મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
નવાનગર નેચર કલબ દ્વારા આશીર્વાદ સોસાયટીમાં શહેરમાં પ્રથમ ઓક્સિજન પાર્કનું નિર્માણ
News Jamnagar June 07, 2021
જામનગર
નવાનગર નેચર કલબ દ્વારા આશીર્વાદ સોસાયટીમાં શહેરમાં પ્રથમ ઓક્સિજન પાર્કનું નિર્માણ..
તાજેતરમાં કોરોના મહામારીમાં ઓક્સિજન મેળવવા માટે સરકાર દ્વારા લાખો રૂપિયા નો ખર્ચ કરવામાં આવ્યો હતો.છતાં પણ ઓક્સિજનના અભાવે અનેક લોકોએ જીવ ગુમાવ્યાંના દાખલાઓ સામે આવ્યા છે.જેન કારણે લોકોને હવે વૃક્ષોનું મહત્વ સમજાવવા લાગ્યું છે. કપાતા જંગલો અને માનવનિર્મિત પ્રદૂષણને કારણે આજે સમગ્ર વિશ્વ એક ગંભીર કટોકટી તરફ જઈ રહ્યું છે.
લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા આવે અને લોકો ઈશ્વરે આપેલ આ સુંદર પ્રકૃતિ નો આદર કરતા શીખે તે માટે શહેરની પર્યાવરણ પ્રેમી સંસ્થા નવાનગર નેચર કલબ અવ-નવા નવતર પ્રયત્નો કરી રહી છે.
જામનગર નજીક પટેલ પાર્કમાં આવેલ આશીર્વાદ સોસાયટીમાં આશરે દસ હજાર ફૂટ જગ્યામાં ઓક્સિજન પાર્ક બનાવવામાં આવશે સંસ્થા દ્વારા આ જગ્યા ઉપર વધુમાં વધુ ઓક્સિજન આપતા 10 પ્રકારના 98વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.
આવનાર દિવસોમાં શહેરની અનેક સોસાયટી માટે આવા ઓક્સિજન પાર્ક બને તે માટે રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા અપીલ કરવામાં આવી હતી.સંસ્થાની પ્રવૃતિઓ તેમજ મહિલાઓ ને કિચન અને હોમ ગાર્ડનિંગ તેમજ આંગણે વાવી સરળતાથી વાવી શકાય તેવા વૃક્ષોની માહિતી નવાનગર નેચર કલબના મહિલા પ્રમુખ અને વોર્ડ નં-15 કોર્પો8 શ્રીમતી *હર્ષાબા જાડેજા* એ આપી હતી. બનાવવા માટે પ્રેરણા મળે.આ ઓક્સિજન પાર્ક સહેર અન્ય વિસ્તારો માટે પ્રેરણા રૂપ બને તે માટે વૃક્ષારોપણ પ્રસંગે રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર બીનાબેન કોઠારી, ચેરમેન મનીષ કટારીયા. શહેર ભા.જ.પ અધ્યક્ષ શ્રી *બિમલભાઈ કગથરા* તથા નવાનગર નેચર કલબના પ્રમુખ વિજયસિંહ જાડેજા,ટ્રસ્ટી શ પ્રવિણસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.. સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે પરેશ દોમડિયા (શહેર ભા. જ. પ મંત્રી),ભાવેશ વાઘેલા,જેન્તીભાઈ તથા આશિર્વાદ સોસાયટીના કાર્યકર્તા ઓએ જહેમત ઉઠાવી હતી..
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024