મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
શિક્ષણના માધ્યમથી દેશને વિશ્વગુરુ બનાવવા શિક્ષકોને આહવાન કરતા જિલ્લા કલેક્ટર રવિશંકર
News Jamnagar June 03, 2021
જામનગર
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી જિલ્લાના ઉચ્ચત્તર માઘ્યમિક શાળાના 41 શિક્ષકોને નિમણુંક પત્રો એનાયત કરાયા
શિક્ષણના માધ્યમથી દેશને વિશ્વગુરુ બનાવવા શિક્ષકોને આહવાન કરતા જિલ્લા કલેક્ટર રવિશંકર
જિલ્લા કલેક્ટર કચેરી જામનગર ખાતે જિલ્લાની બિનસરકારી અનુદાનિત શાળાઓના ઉચ્ચતર માધ્યમિક વિભાગના 41 શિક્ષણ સહાયકોને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નિમણૂક પત્રો એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં જિલ્લા કલેક્ટર રવિશંકર, મ્યુનિસિપલ કમિશનર સતીશ પટેલ, અધિક કલેક્ટરશ્રી રાજેન્દ્ર સરવૈયા સહિતના અધિકારીશ્રીઓ દ્વારા ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતાં
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર રવિશંકરે નિમણૂક પામેલ તમામ ઉમેદવારોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે સમાજના સર્વાંગી વિકાસમાં શિક્ષકની ભૂમિકા અતિ મહત્વની હોય છે. હાલ ચાલી રહેલ કોરોના મહામારીમાં પણ શિક્ષણ વિભાગ દ્વારા ઉત્તમ કામગીરી થઈ રહી છે અને કર્તવ્યનિષ્ઠા આ શ્રેષ્ઠ વારસાને આગામી સમયમાં પણ આપ સૌ જાળવી રાખશો તેવી સૌને આશા છે.શિક્ષણ થકી આપ સૌ ભારતને વિશ્વ ગુરુ સુધી પહોંચાડશો અને દેશના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં તમારું પાયાનું યોગદાન રહે તેવી જિલ્લા કલેક્ટરશ્રીએ આ તકે અભ્યર્થના વ્યક્ત કરી હતી.
સમગ્ર કાર્યકમનું સંચાલન ડૉ. બી.એન.દવે, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર તથા આભાર વિધિ આચાર્યશ્રી મધુબેન ભટ્ટ દ્વારા કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી એસ.એલ.ડોડીયા,ડી.ઇ.ઓ. કચેરી જામનગર ખાતે જિલ્લા શૈક્ષણીક સંઘ સંકલન સમિતિ પ્રમુખઓ, મંત્રીઓ, હોદ્દેદારો તથા શાળાઓના ટ્રસ્ટીઓ તથા આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Tags :
You may also like
ખેતી અને પ્રકૃતિ આદિકાળથી અવિભાજ્ય અંગ છે
પ્રાકૃતિક ખેતી એટલે ખેડૂતોની ઉન્નતી ધરતીપૂત્રો માટે વાવણીથી વેચાણ સુધીનું વ્યવસ્થિત વ્યવસ્થાતંત્ર તૈયાર કરતી ગુજરાત સરકાર ૦ :: ૦૦૦ :: ...
October 23, 2024