મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
79 દિવસ વેન્ટીલેટર ઉપર અને 125 દિવસ ICU માં રહી મૃત્યુને મ્હાત આપતી સાડા પાંચ મહિનાની ક્રિવા
News Jamnagar June 07, 2021
જામનગર
જામનગરમાં સૌરાષ્ટ્ર પ્રાંતની પ્રથમ ઘટના, માસૂમે મોતને આપી મ્હાત સાડા પાંચ મહિને જન્મેલી નવજાત બાળકીને નવું જીવન આપ્યું.
79 દિવસ વેન્ટીલેટર ઉપર અને 125 દિવસ ICU માં રહી મૃત્યુને મ્હાત આપી ક્રિવા જિંદગીનાં આરંભે જ જીવલેણ કસોટીમાં ઉતીર્ણ ખાનગી આયુષ ન્યુ બોર્ન કેર સેન્ટરની ઐતિહાસિક સફળતા
જામનગરની આયુષ ન્યુબોર્ન કેર સેન્ટરે વધુ એક મોટી સફળતા મેળવી છે. માતાના અવિકસિત ગર્ભ માંથી સાડાપાંચ મહીને જન્મેલી બાળકીએ 79 દિવસ વેન્ટિલેટર પર તથા 125 દિવસ એનઆઈસીયુમાં રહીને મૃત્યુને મ્હાત આપી છે. જે સૌરાષ્ટ્રનો કદાચ પ્રથમ કેસ હશે કે કોઈ નવજાતશિશુએ 125 દિવસ સારવાર લઇને નવજીવન મેળવ્યું હોય.
બાઈટ : ડો. રોનક ઓઝા, તબીબ, આયુષ ન્યુબોર્ન કેર સેન્ટર,
25 અઠવાડિયા એટલે કે સાડા પાંચ મહીનાના અવિકસિત ગર્ભમાંથી અધૂરા માસે જન્મ પામેલી એક બાળકીનું વજન માત્ર 575 ગ્રામ હતું. આ બાળકી 79 જેટલા લાંબા દિવસ સુધી વેન્ટિલેટર પર તથા એનઆઈસીયુમાં 125 દિવસ સુધી રહી હતી. આ વય જૂથ માટે સૌરાષ્ટ્રમાં કદાચ આ બાળકીની સૌથી લાંબી સફર NICU માં રહી હશે. અધૂરા માસે જન્મતા બાળકોમાં રહેલી તમામ મુશ્કેલીઓ આ બાળકીની અંદર પણ હતી. પરંતુ આયુષ હોસ્પિટલની ટીમ દ્વારા આ પડકાર જીલી અને બાળકીને નવજીવન આપવામાં આવ્યું છે. સગર્ભાવસ્થાના 25 અઠવાડિયે જન્મ પામેલ 575 ગ્રામ વજન ધરાવતી બાળકીની 125 દિવસ ની લાંબી સફર બાદ તેમનું વજન 2200 ગ્રામ જેટલું વધી ગયું હતું.
બાળકને ફેફસાંની તકલીફ,હૃદયની નળી ખુલી રહેવી, આંતરડાની તકલીફ, શ્વાસ ભૂલવું, ચેપ લાગવો, મગજનો યોગ્ય વિકાસ થવો, આંખનો વિકાસ, લોહીના આવશ્યક તત્વોમાં ફેરફાર તેમજ ઉણપ વગેરે ડોક્ટર માટે અત્યંત પડકારરૂપ હતી.પરંતુ અતિ આધુનિક ટેકનોલોજી તથા મશીનરી ધરાવતી આયુષ હોસ્પિટલ તથા સમગ્ર ટીમે આ પડકારને હરાવી અનેક મોટી સફળતા હાથ ધરી છે.સાથે સાથે બાળકીના માતા પિતાની ધીરજ અને તેનો ડોક્ટર પરનો વિશ્વાસ એ પણ ખુબ જ સરાહનીય હતો.
કોરોનાના કપરા કાળમાં દર્દીઓ 15 કે 20 દિવસ વેન્ટિલેટર પર રહેતા હોય છે છતાં પણ ક્યાંકને ક્યાંક તેઓ ભાંગી પડતા હોય છે, ત્યાં આ નાનકડું બાળપુષ્પ 79 દિવસ સુધી વેન્ટીલેટર પર રહી મોતને મ્હાત આપી જાણે હાલારમાં એક નવો જ સુરજ ઉગાડતી હોય તેવુ લાગે છે.
બાળકીના માતા-પિતાએ આ અંગે જણાવ્યું હતું કે આયુષ ન્યુબોર્ન કેર સેન્ટર આપણા જામનગર વિસ્તાર માટે ખરેખર એક આર્શીવાદ સમાન છે.સમાજમાં અધૂરા માસે જન્મ તા બાળકોની જો સમયસર ટ્રિટમેન્ટ કરવામાં આવે તો તેને નવું જીવન મળી શકે છે.રાજકોટ અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં જે ફેસિલિટી મળે છે તે ફેસીલીટી હવે આપણા જામનગર શહેરમાં બાળકીના માતાપિતાએ રૂબરૂ જોઈ અને અનુભવી છે.અધૂરા માસે જન્મતા આવા બાળકોને બચાવવા માટે થોડી લોકજાગૃતિ કેળવાય અને સમયસર તેની ટ્રીટમેન્ટ થાય એવી સમાજના નાગરિક તરીકે તેણીના માતાપિતાએ હિમાયત કરી છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ચાર સુધી પણ અમે અમારી ધીરજ ન ખોઈ અને આખરે અમને સફળતા મળી.અભિમન્યુ નું સૂત્ર અમે યાદ રાખ્યુ હતું, “હિંમત થી હારજો પણ હિંમત ન હારજો” અનેક ઉતરાવ ચડાવ બાદ અને ડોક્ટરોની 24 કલાક ની હાજરી આ બધું જ સફળતાના સોપાનો સર કરવા માટે કાફી હતું અને અમે સફળ થયા.
અહેવાલ .સબીર દલ
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024