મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
આજીવન કેદની સજા પડેલ વચગાળાના જામીન પર થી ફરાર થયેલા આરોપીને પકડી પાડતી જામનગર એસ.ઓ.જી.
News Jamnagar June 02, 2021
જામનગર
ખુન ના ગુન્હામાં આજીવન કેદની સજા પડેલ પાકા કામનો આરોપી વચગાળાના જામીન પર થી ફરાર આરોપીને પકડી પાડતી જામનગર એસ.ઓ.જી. આજથી આઠ વર્ષ પહેલા જામનગર સીટી ” બી ” ડીવી . પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરોપી ઈરફાન ઉર્ફ સોનુ અબ્બાસભાઈ કોચલીયા રહે.ગુલાબનગર , જામનગર વાળાએ ખુનનો ગુનો કરેલ હતો . જે ગુન્હામાં નામદાર સેસન્સ કોર્ટ જામનગર નાઓએ આજીવન કેદની સજા કરેલ હતી.
જેથી મજકુર જામનગર જીલ્લા જેલમાં હોય અને તા .૦૩ / ૦૧ / ૨૦૨૧ ના રોજ વચગાળાના જામીન ઉપર થી છુટયા બાદ છેલ્લા પાંચ માસથી નાસતો ફરતો હતો .
જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક દિપન ભદ્રન સા.નાઓની સુચના મુજબ તથા એસ.ઓ.જી. ના પો.સ. ઈન્સ . આર.વી.વીંછી તથા પો.સ.ઈ શ્રી વી.કે.ગઢવી ના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ,
દરમ્યાન એસ.ઓ.જી. સ્ટાફના અરજણભાઈ કોડીયાતર તથા ઘનશ્યામભાઈ ડેરવાળીયા તથા ચંન્દ્રસિંહ જાડેજા ને ખાનગી રાહે હકિકત મળેલ કે જામનગર જીલ્લાના સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના ફ.ગુ.ર.નં .૧૨૩ / ૨૦૧૩ ઇ.પી.કો કલમ ૩૦૨ , ૧૨૦ ( બી ) ના કામે ના પાકા કામના આરોપી ઈરફાન ઉર્ફ સોનુ અબ્બાસભાઈ કોચલીયા રહે.ગુલાબનગર , જામનગર વાળો તા .૦૩ / ૦૧ / ૨૦૨૧ ના રોજ જામનગર જીલ્લા જેલમાંથી વચગાળાના જામીન ઉપર છૂટયા બાદ થી ફરાર રહી જીલ્લા જેલમાં હાજર થયેલ ન હોય જેથી મજકુર મળી આવતા પકડી પાડી જેલમાં મોકલી આપવા માટે કાયદેસર કાર્યવાહી કરેલ છે , આ કાર્યવાહી પો.ઇન્સ. એસ.એસ.નિનામા તથા પો.સ.ઈ. આર.વી.વીંછી તથા વી.કે.ગઢવી ના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ના સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે .
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025