મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
કલ્યાણપુર પંથક માંથી ગેરકાયદેસર બોકસાઇડના જથ્થા સહિત લાખો રૂપિયા નો મુદ્દામાલ જપ્ત કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ
News Jamnagar June 07, 2021
દેવભૂમિ દ્વારકા
કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામની સીમમાંથી ગેરકાયદેસર બોકસાઇડના જથ્થાનો સંગ્રહ , પરીવહન કરતા બે ટ્રકો તથા જે.સી.બી. વાહનો સાથે કુલ રૂ .૨૯,૯૦,૦૦૦ / – નો મુદામાલ પકડી પાડતી – એલ.સી.બી.દેવભૂમિ દ્વારકા તા .૦૬ / ૦૬ / ૨૦૨૧ નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિહ સાહેબ , રાજકોટ વિભાગના તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વડા સુનીલ જોષી સાહેબનાઓએ કલ્યાણપુર તાલુકા વિસ્તારમાં બોકસાઇડ ખનીજના ખનન માફીયો દ્વારા રાત્રીના અનઅધિકૃત બોકસાઇડ ચોરી કરતા ઇસમો સામે કડક કાર્યવાહી કરવા સુચના કરતા એલ.સી.બી. પોલીસ ઇન્સ. જે.એમ.ચાવડા નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના પો.સ.ઇ. એસ.વી.ગળચર ના સ્ટાફના માણસોની બે ટીમો સાથે કલ્યાણપુર તાલુકા વિસ્તારમાં મોડી રાત્રીના પેટ્રોલીંગમાં હતા
તે દરમ્યાન એલ.સી.બી.ના પો.સ.ઇ. એસ.વી.ગળચરને ખાનગી બાતમી રાહે હકીકત મળેલ કે , મોડી રાત્રીના કલ્યાણપુરના મેવાસા ગામે ઓરીએન્ટ એબ્રેસીવ કંપની કોઠારીયા માઇન્સ મેવાસા ગામના સર્વે નંબર -૩૩૦ ની લીઝમાંથી બોક્સાઇટનો જથ્થો પડેલ જે એક જે.સી.બી. વાહન તથા બે ટ્રકો મારફતે ગેરકાયદેસર રીતે કંપનીની લીઝમાંથી દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝ નામના સ્ટોક યાર્ડમાં કોઇપણ રોયલ્ટી પાસ કે ખનીજ વિભાગની મંજુરી વગર હેરફેર કરે છે . આવી હકીકત મળતા એલ.સી.બી , ની ટીમો દ્વારા મોડી રાત્રીના સર્ચ ઓપરેશન હાથ ધરી મેવાસા ગામની કોઠારીયા સીમમાં કંપની વિસ્તારમાંથી ટ્રક નં . GJ – 37-1-9324 માં બોક્સાઇટનો જથ્થો ભરેલ ટ્રક રોકાવી . ચાલક કાનજીભાઇ પરબતભાઇ ખાણધર ઉ.વ .૨૪ રહે.જામગઢકા ગામ તા.કલ્યાણપુર વાળા પાસે રોયલ્ટી કે પરવાનગી ન હોય . જેથી બોકસાઇડ ભરેલ સ્થળે આવતા બીજો ખાલી ટ્રક નં . GJ – 10 – x – 8800 અને જે.સી.બી. મશીન રજી . નં . GJ – 10 – x – 5300 વાહનો પડેલ . તપાસ કરતા ટ્રક માલીક હાર્દીકભાઇ ભીમશીભાઇ ગાધેરના કહેવા મુજબ જે.સી.બી. મારફતે ગેરકાયદેસર બોકસાઇડ ભરી રાણ ગામની સીમમાં દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝના સ્ટોકયાર્ડમાં ફેરો કરેલ .
જેથી તાત્કાલીક ખાણ ખનીજ વિભાગના માઇન્સ સુપરવાઇઝરશ્રી એચ.જી પ્રજાપતિ તથા સર્વેયર આર.બી.ગરસાણીયાની ટીમ બોલાવી . સ્થળ તપાસણી કરાવતા અંદાજિત ૩૦૦૦ મેટ્રીક ટન આશરે કિ.રૂ. ૩૫,૦૦,૦૦૦ / – બોકસાઇડના જથ્થાને સીઝ કરેલ છે . ગેરકાયદેસર બોકસાઇડના જથ્થામાં પરીવહન માટે ઉપયોગ વાહનો : ( ૧ ) ટાટા કંપનીનો ૩૧૧૮ મોડલનો ટ્રક નં . GJ – 37-1-9324 વાહન ( બાર વ્હીલવાળો ) કિ.રૂ. ૧૦,૦૦,૦૦૦ / તથા સદરહું ટ્રકમાં ૧૮.૦૦ મેટ્રીક ટન ગે.કા. બોકસાઇડ જથ્થો ભરેલ કિ.રૂ. ૯૦,૦૦૦ / ( ર ) ટાટા કંપનીનો ર ૫૧૫ મોડલનો ટ્રક નં . GJ – 10 – x – 8800 વાહન ( દશ વ્હીલવાળો ) કિ.રૂ. ૫,૦૦,૦૦૦ / ( ૩ ) JCB 3Dx જેના રજી.નંબર જે.જે .૧૦ – એક્સ -૫૩૦૦ કી.રૂા .૧૪,૦૦,૦૦૦ / કામગીરી કરનાર ટીમ આ કાર્યવાહી એલ.સી.બી જે.એમ.ચાવડાના માર્ગદર્શન મુજબ એસ.વી.ગળચર , પી.સી . શીંગરખીયા , ASI શ્રી ભરતભાઇ ચાવડા , અજીતભાઇ બારોટ દેવસીભાઇ ગોજીયા , સજુભા જાડેજા કેશુરભાઇ ભાટીયા , વિપુલભાઇ ડાંગર , નરસીભાઇ સોનગરા , ધર્મેન્દ્રસીહ ચુડાસમા Hc મસરીભાઇ આહીર , બોઘાભાઇ કેશરીયા , લાખાભાઇ પિંડારીયા , જીતુભાઇ હુણ , અરજણભાઇ મારૂ , બલભદ્રસીહ ગોહીલ , જેસલસીહ જાડેજા , સહદેવસીંહ જાડેજા , મહેન્દ્રસીહ જાડેજા , હસમુખભાઈ કટારા PC વિશ્વદીપસીહ જાડેજા જોડાયા હતા .
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024