મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર સહિતસમગ્ર ગુજરાત ખાતે પી. આઈ. યુ. (હેલ્થ) ના ઈજનેરોએ કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન કર્યો હતું
News Jamnagar June 07, 2021
જામનગર
આરોગ્ય વિભાગ હેઠળ કામ કરતા એન્જીનીયરોની કફોડી હાલત રજુઆતો છતા નિરાકરણ નહી આવતા ગાંધીચિંધ્યા માર્ગે આંદોલનનામંડાણઃહોસ્પિટલોની કામગીરી પરઆડઅસરઃહડતાલની પણ ચિમકી હવે નમતુ નથી જોખવુ….ભરી પીવુ છે
જામનગર શનિવારે પી. આઈ. યુ હેલ્થ વિભાગમાં કામ કરતા ઈજનેરોના પડતર પ્રશ્નો તથા મંગાણીઓ જેમ કે પગારમાં વધારો કરવો, કોન્ટ્રાકટ પ્રથા નાબૂદ કરવી, કાયમી નોકરી તથા સંલગ્ન લાભો આપવા, પગાર ધોરણમાં દર વર્ષે વાર્ષિક વધારો કરવો જેવી માંગો ઘણા વર્ષોથી કરવામાં આવી હતી. જેને માટે સરકારને ઘણા આવેદનપત્રો પણ આપવામાં આવ્યા હતા. પરંતુ સરકાર દ્વારા કોઈ સકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો નથી.
પી.આઈ.યુ ખાતે કાર્યરત ઈજનેરોના પગાર ખુબ જ ઓછા હોવા છતાં ઓગસ્ટ 2015 ના સામાન્ય પગાર વધારા બાદ છેલ્લા 10 વર્ષથી કોઈ વધારો કરવામાં આવેલ નથી. ન્યુન્તમ ઓછા હોવા છતાં અન્ય કોઈ પ્રકારના લાભ આપવામાં આવતા નથી. છેલ્લા દોઢ વર્ષથી અણધારી આવી પડેલ કોરોનાની વૈશ્વિક મહામારીએ દરેક સ્તરે અનેક પડકારો વચ્ચે ઓછુ વેતન મેળવનારા ઈજનેરઓને વિકટ સંજોગોનું નિર્માણ થતું હતું. પી.આઈ.યુ ખાતે કાર્યરત તમામ ઈજનેરો મહામારી દરમિયાન પોતાના પરિવારથી દૂર રહીને ફરજ બજાવી રહ્યા છે જેમાં અમુક ઈજનેરો કોરોના સંક્રમિત થતા તેઓના પરિવારો પણ કોરોના સંક્રમિત થઈને જીવ ગુમાવ્યા છે. જેને કારણે સ્વજન ગુમાવના કિસ્સાઓમાં આર્થિક ઉપરાંત સામાજિક પડકારો પણ ઉભા થયાં છે. આ પડકારો સામે રાહત મેળવવાના આશયથી કેટલીક માંગણીઓ કરવામાં આવી હતી. વાર્ષિક પગારમાં વધારો, 3 વર્ષથી વધુ કામ કરનારા ઈજનેરોને કાયમી કરવા, કાયમી કર્મચારીઓને તમામ લાભ આપવા, ઈજનેરોમે ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ ગણીને પ્રોત્સાહન આપવું, પી.આઇ.યુ. ના ઈજનેરઓને મરનોઉપરાંત 1 કરોડની સહાય કરવી, નિયમો અનુસાર બઢતી આપવી, ફરજ દરમિયાન કાનૂની રક્ષણ આપવું તમામ લાગણીઓનું સરકાર હકારાત્મક ઉકેલ નહીં આપે તો ઈજનેરો દ્વારા સર્વ સંમતિથી કાળી પટ્ટી ધારણ કરી અને પેન ડાઉન કરીને વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી આપવામાં આવી હતી.
આરોગ્ય વિભાગમાં કામ કરતા ઇજનેરો એટલે કે, પીઆઇયુના ઇજનેરોના પાગર, કાયમી નોકરી, કોન્ટ્રાક્ટર પ્રથા નાબુદ કરવી જેવા પ્રાણ પ્રશ્નો છે જે અંગે પીઆઇયુ એન્જીનીયર એસોસીએશન દ્વારા વારંવાર સંબંધીત અધિકારી તથા સરકારમાં વારંવાર રજુઆતો પણ કરી હતી તેમ છતા તેમના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી જેને પગલે હવે ઇજનેર એસો.દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે તો આગામી દિવસોમાં પેનડાઉન અને હડતાલના કાર્યક્રમો પણ આપવામાં આવ્યા છે.
પી.આઇ.યુ. હેલ્થ વિભાગમાં કામ કરતાં ઇજનેરોના પડતર પ્રશ્નો તથા માંગણીઓ જવી કે પગાર વધારો, કોન્ટ્રાક્ટ પ્રથા નાબુદ કરવી, કાયમી નોકરી તથા તેને સંલગ્ન લાભો આપવા, પગાર ધોરણમાં દર વર્ષે વાર્ષિક ઇજાફો આપવો તથા બીજી અન્ય માંગણીઓ ઘણા વર્ષોથી કરવામાં આવેલ છે. તે માટે વિભાગ અને સરકારમાં વિવિધ આવેદનપત્રો પણ આપવામાં આવેલ છે. તેમ છતાં આજદિન સુધી આ બધી માંગણીઓ કે પડતર પ્રશ્નો વિષયે સરકાર દ્વારા કોઇ સકારાત્મક નિર્ણય કરવામાં આવેલ નથી. આજની મોંઘવારી તથા કોરોના કાળમાં ખુબ જ ન્યુનતમ વેતન સાથે કામ કરતા આ ઇજનેરોના છુટકે પોતાની માંગણીઓ સંતોષવા માટે ગાંધીચિંધ્યા માર્ગે સવિનય વિરોધ પ્રદર્શન કરવાની ફરજ પડેલ છે.
ઉપરોક્ત વિષયને ધ્યાને લઇ આજ રોજ સમગ્ર ગુજરાત માટે પી.આઇ.યુ.(હેલ્થ)ના તમામ ઇજનેરો દ્વારા પોતાની ફરજ પર હાજર રહીને ફરજની કામગીરી ચાલુ રાખીને દરેક ઇજનેરોએ કાળી પટ્ટી બાંધી ગાંધીચિંધ્યા માર્ગે વિરોધ પ્રદર્શન કર્યો છે અને આગામી દિવસોમાં પણ આજ પ્રકારે વિરોધ ચાલુ રાખવામાં આવશે. જો સુખદ નિરાકરણ નહીં આવે તો આ કર્મચારી એસોસીએસન દ્વારા પેનડાઉન સહિતના વિવિધ કાર્યક્રમો પણ આપશે જે અંગે ની લડત મા જામનગર પી.આઇ.યુ. સહિત સમગ્ર ગુજરાતના કર્મચારીઓ લડતમા જોડાયા છે અને નમતુ ન જોખી બાયો ચડાવી ભરી પીવા સજ્જ થયાનો મુડ જોવા મળે છે
Tags :
You may also like
ખેતી અને પ્રકૃતિ આદિકાળથી અવિભાજ્ય અંગ છે
પ્રાકૃતિક ખેતી એટલે ખેડૂતોની ઉન્નતી ધરતીપૂત્રો માટે વાવણીથી વેચાણ સુધીનું વ્યવસ્થિત વ્યવસ્થાતંત્ર તૈયાર કરતી ગુજરાત સરકાર ૦ :: ૦૦૦ :: ...
October 23, 2024