મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
બીલ વગરના ડીઝલના 1લાખ થી વધુ ના મુદામાલ સાથે 1ઈસમ ને ઝડપી પાડતી એસ.ઓ.જી.
News Jamnagar June 03, 2021
જામનગર
જામનગર જીલ્લાના સચાણા ગામેથી બીલ વગરનુ ડીઝલ ૧૯૫૦ લીટર કી.રૂ. ૧,૬૭ , ૨૫0 / – ના મુદામાલ ઝડપી પાડતી જામનગર એસ.ઓ.જી. જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક દિપન ભદ્રન નાઓની સુચનાથી એસ.ઓ.જી.ના પો.ઇન્સ . ના માર્ગદર્શન મુજબ તથા એસ.ઓ.જી.ના પો.સ.ઇ. આર.વી.વીંછી તથા વી.કે.ગઢવી ની સુચના મુજબ એસ.ઓ.જી. સ્ટાફના માણસો પંચકોશી ” એ ” ડીવી . પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા .
તે દરમ્યાન એસ.ઓ.જી. સ્ટાફના અરજણભાઇ કોડીયાતર તથા ઘનશ્યામભાઇ ડેરવાળીયા તથા દોલતસિંહ જાડેજા નાઓને ખાનગી રાહે હકિકત મળેલ કે , સચાણા ગામની બાજુમાં આવેલ પંતર પીરની દર્ગાની બાજુમાં આવેલ ગાંડા બાવળની જાળીમા સચાણા ગામમાં રહેતો ઈમન્યાઝ જાકુભાઈ ગંઢાર કોઈ બીલ કે આઘાર વગરના ગેરકાયદેસર ડીઝલનો જથ્થો રાખી તેનુ વેચાણ કરે છે તેવી હકીકત આધરે રેઈડ કરતા સદર જગ્યાએ થી પેટ્રોલીયમ પદાર્થે ડીઝલ ભરેલ કુલ ૩૦ કેરબા કુલ લીટર ૧૯૫૦ નો જથ્થો કોઈ બીલ કે આધાર પુરાવા વગર રાખી મળી આવતા સદરહુ ડિઝલના જથ્થાને શકપડતી મિલકત તરીકે CRPC કલમ ૧૦૨ મુજબ કજે કરી મજકુર આરોપી વિરૂધ્ધ એ.એસ.આઈ. ચંન્દ્રસિંહ જાડેજાએ કાયદેસર કાર્યવાહી કરેલ છે .
આરોપીનુ નામ : -ઈમયાઝ જાકુભાઈ ગંઢાર જાતે વાઘેર ઉવ .૨૪ ધંધો માચ્છીમારી રહે સચાણા ગામ તો.જી.જામનગર આ કાર્યવાહી પો.ઈન્સ . એસ.એસ.નીનામા ની સુચના મુજબ પો.સ.ઈ.આર.વી.વીંછી તથા વી.કે.ગઢવી તથાએસ.ઓ.જી. સ્ટાફના માણસો દ્રારા કરવામાં આવેલ છે .
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024