાર કરી વેચાણ કરતા હોવાથી આરોપીઓ સામે આઈપીસી કલમ 381, 408, 420, 114, તથા આવશ્યક ચીજ વસ્તુ ધારાની કલમ 3, 7, 11, અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ કલમ 53 મુજબ ગુનો દાખલ કરી 31 એમ્ફોટેરીસીન બી ઈન્જેકશન જેની કિંમત રૂ. 10,467 તથા લીપોસોમલ એમ્ફોટેરીસીન બી ઈન્જેકશન નંગ 59 જેની કુલ કિ.રૂ. 4,13,000 તથા આ ઈન્જેકશનની સ્ટીકરવગરની શીલ બંધ બોટલ નંગ 11, કુલ ઈન્જેકશન નંગ 101 જેની કિંમત રૂ.4,23,467 તથા કાર, સ્કૂટર સહિત પાંચ વાહનો મળી કુલ રૂ.11,63,467નો મુદ્દામાલ કબ્જે કરાયો છે.આરોપીઓએ કંપનીમાંથી ઈન્જેકશન ચોરી કર્યા હતા. અને અન્ય આરોપીને આપી તેમજ આરોપીઓએ એક બીજાની મદદગારી કરેલ હોવાનું જણાય આવેલ હોય તેમજ આ તપાસ દરમ્યાન હજુ પણ વધુ ઈન્જેકશન મળી આવવાની તેમજ વધુ વ્યકિતીઓની સંડોવણી હોવાની શકયતા નકારી શકાય તેમ નથી જે દિશામાં પણ અલગ – અલગ ટીમ દ્વારા તપાસ ચાલુ છે. આ કામગીરીમાં પીઆઇ આર.વાય.રાવલ, પીએસઆઈ એમ.એસ.અંસારી, એ.એસ.આઇ રાજુભાઇ ભટ્ટ, બાદલભાઇ દવે, હેડ કોન્સ્ટેબલ ધીરેનભાઇ ગઢવી, કીશોરદાન ગઢવી, કોન્સ્ટેબલ મહમદઅઝરૂદીન બુખારી, સીરાજભાઇ ચાનીયા, જયુભા પરમાર, સોનાબેન મુળીયા શાંન્તાબેન મુળીયા, ભુમીકાબેન ઠાકર તથા હરીભાઇ બાલાસરા ફરજ પર રહ્યા હતા.

કૌભાંડ ખુલ્લું પાડનાર પોલીસ ટીમને રૂ.15000નું ઈનામ
રાજ્ય વ્યાપી ઈન્જેકશનની કાળાબજારીનું કૌભાંડ ઝડપી પાડનાર પોલીસની ટીમને પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે રૂ.15000નું ઈનામ આપવાની જાહેરાત કરી છે. ઉપરાંત કૌભાંડની તપાસમાં રહેલા અધિકારી, કર્મચારીઓને પ્રોત્સાહીત કરવા ઇનામ મળે તે માટે ડીજીપીને ભલામણ કરાઈ છે.

