મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
વીજરખી ડેમ પાસેથી ગાંજા સાથે બે ઇસમને પકડી પાડતી જામનગર એસ.ઓ.જી
News Jamnagar June 09, 2021
જામનગર
વીજરખી ડેમ પાસેથી ગાંજા સાથે બે ઇસમને પકડી પાડતી જામનગર એસ.ઓ.જી. ગુજરાત રાજ્યમાં નશાના વેપાર ઉપર રોક લગાવવા અને નશાખોરી રોકવા માટે અને તે દિશામાં પરીણામલક્ષી કામગીરી કરવા મ્યું . પોલીસ મહાનિર્દેશકશ્રી ગુજરાત રાજ્ય નાઓ દ્વારા ખાસ ડ્રાઈવનું આયોજન કરેલ હોય જે અનુસંધાને પોલીસ અધિક્ષક દીપન ભદ્રન સાહેબ દ્વારા જામનગર જીલ્લામાં આ બાબતે કડક કાર્યવાહી કરવા સુચના કરેલ તે અનુસંધાને આજરોજ એસ.ઓ.જી.ના પોલીસ ઈન્સપેકટર એસ.એસ.નિનામા તથા પો.સ.ઈ. આર.વી.વીંછી તથા વી.કે.ગઢવી નાઓના નેતૃત્વ વાળી ટીમના રવિભાઈ બુજડ તથા હીતેશભાઈ ચાવડા ને મળેલ ખાનગી બાતમી આધારે કાલાવડ જામનગર રોડ વીજરખી ડેમ પાસેથી બે ઈસમ હીરો હોન્ડા મો.સા. રજી નં . GJ – 10 – OF – 4716 ઉપર એક પ્લાસ્ટીકની થેલી લઈને આવતા હોય જેને રોકી ચેક કરતા તેમાંથી ગેર કાયદેસર કેફી પદાર્થ ગાંજો ૧ કીલો ૫૩૦ ગ્રામ કી.રૂા . ૧૫૩૦૦ / – સાથે નામ ( ૧ ) અબ્દુલ લતીફ ઓસમાણ સમા ( ૨ ) અખ્તર યુસુફભાઈ સુમરા રહે . બન્ને કાલાવડ બન્નેને પકડી કુલ મુદામાલ રૂા . ૩૫,૩૦૦ / – સાથે મળી આવતા તેના વિરૂધ્ધ પંચકોષી એ ડીવી પો.સ્ટે.માં પો.સ.ઈ.શ્રી આર.વી.વીંછી નાઓએ એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે . આ કાર્યવાહી એસ.ઓ.જી. પોલીસ ઈન્સપેકટર એસ.એસ.નિનામા તથા પો.સ.ઈ. વી.કે.ગઢવી તથા એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે .
Tags :
You may also like
મેઇક ઇન ઇન્ડીયાથી આત્મનિર્ભરતા વધશે
જામનગર ભાજપ મહાનગર યાદી કેન્દ્રીય બજેટ ૨૦૨૫ ને આવકારતુંજામનગર શહેર ભાજપ જામનગર (ભરત ભોગાયતા) ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કે...
February 03, 2025