મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
કોરોના વેકસીન રજીસ્ટ્રેશનની આ સરળ રીત જાણો અને જલ્દીથી પોતાનું રજીસ્ટ્રેશન સુનિશ્ચિત કરો.
News Jamnagar June 04, 2021
જામનગર
જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૮ થી ૪૪ વર્ષના તમામ લોકો ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી વેકસીન લઇ શકશે
જામનગરના યુવાઓને સત્વરે રજીસ્ટ્રેશન કરાવી વેકસીન લેવા
મ્યુનિસિપલ કમિશનરનો અનુરોધ
જામનગર,04- જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૮ થી ૪૪ વર્ષની વયના તમામ લોકો ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવીને કોરોનાની રસી લઇ શકશે. આ માટે વેબસાઇટઃ https://selfregistration.cowin.gov.in પર રજિસ્ટ્રેશન કરાવી શકશે. આ રજિસ્ટ્રેશન માટે આપેલ લિંક ઓપન કરી રજિસ્ટ્રેશન પોટૅલ પર જઈ રજિસ્ટ્રેશનનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. જેમાં તમારો મોબાઈલ નંબર આપીને ગેટ OTP પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારા મોબાઈલ નંબર પર OTP આવશે, જે 180 સેકન્ડમાં સબમિટ કરવાનો રહેશે.
OTP સબમિટ કરતાં જ નવું પેજ ખુલશે, જેમાં તમારી વિગતો ભરવાની રહેશે. જેમાં, ફોટો આઇ.ડી. માટે આધાર ઉપરાંત ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, પાસપોર્ટ, પેન્શન, પાસબુક, એન.પી.આર. સ્માર્ટ કાર્ડ કે વોટર આઇ.ડી. પણ માન્ય રહેશે.
હવે તેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરી આઇ.ડી. નંબર આપવાનો રહેશે. તેમાં નામ, જાતિ, જન્મ તારીખ જણાવવાની રહેશે અને ત્યારબાદ રજીસ્ટર/સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
ત્યારબાદ શેડ્યુલ બટન પર ક્લિક કરવાનું રહેશે અને પછી Schedule Now બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ નજીકનું કોવિડ વેક્સિનેશન સેન્ટર પસંદ કરવાનો વિકલ્પ મળશે. જે પીનકોડ અથવા ડિસ્ટ્રિક્ટથી સર્ચ કરવાનું રહેશે.
ડિસ્ટ્રિક્ટથી સેન્ટર પસંદ કરવાં માટે ગુજરાત અને ત્યારબાદ જામનગર કોર્પોરેશન પસંદ કરવાનું રહેશે. સેન્ટર સિલેક્ટ કર્યા બાદ તમે અનુકૂળ સમયનો સ્લોટ પસંદ કરી શકો છો અને ત્યારબાદ કન્ફર્મ બટન પર ક્લિક કરવાથી તમારી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થશે. આ રસીકરણનો લાભ લેવાં કુટુંબીજનો અને સ્નેહીજનો સાથે જામનગરના યુવાઓ ઝડપથી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવે તે માટે મ્યુનિસિપલ કમિશનર શ્રી સતિષ પટેલે અપીલ કરી છે.
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024