બે આરોપીઓએ ઇન્જેકશન ઉંચા ભાવે વેચી પણ દીધા’તા
ક્રિષ્ના કોવિડ હોસ્પિટલમાં બે માસથી મેનેજમેન્ટનું કામ કરતા આરોપી ઉત્સવ પિયુષ નિમાવત અને અહીં જ સીસીટીવી રીપેરીંગ, ફીટીંગનું કામ કરતા રૂદય મનસુખ જાગાણીએ પોતાની પાસે નેટવર્ક થ્રુ આવેલા ઇન્જેકશન ઉંચા ભાવે વેચી દીધા હતા. કેટલા ઇન્જેકશન વેચ્યા, કેટલા રૂપિયા લીધા તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ઝડપાયેલા આરોપીઓ
(1)મેહુલ ગોરધન કટેસિયા (ઉ.વ.25, રહે. માયાણીનગર આવાસ યોજાના કવાટર્સ રાજકોટ), (2) અશોક નારણ કાગડીયા (ઉ.વ.28, રહે. બજરંગનગર વેકરીયાવાડી, જસદણ), (3) નિકુંજ જગદીશ ઠાકર (ઉ.વ. 21, રહે. હાલ ક્રિષ્ના કોવિડ હોસ્પિટલ, વિદ્યાનગર મેઈન રોડ, રાજકોટ મુળ રહે. ગોલ્ડનપાર્ક -3, ગજાનંદ જીનેસીસ સ્કૂલ પાછળ, ખલીલપુર રોડ, જુનાગઢ), (4)વત્સલ હરાજભાઇ બારડ (ઉ.વ. 22, લક્ષ્મીવાડી-7, ભાડાના મકાનમાં મૂળ છાછરગામ, તા. કોડીનાર, ગીર સોમનાથ), (5)યશ દિલીપકુમાર ચાવડા (ઉ.વ.25 રહે. શાંતિનિકેતન પાર્ક, પરસાણાનગર, જામનગર રોડ, રાજકોટ), (6)સાગર ચમન કીયાડા (ઉ.વ.22, રહે. ભેડા પીપળીયા ગામ, તા.જેતપુર), (7)ઉત્સવ પિયુષ નિમાવત (ઉ.વ.25, રહે. 150 ફુટ રીંગ રોડ પુનિતનગર શેરી નં.12, ગોંડલ રોડ પાસે રાજકોટ), (8) રૂદય મનસુખ જાગાણી (ઉ.વ.33, રહે. શ્રધ્ધા સોસાયટી શેરી નં.1 આહીર ચોક બાબરીયા કોલોની રાજકોટ, મુળ ગામ દેવળા તા.ગોંડલ), (9) હિરેન મનસુખ રામાણી (ઉ.વ.32, રહે. ભેસાણ જીનપ્લોટ જિ.જુનાગઢ), (10) હાર્દિક મુકેશભાઇ વડાલીયા (ઉ.વ.30, રહે.મહાલક્ષ્મી સોસાયટી વિભાગ – 1, પુણાસીમાડા રોડ, યોગી ચોક, સુરત), (11)શુભમ રામપ્રસાદ તીવારી (ઉ.વ.25, રહે.અંકલેશ્વર બાલાજી કોમ્પલેક્ષ એફ – 3 કેશવ પાર્ક, મકાનમાં ભાડેથી, મુળ ગામ દામોદર પુર થાના ફુલપુર, જિ. અલ્લાબાદ, ઉત્તરપ્રદેશ), (13)વિશ્વાસ રાયસિંગ પાવરા (ઉ.વ.26, રહે.અંકલેશ્વર ગોપાલનગર નજીક વાલીયા રોડ કુમકુમ બંગલો, મુળ ગામ લાકડીયા હનુમાન જાના સીરપુર જિ.ધુલીયા મહારાષ્ટ્ર), અભિષેક કુમાર શ્રવણકુમાર શાહ (ઉ.વ.24, રહે. અંકલેશ્વર બાલાજી કોમ્પલેક્ષ એફ -3 કેશવ પાર્ક, મકાનમાં ભાડેથી, મુળ ગામ ડુમવલીયા, ડીહ ગામ નારેનાપુર પશ્ચીમ ચંપારણ, બિહાર)

અંકલેશ્વરની ફાર્મા કંપનીમાં કામ કરતા પરપ્રાંતિય આરોપી ત્યાંથી ઈન્જેકશન ચોરી હાર્દિકને પહોંચાડતા
આ કૌભાંડમાં મુખ્યભેજા બાજ હાર્દિક પટેલ (વડાલીયા) છે. તે અંકલેશ્વરની જે.બી.કેમિકલ્સ કંપનીમાં કામ કરે છે. હાર્દિક અને મહારાષ્ટ્રનો અભિષેક શાહ શુભમ તિવારી ભેગા તેના રૂમ પાર્ટનર તરીકે રહેતા હતા. શુભમ લાયકા કંપનીમાં સ્ટોર ઇન્ચાર્જ તરીકે કામ કરે છે અને આ કંપની લીપોસોમલ એમ્ફોટેરીસીન – બી ઈન્જેકશનનું ઉત્પાદન કરે છે. લાયકા લેબમાં જુનિયર એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતો વિશ્વાસ પાવરા ઈન્જેકશનની ચોરી કરતો જે ઈન્જેકશન રૂ.1000માં તે કંપનીના સ્ટોર ઓફિસર શુભમને આપતો ત્યાંથી અભિષેક અને હાર્દિક પાસે ઈન્જેકશન પહોંચતા. બાદમાં હાર્દિક 6500 રૂપિયામાં એક ઈન્જેકશન જેતપુરમાં મેડિકલ એજન્સી ધરાવતા હિરેન મનસુખ રામાણીને પહોંચાડતો. આ હિરેન, સાગર કીયાડાને ઈન્જેકશન આપતો અને ત્યાંથી જલારામ હોસ્પિટલમાં નોકરી કરતા મેડિકલ ઓફિસર વત્સલને ઈન્જેકશન મળતા અને બાદમાં અન્ય આરોપીઓ તેને દર્દીઓને ઊંચા ભાવે વેંચતા હતા.

આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંગાશે
પોલીસ તરફથી જાણવા મળ્યું છે કે 14 આરોપીઓને આજે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. નેટવર્ક રાજય વ્યાપી હોવાથી અન્ય કયાં-કયાં શહેરમાં ઇન્જેકશન વેચ્યા, કેટલા ઇન્જેકશન વેચ્યા અને અન્ય કોણ-કોણ આરોપીઓ સંડોવાયેલા છે તે દિશામાં વધુ તપાસ કરવા માટે પોલીસ કોર્ટ પાસેથી આરોપીઓના 7 દિવસના રિમાન્ડની માંગણી કરશે.

