મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
રાજ્ય માં ધોરણ-૧ર ની આ વર્ષની પરીક્ષાઓ નહીં યોજાય-શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
News Jamnagar June 02, 2021
રાજ્ય
ગુજરાત ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં ધોરણ-૧ર ની આ વર્ષની પરીક્ષાઓ નહીં યોજાય-શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતીમાં દેશના વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં પ્રધાનમંત્રીશ્રીએ ધોરણ-૧રની CBSE બોર્ડ પરીક્ષા રદ કરવા લીધેલા નિર્ણયનું સમર્થન કરતા ગુજરાત સરકારનો નિર્ણય
મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયો ધોરણ-૧રની પરીક્ષા રાજ્યમાં આ વર્ષ માટે રદ કરવાનો નિર્ણય
ગુજરાત ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા યોજાતી ધોરણ-૧રની વાર્ષિક પરીક્ષા આ વર્ષ માટે રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ નિર્ણયની ભૂમિકા આપતાં જણાવ્યું કે, કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતીમાં દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિદ્યાર્થીઓના વ્યાપક આરોગ્ય હિતમાં ધોરણ-૧ર CBSE પરીક્ષાઓ આ વર્ષે નહિં યોજવાની ગઇકાલ મંગળવારે જાહેરાત કરી છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ સંદર્ભમાં વિશદ ચર્ચા-વિચારણા કરીને રાજ્ય સરકારે પ્રધાનમંત્રીશ્રીના આ નિર્ણયના સમર્થનમાં ગુજરાતમાં પણ ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧ર ની આ વર્ષે યોજાનારી પરીક્ષાઓ રદ કરવાનો એટલે કે નહિ યોજવાનો નિર્ણય કર્યો છે એમ શિક્ષણ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.
તેમણે કહ્યું કે, આ બોર્ડની પરીક્ષાઓ અંગેની હવે પછીની આગળની કાર્યવાહી ભારત સરકારની ગાઇડ લાઇન્સ – માર્ગદર્શિકા મુજબ રાજ્ય સરકાર કરશે
શિક્ષણ મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, આગામી તા.૭ મી જૂનથી શરૂ થઇ રહેલા નવા શૈક્ષણિક સત્રમાં પણ ઓનલાઇન એજ્યુકેશનની પદ્ધતિ પ્રવર્તમાન કોરોના સ્થિતીને અનુલક્ષીને યથાવત રહેશે
Tags :
You may also like
ખેતી અને પ્રકૃતિ આદિકાળથી અવિભાજ્ય અંગ છે
પ્રાકૃતિક ખેતી એટલે ખેડૂતોની ઉન્નતી ધરતીપૂત્રો માટે વાવણીથી વેચાણ સુધીનું વ્યવસ્થિત વ્યવસ્થાતંત્ર તૈયાર કરતી ગુજરાત સરકાર ૦ :: ૦૦૦ :: ...
October 23, 2024