મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ધ્રોલના મજોઠમાં 50 ઘેટાના રહસ્યમય મોત મૃતદેહ મળ્યા. વન વિભાગ ની ટીમ વેટરનરી ડોકટર સહિત ટીમ દોડી
News Jamnagar June 03, 2021
જામનગર
ધ્રોલના મજોઠમાં 50 ઘેટાના રહસ્યમય મોત મૃતદેહ મળ્યા. વન વિભાગ ની ટીમ વેટરનરી ડોકટર સહિત ટીમ દોડી.. કોઈ જંગલી જાનવરે હુમલો કર્યો હોવાનું પશુ માલિકનું કથન, મોતનું કારણ જાણવા તપાસ શરૂ..
જામનગર જીલ્લા ના ધ્રોલ તાલુકાનાં મજોઠ ગામે એક માલધારીનાં ૫૦ થી વધુ ઘેટાનું અગમ્ય કારણોસર મોત થયા હતા. કોઇ જંગલી પશુ દ્વારા ઘેટા પર કોઇ હુમલો કર્યો હોય અને મોત થયાનું માલિકે જણાવ્યું હતું. પરંતુ મોતનું કોઇ ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી. વનવિભાગ, વેટરનીટી ડોક્ટર સહીતનાં સ્ટાફે સ્થળની મુલાકાત લીધી હતી.
બાઈટ :- શાહિદભાઇ મકરાણી, આર.એફ.ઓ, નોર્મલ વનવિભાગ, ધ્રોલ.
ધ્રોલ તાલુકાનાં મજોઠ ગામે રહેતા કાનાભાઇ લાખાભાઇ ઝાંપડાનાં વાડામાં તા. ૩૧ની રાત્રીનાં અગમ્ય કારણોસાર ૫૦ થી વધુ ઘેટાનાં અચાનક મોત થયા હતા.જેથી માલધારી હતપ્રભ થઇ ગયા હતા અને તા. ૧ના આગેવાનો મારફત તાલુકા પંચાયતને જાણ કરાતા પશુ ડોક્ટર અને વનવિભાગ સહીતનાં વિભાગોને જાણ કરવામાં આવી હતી. આ ઘેટાઓનાં મોત કોઇ રાની પશુએ ચાર પાંચ ઘેટા પર હુમલો કરવાથી અને બાકીનાં હુમલાથી ભયનાં કારણે મૃત્યુ પામ્યાનું માલધારીએ જણાવ્યું હતું. ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારીને જાણ કરાતા તેઓ ઘટનાસ્થળ પર દોડી ગયા હતા. વેટરનીટી ડોક્ટરને જાણ કરાઇ હતી. પરંતુ માલિક દ્વારા ઘેટાઓનાં મૃતદેહો દુર કરાયા હતા.તે સ્થળ પર મૃતદેહોને પશુઓએ ફાડી ખાધા હતા. આથી મૃત પશુઓનું પીએમ થઇ શકયું ન હતું.વન વિભાગ દ્વારા જંગલી જનાવર બાબતે સતત બે દિવસ સુધી તપાસ હાથ ધરાઇ હતી. પરંતુ કોઇ જંગલી જનાવરે હુમલો કર્યો ન હોવાનું વનવિભાગની પ્રાથમિક તપાસમાં જણાયું ન હતું. ઘટના બે દિવસ બાદ પ્રકાશમાં આવી હોય ઘેટાઓનાં મોતનું રહસ્ય વધુ ઘેરું બન્યું છે.જંગલી પશુના સગડ, ફૂટમાર્ક ન મળ્યા વન વિભાગે તા. ૧ અને ૨ એમ બે દિવસ સ્થળ પર જંગલી પશુ દ્વારા ઘેટા પર હુમલો કરાયા અને તેથી મોત થયા બાબતે તપાસ હાથ ધરી હતી. ૫૦ જેટલા ઘેટાનાં મોત થયાનું વાત સાચી છે. અમારી ટીમે સ્થળ પર જ્યાં હુમલો થયો હતો ત્યાં અને જ્યાં મૃતદેહો નાંખવામાં આવ્યા હતાં તે સ્થળો પર તપાસ કરી હતી. પરંતુ કોઇ ખરોચ કે જંગલી પશુનાં સગળ, ફુટમાર્ક કે વન્ય પશુઓ દ્વારા ઘેટાને મારેલા હોય એવું પ્રાથમિક દ્રષ્ટીએ જણાયું નથી.
અહેવાલ :- સાગર સંઘાણી :-જામનગર
Tags :
You may also like
મેઇક ઇન ઇન્ડીયાથી આત્મનિર્ભરતા વધશે
જામનગર ભાજપ મહાનગર યાદી કેન્દ્રીય બજેટ ૨૦૨૫ ને આવકારતુંજામનગર શહેર ભાજપ જામનગર (ભરત ભોગાયતા) ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કે...
February 03, 2025