આરોપીઓ આરોગ્ય સેવા સાથે જોડાયેલા છે

આ કૌભાંડનો માસ્ટર માઈન્ડ હાર્દિક વડાલીયા અંકલેશ્વરની જે.બી.કેમીકલ્સમાં નોકરી કરે છે. જ્યારે આરોપી અભિષેક શાહ તેના ભેગો જ કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે.આરોપી શુભમ તિવારી ( ઉ.વ .25 ) અને વિશ્વાસ લાયકા કંપનીમાં કામ કરે છે. વિશ્વાસે બી – ફાર્મનો અભ્યાસ કર્યો છે. આરોપી મેહુલ ગોરધન કટેસીયા નર્સિંગ સ્ટાફ છે. તે કોટેચા ચોકમાં આવેલ ગેટ વેલ સુન નામની કંપની કે જે નર્સિંગ સ્ટાફ અને કેર ટેકર પુરા પાડે છે. ત્યાં નોકરી કરે છે. તેનો એક દિવસનો પગાર રૂ.500 છે. બીજો આરોપી રાયસીંગ ઉર્ફે ગોપાલ જગદિશ વંશએ હોસ્પિટલ આસિસ્ટન્ટ એન્ડ ટેકનીશ્યનનો કોર્ષ કર્યો છે. કેકેવી હોલ પાસે કેન્કો કંપની છે કે જે દર્દીના ઘરે જઈ સારવાર આપે છે. તેમાં નર્સિંગ સ્ટાફ તરીકે નોકરી કરે છે. તેનો એક દિવસનો પગાર રૂ.700 છે .

ત્રીજો આરોપી અશોક નારણ કાગડીયાએ બેંગ્લરુમાં જનરલ નર્સિગ મીડવાઈફનો કોર્ષ કર્યો. હાલ અમિન માર્ગ પર આવેલ ફલેકસેસ હોસ્પિટલમાં ઓટી ઈન્ચાર્જ તરીકે નોકરી કરે છે. આરોપી નિકુંજ જગદિશ ઠાકરે ડાયાલીસીસ ટેકનીશ્યનનો કોર્ષ કર્યો છે. આ ઉપરાંત હોસ્પિટલ આસીસ્ટન્ટ એન્ડ ટેકનીશ્યનનો પણ કોર્ષ કર્યો છે. અગાઉ સાવરકુંડલાની હોસ્પિટલમાં નોકરી કરતો હતો. છેલ્લા સાત માસથી વિદ્યાનગર મેઈન રોડ પરની ક્રિષ્ના કોવિડ હોસ્પિટલમાં નર્સિંગ ઈન્ચાર્જ તરીકે નોકરી કરે છે. આરોપી વત્સલ બારડ બીએએમએસના છેલ્લા વર્ષમાં જામનગરની ગુલાબકુંવરબા આર્યુર્વેદ મહા વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. હાલ કોવિડને કારણે સરકારી છુટછાટ મળી હોવાથી જલારામ કોવિડ હોસ્પિટલમાં છેલ્લા બે મહિનાથી આઈસીયુમાં મેડીકલ ઓફિસર તરીકે નોકરી કરે છે. આરોપી યશ દિલિપ ચાવડાએ કર્ણાટકમાંથી બીએએમએસનો અભ્યાસ કર્યો છે. હાલ તેની એક વર્ષની ઈન્ટનશીપ ચાલુ છે. વિદ્યાનગર મેઈન રોડ પરની ક્રિષ્ના કોવિડ હોસ્પિટલમાં મેડીકલ ઓફિસર તરીકે અગાઉ નોકરી કરતો હતો. એક મહિના પહેલા જ નોકરી મુકી દીધી હતી.

આરોપી ઉત્સવ નિમાવતએ બી – કોમ સુધી અભ્યાસ કર્યો છે. વિદ્યાનગર મેઈન રોડ પરની ક્રિષ્ના કોવિલ હોસ્પિટલમાં બે માસથી મેનેજમેન્ટનું કામ સંભાળે છે. તે પહેલા પણ આ હોસ્પિટલમાં નોકરી કરી ચુક્યો છે. આ ઉપરાંત વિદ્યાનગર મેઈન રોડ પર આવેલી દેવ ચીરાયુ કોવિડ હોસ્પિટલમાં પણ નોકરી કરી ચુક્યો છે. આરોપી રૂદય જાગાણી ક્રિષ્ના કોવિડ હોસ્પિટલમાં સીસીટીવી કેમેરા રીપેરીંગનું કામ કરે છે. સાગર ચમન કિયાડાએ મેડિકલ ડિપ્લોમાનો એક વર્ષનો કોર્ષ કર્યો છે. મિત્ર દિવ્યેશ વિરડીયા કે જેણે બીફાર્મનો અભ્યાસ કર્યો છે. તેની સાથે ભાગીદારીમાં જેતપુરના કણકીયા પ્લોટમાં માધવ કોમ્પલેક્ષમાં મેડીકેર ફાર્મા નામની એજન્સી બે વર્ષથી ચલાવે છે. આરોપી હિરેન રામાણી જેતપુરના કણકીયા પ્લોટમાં માધવ કોમ્પલેક્ષમાં જનતા ડ્રગ્સ હાઉસ નામની એજન્સી ધરાવે છે.

