મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સલાયામાં દવાખાનુ ચલાવતો મુન્નાભાઇ એમબીબીએસ ઝડપાયો કુલ રૂ .6લાખ થી વધુના જંગી એલોપેથીક દવાના જથ્થા સાથે એલ.સી.બી.ની કાર્યવાહી
News Jamnagar June 02, 2021
દેવભૂમિ દ્વારકા
સલાયામાંથી એમ.બી.બી.એસ. ની ડીગ્રી વગરના ડોકટરને કુલ રૂ . ૬,૨૮,૮૪૩ / – ના જંગી એલોપેથીક દવાના જથ્થા સાથે પકડી પાડતી , એલ.સી.બી. – દેવભૂમિ દ્વારકા પ્રેસનોટ તા . ૦૧/૦૬/૨૦૨૧ રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ સાહેબ તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક સુનીલ જોશી સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ હાલમાં ચાલી રહેલ કોવીડ મહામારી અનુસંધાને એમ.બી.બી.એસ.ની ડીગ્રી ન ધરાવતા હોય અને એલોપેથીક દવા તથા ઇન્જકશનોની સારવાર આપતા ડોકટરોને શોધી કાઢવા એલ.સી.બી.ના પોલીસ ઇન્સ . જે એમ ચાવડ નાઓને સુચના કરેલ હોય . જે અનુસંધાને એલ.સી.બી.ના પો.સ.ઇ. એસ . વી.ગળચર નાઓ તથા એલ.સી.બી. સ્ટાફના માણસો એ.એસ.આઇ.સજુભા હમીરજી જાડેજા તથા હેડ કોન્સ .જેસલસીહ ગુલાબસીહ જાડેજા નાઓને ચોકકસ હકીકત મળેલ કે , એલોપેથીક પ્રેકટીસ કરતા ડોકટર હમીદ ઇબ્રાહીમભાઇ સંધાર રહે . વાડીનાર તા . ખંભાળીયા નાઓ ડીપ્લોમાં યોગ અને નેચરોપેથીક ડીગ્રી ધરાવે છે .
પરંતુ તેઓ એલોપેથીક કે ડોકટર તરીકેની અન્ય કોઇ ડીગ્રી ધરાવતા ન હોય તેમ છતા પણ સલાયા , રવીવારી બજારમાં મોતીયુવાલે જનરલ દવાખાનું ચલાવી . એમ.બી.બી.એસ.ની ડીગ્રી વગર એલોપેથીક ડોકટર તરીકે પ્રેકટીસ કરતા એલોપેથીક મેડીકલ પ્રેકટીસને લગતા ઇન્જકશનો તથા જુદીજુદી એલોપથીક દવાઓ આપતા હોવાની ભરોસાપાત્ર હકીકત આધારે ખંભાળીયાના બજાણા સામુહીક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર જે.એ.જોગલ નાઓ સાથે રાખી રેઇડ કરી . નીચે જણાવેલ આરોપીને જુદીજુદી ૨૯૭ જાતની જંગી અલોપેથીક દવાઓ , સીરીજ , સીરપ , નીડલ તથા મેડીકલ પ્રેકટીશને લગતા સાધનો સામાન સાથે પકડી પાડી . સલાયા મરીન પો.સ્ટે . ગુનો રેકર્ડ કરાવી . કાયદેસરની કાર્યવાહી કરેલ છે .
પકડાયેલ આરોપીનું નામ : – હમીદભાઇ સનાઓફ ઇબ્રાહીમભાઇ મોહમદભાઇ સંઘાર જાતે મુસ્લીમ વાઘેર ઉવ .૩૦ રહે , વાડીનારધાર , મરીન પોલીસ સ્ટેશન પાસે તા . ખંભાળીયા કાજે કરેલ મુદામાલ : – જુદી – જુદી ૨૯૭ પ્રકારની એલોપેથીક દવાઓ તથા ઇજેકશનો તથા સાધનો મળી કુલ રૂ . ૬,૨૮,૮૪૩ / સાથે મળી આવેલ છે .
કામગીરીમાં રહેલ અધિકારી કર્મચારી : આ કાર્યવાહી એલ.સી.બી પો.ઇન્સ . જે.એમ.ચાવડા નાઓની સુચના મુજબ પો.સ.ઇ. એસ.વી.ગળચર , પો.સ.ઇ. પી.સી. શીગરખીયા , એ.એસ , આઇ . બીપીનભાઈ જોગલ , દેવસીભાઇ ગોજીયા , કેશુરભાઇ ભાટીયા , અજીતભાઇ બારોટ , સજુભા જાડેજા , વિપુલભાઇ ડાંગર , ભરતભાઇ ચાવડા , નરસીભાઇ સોનગરા , ધર્મેન્દ્રસીહ ચુડાસમા પોલીસ હેડ કોન્સ . મસરીભાઇ આહીર , બોધાભાઇ કેશરીયા , જેસલસીહ જાડેજા , સહદેવસીહ જાડેજા , અરજણભાઇ મારૂ , બલભદ્રસીહ ગોહીલ , મહેન્દ્રસીહ જાડેજા , જીતુભાઇ હુણ , હસમુખભાઇ કટારા પોલીસ કોન્સ . વિશ્વદીપસીહ જાડેજા જોડાયા હતા .
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024