મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જાગૃત નાગરિકની ફરિયાદ અને તંત્રના પ્રયાસોથી બાળ લગ્ન અટકાવવામાં મળી સફળતા
News Jamnagar June 03, 2021
જામનગર
જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા હાથ
ધરાઈ ત્વરિત કાર્યવાહી
બાળ લગ્ન અંગે બે વર્ષ સુધીની સખત કેદની સજા તેમજ રૂ.એક લાખ સુધીના દંડની જોગવાઈ
જામનગર ગત તા.૦૨ જુન, સગીરવયના બાળકોને લગ્ન કરાવતા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે
આવ્યો છે.
જેમાં એક જાગૃત નાગરિક તથા ચાઈલ્ડ હેલ્પલાઈન ૧૦૯૮ દ્વારા અપાયેલ માહિતીના આધારે સમાજ સુરક્ષા તથા જિલ્લા બાળ સુરક્ષા વિભાગની ટીમ શહેરના બાવરી વાસ, ખોડિયાર કોલોની વિસ્તારમાં પહોંચી હતી અને ત્વરિત કાર્યવાહી હાથ ધરી તા.૦૫-૦૬-૨૦૨૧ના રોજ યોજાનાર બાળ લગ્ન અટકાવ્યા હતા.
આ અંગે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ડો.પ્રાર્થનાબેન શેરશીયાએ
જણાવ્યુ હતુ કે, એક જાગૃત નાગરીક તથા ચાઈલ્ડ હેલ્પલાઈન ૧૦૯૮ દ્વારા અમને જામનગર શહેરના બાવરી
વાસ, ખોડિયાર કોલોની વિસ્તારમાં તા.૦૫-૦૬-૨૦૨૧ના રોજ યોજાનાર લગ્ન બાળ લગ્ન હોવા અંગેની જાણ
કરાઈ હતી. જાણકારીના આધારે અમે જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી સમીરભાઈ પોરેચા, પ્રોબેશન
ઓફિસરશ્રી મનોજભાઈ વ્યાસ, લીગલ કમ પ્રોબેશન ઓફિસર જ્યોત્સનાબેન હરણ, ચાઈલ્ડ લાઈન-૧૦૯૮
અને પોલીસની ટીમને સાથે રાખીને બાવરી વાસ, ખાતે તા.૦૧-૦૬-૨૦૨૧ના રોજ પહોંચ્યા હતા. ઘટના સ્થળે
તપાસ કરતા વર અને કન્યા બંનેની ઉંમર અનુક્રમે ૨૧ વર્ષ અને ૧૫ વર્ષ હોવાનું જણાયું હતું. જેથી સમાજ
સુરક્ષા વિભાગ અને જિલ્લા બાળ સુરક્ષા એકમની ટીમે તા.૦૫-૦૬-૨૦૨૧ના રોજ થનારા લગ્ન અટકાવ્યા
હતા. ત્યારબાદ લગ્ન યોજનાર બંને પક્ષના વાલીઓ, સમાજના આગેવાનો અને સ્થાનિકોને બાળ લગ્ન વિરોધી
કાયદા અંગે સમજ આપી બાળ લગ્નના પરિણામે ઉભી થનારી સમસ્યા વિશે જાણકારી આપી હતી. ટીમે
વાલીઓ સહિતને જાણકારી આપતાં જ તેઓને પોતાની ભુલ સમજાઈ હતી અને હાલમાં આ લગ્ન નહીં
કરાવવાનો નિર્ણય કર્યો હતો.
Tags :
You may also like
મેઇક ઇન ઇન્ડીયાથી આત્મનિર્ભરતા વધશે
જામનગર ભાજપ મહાનગર યાદી કેન્દ્રીય બજેટ ૨૦૨૫ ને આવકારતુંજામનગર શહેર ભાજપ જામનગર (ભરત ભોગાયતા) ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કે...
February 03, 2025