Share:
Tags :
News Jamnagar

You may also like

લાખો રૂપિયાની ચોરીનો ભેદ ગણતરીના દિવસ માં ઉકેલતી જામનગર એ...

હેડ.કોન્સ. નિર્મળસિંહ જાડેજા તથા પો.કોન્સ. મહાવીરસિંહ જાડ...

સેવન સીઝન રીસોર્ટમાં જુગાર રમતા આઠ ઇસમો તથા એક સ્ત્રીને લ...

ભારતીય બનાવટની અંગ્રેજી 332 બોટલ સાથે એક ઇસમને ફીલ્મી ઢબે...

જાહેરમાં જુગાર રમતી ચાર મહિલાઓને રોકડ રૂ. ૧૯,૭૦૦/- સાથે પ...

30.000 ના વોન્ટેડ ઇનામી આરોપી જે કુખ્યાત ચડ્ડી બનિયાનધારી...

SOG ના નામે ફોન કરી રૂપિયાની ઉઘરાણી કરતા નકલી પોલીસને ઝડપ...

જામનગરના મહીલા પો.સ્ટે ના ગુન્હાના આરોપીઓને ઝડપી પાડતી અમ...

અંગ્રેજી શરાબ ની 648 બોટલ ભરેલ ટ્રક ને મુદામાલ સાથે પકડી ...

63 વર્ષનો ભાભો ઇન્સ્ટાગ્રામ ઉપર ફેક-આઇ-ડી બનાવી કોલેજીયન ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

News Updates

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો અમદાવાદની બેસ્ટ એન્ટરપ્રીન્યોર્સ માની એક કંપનીનુ ફંક્શન તરવરીયા ઈજનેરોએ માણ્યુ અભિવ્યક્...

September 26, 2023

વિશિષ્ટ સેવા અને સિદ્ધિઓ બદલ જિલ્લાના 82 જેટલાં કર્મીઓ તથ...

જામનગરમાં ૧૫ ઓગષ્ટે સ્પર્ધા

કાંટાળી વાડમાંથી મળેલું ફુલ હવે અમેરિકાની ગલીઓમાં મહેકશે

વાયરલ કન્ઝકટીવાઇટીસના સંક્રમણથી બચવા માટે આટલી કાળજી રાખ...

Recent News

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો

September 26, 2023

ધ ગ્રેટ અંબાણીજી વિષે પુસ્તક લખનાર PNનુ ગ્રેટ સંબોધન

September 25, 2023

વિશિષ્ટ સેવા અને સિદ્ધિઓ બદલ જિલ્લાના 82 જેટલાં કર્મીઓ તથ...

August 15, 2023

Jamnagar

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો

September 26, 2023

જામનગરમાં ૧૫ ઓગષ્ટે સ્પર્ધા

August 12, 2023

સરકારી ન્યુ સ્કુલે નવો રાહ ચીંધ્યો

August 01, 2023

Public Voice

હેલ્લો ફ્રેન્ડ આજે મારો જન્મદિવસ છે આપ બધા આવજો મારી બર્થ...

August 21, 2022

મુસ્લિમ બિરાદરો દ્વારા કોરોના કાળના બે વર્ષ બાદ રમઝાનની ...

May 03, 2022

અઢી મહિના ના વિવાનને સ્પાઈન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બ...

June 27, 2021

Dharmik

જામનગર માં આજે કલાત્મક તાજીયા પડ માં આવશે આખરી ઓપ આપવામાં...

July 28, 2023

જામનગરમાં હર્ષોલ્લાસ થી ઈદ ઉલ ફિત્ર ની ઉજવણી કરવામાં આવી.

April 22, 2023

જામનગરના કસ્તૂરબા સ્ત્રી વિકાસ ગૃહના સ્પેશિયલ ચાઇલ્ડને સ્...

April 17, 2023

News Jamnagar is the best news website. It provides news from many areas.

Contact us : newsjamnagar52@gmail.com

@2023 - newsjamnagar.com. All Rights Reserved. Designed and Developed by Newsreach