મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ખંભાળીયા ગેટ પોલીસ ચોકીના પીએસઆઈ ની સરાહનિય કામગીરી 2 લાખ થી વધુ નો વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડ્યો.
News Jamnagar June 08, 2021
જામનગર
જામનગર શહેરમાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ -૫૮૮ તથા મુદામાલની ગાડી મળી કુલ કી.રૂ .૩,૯૪,૦૦૦ / -ના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડતી જામનગર ખંભાળીયા ગેટ પોલીસ ચોકી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન જામનગર જીલ્લામાં દારૂાજગારની બદી નાબુદ કરવા પોલીસ અધિક્ષક દિપન ભદ્રન સાહેબની સુચના અને મદદનીશ પોલીસ અધિક્ષક નિતેશ પાંડે સાહેબના માર્ગદર્શન તથા પો.ઇન્સ એમ.જે.જલું સાહેબેએ આપેલ સુચના મુજબ આજરોજ સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. એસ.પી.સોઢા સાહેબ સાથે ખંભાળીયા ગેટ પોલીસ ચોકી સ્ટાફના માણસો ખંભાળીયા ગેટ પોલીસ ચોકી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા .
દરમ્યાન પો.કોન્સ.વિનોદભાઇ જેશાભાઇ જાદવ તથા પો.કોન્સ.પ્રણવભાઇ ખીમાભાઇ વસરાને ખાનગી રાહે મળેલ હકીકત આધારે જામનગર શહેરના લાલપુર બાયપાસ ચેક પોસ્ટ પાસે કુદરત ગૌશાળા તરફ જવાના કાચા રસ્તા પરથી એક છોટા હાથી ગાડી જેના રજી નં . GJ – 10-1-14 વાળી ગાડી માથી ગે.કા. ઇગ્લીશ દારૂનો જથ્થો બોટલ નંગ -૫૮૮ કી.રૂ .૨,૯૪,૦૦૦ / -નો મુદામાલનો દારૂ તથા છોટા હાથી ગાડી કિ.રૂ .૧,૦૦,૦૦૦ / – મળી કુલ મુદામાલ રૂ .૩,૯૪,૦૦૦ / -ના મુદામાલ સાથે પકડી પાડી આરોપીઓ વિરુધ્ધ પો.કોન્સ . વિનોદભાઇ જેશાભાઈ જાદવ એ ફરીયાદ રિપોર્ટ આપતા પો.સબ ઇન્સ . શ્રી એસ.પી.સોઢા સાહેબે પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.અને આરોપીનો કોરોના ટેસ્ટ કરાવવા પોલીસ સ્ટેશન ખાતે કોરોન્ટાઇન કરેલ છે .
આરોપી . શાહનવાઝ ઉર્ફે ટોની દિલાવરભાઇ દરજાદા જાતે મકરાણી ઉ.વ .૨૮ ધધો ડ્રાઇવીંગ રહે . | ગેબનશા પિરનો વાળો ખોજા ગેઇટ મદીના મજીદ પાસે જામનગર પકડવાનો બાકી આરોપી- વશીમ યુસુફભાઇ દરજાદા રહે – મોરકંડા રોડ સનસીટી ૦૨ જામનગર તથા તપાસમાં ખુલે તે આરોપી આ કામગીરી પો.ઇન્સ . એમ.જે.જલુ સાહેબની સુચનાથી પોલીસ સબ ઇન્સ . એસ.પી.સોઢા તથા પો.હેડ કોન્સ.એચ.એ.પરમાર તથા પો.કોન્સ . વિનોદભાઇ જેશાભાઇ જાદવ તથા પ્રણવભાઇ ખીમાભાઇ વસરા . તથા પો.કોન્સ.મેરૂભાઇ વેલજીભાઇ ભુડીયા તથા પો.કોન્સ . અનિલભાઇ બાબુભાઇ જીલરીયા દ્વારા કરવામાં આવેલ છે.
Tags :
You may also like
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો અમદાવાદની બેસ્ટ એન્ટરપ્રીન્યોર્સ માની એક કંપનીનુ ફંક્શન તરવરીયા ઈજનેરોએ માણ્યુ અભિવ્યક્...
September 26, 2023