મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
પતિનું ખૂન કર્યું પત્નીએ માતા અને ભાઈ ની મદદથી પથ્થર તેમજ તીક્ષ્ણ હથિયાર વડે માર મારી પતિને ઉતારીઓ મોતને ઘાટ .
News Jamnagar June 02, 2021
દેવભૂમિ દ્વારકા
અહેવાલ .મોહમહદ ચાકી
દેવભૂમિ દ્વારકા ના મીઠાપુર માં હત્યા.પતિ અને પત્ની વચ્ચે ના ઝગડો માં થતા પત્ની અને સાસરા પક્ષ દ્વારા હત્યા .
અવાર નવાર નાના બાળક ને લઈ પતિ અને પત્ની વચ્ચે ચાલતો હતો ઝગડો.પતી તેની પત્ની ને સમજાવટ કરવા સાસરે ગયો ત્યારે પત્ની , સાસુ અને સાળા એ પથ્થર તેમજ તીક્ષ્ણ હથિયાર વડે માર મારી હત્યા નિપજાવી…
મોડી રાત્રે હત્યાનો બનાવ બનતા જામખંભાળીયા ડીવાય એસપી ,દ્વારકા પીઆઇ અને મીઠાપુર પીએસઆઇ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી.
આ બનાવની પોલીસ દ્વારા આપવામાં આવતી વિગત મુજબ દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા ખેંગારભા સુમલાભા માણેક નામના આશરે 35 વર્ષના હિન્દુ વાઘેર યુવાનને તેમની ધર્મપત્ની સમજુબેન સાથે મનદુ:ખ હોય, છેલ્લા આશરે બે માસથી સમજુબેન તેઓના પાંચ વર્ષિય પુત્ર આર્યન સાથે પોતાના માવતરે રિસામણે બેઠી હતી.
આ દરમિયાન ગત રાત્રીના સમયે ખેંગારભા માણેક પોતાના માવતર રહેલા પત્ની સમજુબેનને મળવા સુરજકરાડીના શક્તિનગર વિસ્તારમાં જતા કોઈ કારણોસર ઉશ્કેરાઈ ગયેલા તેમના પત્ની સમજુબેન, સાળા ખેંગારભા બુધાભા ભઠડ અને સાસુ ધનબાઈ બુધાભા ભઠડ પાઈપ, કુહાડી જેવા હથિયારો વડે તૂટી પડયા હતા.
ખેંગારભા માણેક ને મોત ને ઘાટ ઉતારી દીધો હતો પોલીસએ આ બનાવમાં અંગે મૃતકના મોટાભાઈ કનુભા સુમભા ઉર્ફે સુમલાભા માણેક (ઉ.વ. 37, રહે. નરસંગ ટેકરી, દ્વારકા) ની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસે મૃતકની પત્ની સમજુબેન, સાળા ખેંગારભા તથા સાસુ ધનબાઈ સામે આઇ.પી.સી. કલમ 302, 114 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા માટેની તજવીજ હાથ ધરી છે.
Tags :
You may also like
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો અમદાવાદની બેસ્ટ એન્ટરપ્રીન્યોર્સ માની એક કંપનીનુ ફંક્શન તરવરીયા ઈજનેરોએ માણ્યુ અભિવ્યક્...
September 26, 2023