મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ડીગ્રી વગર ના ઘોડા ડોકટર ને પકડી પાડતી જામનગર એસ.ઓ.જી.
News Jamnagar June 09, 2021
જામનગર
કાનાલુરા ગામ માંથી ડીગ્રી વગર ના ડોકટર ને પકડી પાડતી જામનગર એસ.ઓ.જી.પોલીસ જામનગરના પોલીસ અધિક્ષક દીપન ભદ્રન સા.નાઓની સુચના તથા એસ.ઓ.જી. ના પોલીસ ઇન્સપેકટર એસ.એસ.નિનામા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર વી . કે.ગઢવી તથા આર.વી.વીંછીના માર્ગદર્શન મુજબ જામનગર ગ્રામ્ય વિસ્તારમાં એસ.ઓ.જી.સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એસ.ઓ.જી.સ્ટાફના રમેશભાઈ ચાવડા તથા મયુદીનભાઈ સૈયદ તથા સંદિપભાઈ ચુડાસમા ને બાતમી મળેલ કે , કાનાલુસ ગામ તા.લાલપુર જી.જામનગર માં તુષારકાંતિ અધિકારી નામનો ઈસમ મેડીકલ ડોકટર ને લગતી ડિગ્રી ધરાવતા ના હોવા છતા મજકુર ઇસમ દર્દીઓને તપાસી તે દર્દી ઓને અલગ અલગ પ્રકારની દવાઓ આપી પૈસા વસુલ કરે છે . તેવી હકિકત આધારે રેઇડ કરી મજકુરના કજામાથી ( ૧ ) માઈક્રોટોન નામની કંપનીનું સ્ટેથોસ્કોપ -૧ કી.રૂ. ૩૦૦ / – ( ૨ ) આર.એસ. કંપનીના લૂકોશ ના ૭૫૦ એમ.એલ ના પ્રવાહી ભરેલ બાટલા નંગ -૬ , એક બાટલાની કી.રૂ .૪૦ એમ કુલ -૬ બાટલાની કુલ કી રૂ .૨૪૦ / – ( ૩ ) બાટલા ચડાવવાની એ.ટી.પી.એલ. કંપનીની આઈવીસેટ ( નળી ) નંગ -૫ તથા ગ્રેવીટી કંપનીની આઈવીસેટ ( નળી ) નંગ -૧૦ એમ કુલ આઈવીસેટ નંગ -૧૫ , એક આઈવીસેટ ની કી.રૂ .૧૦ , એમ કુલ -૧૫ આઈવીસેટ ની કુલ કી.રૂ .૧૫૦ / – ( ૪ ) ડિસ્પોવેન કંપનીના ઈજેકશન ૫ એમ.એલ.ના નંગ -૧૪ , એક ઈજેકશનની કી.રૂ. – ૫ એમ કુલ -૧૪ ઈજેકશનની કુલ કી.રૂ .૭૦ / – ( ૫ ) ડિસ્પોરેન કંપનીના ઈજેકશને ૩ એમ.એલ.ના નંગ -૧૭ , એક ઈજેકશનની કી.રૂ. – ૩ એમ કુલ -૧૭ ઈજેકશનની કુલ કી.રૂ .૫૧ / – ( ૬ ) જુદી જુદી કંપનીઓના ઈજેકશન કુલ કી.રૂ .૧૫૦૦ / – ( ૭ ) જુદી જુદી કંપનીઓની દવાઓ કુલ કી.રૂ. ૨૦૦ / -લેખે એમ કુલ રૂ .૨,૧૧૧ / – નો મુદામાલ કબજે કરી પોલીસ હેડ કોન્સ . દિનેશભાઈ સાગઠીયા એ મજકુર વિરૂધ્ધ ગુજરાત મેડકીલ પ્રેકટીશનર્સ એકટ હેઠળ ફરીયાદ આપી કાયદેસર કાર્યવાહી કરેલ છે . આરોપી : તુષારકાંતિ S / O ગોપાલચંન્દ્ર અધિકારી ઉવ .૪૮ ધંધો નોકરી રહે હાલ કાનાલુશ ગામ , રણજીતસિંહ ચૌહાણ ના મકાનમાં તા.લાલપુર જી . જામનગર મુળ રહે ઓમડી બેરીયા ગામ , મોહીસાદલ પોલીસ સ્ટેશન છે . પુર્વ મેદનીપુર , પશ્ચીમ બંગાળ રાજય આ કાર્યવાહી પો.ઇન્સ. એસ.એસ.નિનામાં તથા પો.સ.ઈ. આર.વી.વીંછી તથા વી.કે.ગઢવી સા . ની સુચના થી એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે .
Tags :
You may also like
મેઇક ઇન ઇન્ડીયાથી આત્મનિર્ભરતા વધશે
જામનગર ભાજપ મહાનગર યાદી કેન્દ્રીય બજેટ ૨૦૨૫ ને આવકારતુંજામનગર શહેર ભાજપ જામનગર (ભરત ભોગાયતા) ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કે...
February 03, 2025