મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
વિશ્વ સાયકલ દિવસ હવે તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપવા સાથે સંકળાયેલ છે
News Jamnagar June 03, 2021
જામનગર
ટકાઉ વિકાસ લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં ટકાઉ પરિવહન તરીકે સાયકલ કેન્દ્રની ભૂમિકા ભજવે છે
વિશ્વ સાયકલ દિવસ માટેના ઠરાવમાં “સાયકલની વિશિષ્ટતા, દીર્ધાયુષ્ય અને વૈવિધ્યતાને પ્રચલિત કરવાં માટે ઉજવવામાં આવે છે, જે બે સદીઓથી ઉપયોગમાં લેવામાં આવી છે, અને તે પરિવહનના સરળ, સસ્તું, વિશ્વસનીય, સ્વચ્છ અને પર્યાવરણ સંવર્ધન માટે નું ટકાઉ માધ્યમ છે.”
સાઈકલ બે સદીઓ થી માનવતાને સેવા આપે છે અને જીવનના વિવિધ ક્ષેત્રના લોકો વચ્ચેના અંતરને દૂર કરે છે.
સાઈકલ – વર્ગ, વર્ણ, વિચાર, વય, કે જાતીય અભિગમ અથવા અન્ય કોઈ પણ લાક્ષણિકતાને ધ્યાનમાં લીધા વિના બધા લોકો દ્વારા માણવામાં આવે છે.
સાયકલ માનવ પ્રગતિ અને પ્રગતિના પ્રતીક તરીકે “[સહનશીલતા, પરસ્પર સમજણ અને આદરને પ્રોત્સાહન આપે છે] અને સામાજિક સમાવેશ અને શાંતિની સંસ્કૃતિને [સુવિધા આપે છે].
સાઇકલ સવારી પણ એક પ્રાર્થનાં જ છે – સંતુલન – લયબદ્ધ શ્વસન અને પગ ની ગતિ સાથેનો તાલમેલ જાણે કે સંચાલિત પ્રાણાયામ છે અને જયારે આ એકતાલ થાય ત્યારે આપણે આપણાં થી વધું માં એકધ્યાનથી લીન થઈએ છીએ.
સાઇકલ સવારી આપણને આપણી શક્તિ, મર્યાદા અને સિદ્ધિ જાણવાં માટે મદદરૂપ બને છે સાથે જ શક્તિ અને સંયમ માટે પણ કેળવે છે, જે આનંદાયક તો છે જ પણ સાથે વિનમ્રતા પણ જાગૃત કરે છે. આથી જ સાયકલ ચલાવવી એ એક આધ્યાત્મિક કસરત છે કેમકે સાઇકલ સવારી આપણાં મગજના સંતુલ, સહનશક્તિ માટે આ જ કસરત પુરી પાડે છે. જેવાં આપણે સાઇકલ પર સવાર થયાં કે તરત જ તમે ખુલ્લી હવા, સૂર્ય ઉપરાંત બહારની જગ્યાઓ અને પક્ષીઓનાં કલરવ નો અવાજ અને આનંદ માણતાં થઇ જશો. તમે જ્યારે પણ સાયકલ ચલાવો છો, ત્યારે તમને ગર્વ થઈ શકે છે કે કસરત કરવાની તમારી પસંદગી પ્રકૃતિની સાથે છે, અને તમારા માટે અને ગ્રહ માટે શાંત અને સ્વસ્થ છે.
વિશ્વ સાયકલ દિવસ હવે તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપવા સાથે સંકળાયેલ છે … મધ્યમ તીવ્રતાની નિયમિત શારીરિક પ્રવૃત્તિ – જેમ કે સાયકલ ચલાવવું અથવા દોડવું – સ્વાસ્થ્ય માટે નોંધપાત્ર ફાયદા છે.
શહેરો માં વધતા ઈંધણ નાં ઉત્સર્જન અને હવાની ગુણવત્તા તેમજ માર્ગ સલામતીમાં સુધારો કરવા માટે સાઇકલ ઉત્તમ સમાધાનનો મહત્વપૂર્ણ ભાગ છે. ખાસ કરીને કોવિડ મહામારી નાં રોગચાળાને કારણે ઘણા શહેરો તેમની પરિવહન પ્રણાલીઓ પર ફરીથી વિચાર કરવો જ રહ્યો…
જામનગર સાઇકલિંગ ક્લબ દ્વારા લોકોને રોજ એક વખત સાઇકલ સવારી કરવાં વિનંતી કરવામાં આવી છે જામનગર સાઇકલ મેયર પ્રશાંત તન્ના 9825681176
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024