મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
માનવકંકાલ માંથી ખૂનનો ભેદ ઉકેલતા કાલાવડના મહિલા પી એસ આઇ એચ.વી.પટેલ ની ઉમદા કામગીરી .દિવસરાત એક કરી ઉકેલયો મહિલાના ખૂનને ભેદ.
News Jamnagar June 09, 2021
જામનગર
કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન નાની ભલસાણ ગામની કાળીધાર સીમમા અવાવરૂ જગ્યા માથી મળી આવેલ સ્ત્રી માનવકંકાલ ( હાડપીંજર ) નો ખુનનો ભેદ ઉકેલ થતા સામે આવી વિગતઅનૈતીક શરીર સબંધ બાંધવાની ઇચ્છાથી હેરાન પરેશાન કરતા હોય જેથી આ બાબતે સધન તપાસ હાથ ધરતા આ ( ૧ ) ભુરા છગન વાજેલીયા રહે લલોઇ ગામ તથા ( ૨ ) રસીક મકા વાઘેલા રહે – નાની ભલસાણ ગામ વાળાઓએ મરણજનાર મધુબેન સાથે અનૈતીક શરીર સબંધ બાંધવાની ઇચ્છા થી તેને કણજારીયુ ડેમની પાળ નીચે આવેલ અવાવરૂ જગ્યામાં લઇ જતા જ્યા મરણજનાર મધુબેને ઇન્કાર કરી બન્ને આરોપીઓને જેમ ફાવે તેમ ભુંડા ગાળો બોલી બન્નેને નાતમા વાત કરી બન્નેને નાત બહાર કરવાની તેમજ પોલીસ કેશ કરવાની ધમકી આપેલ અને રાડા રાડી કરવા લાગેલ જેથી બન્ને આરોપીઓ ને પોતાની ઉપર ઇજ્જત આબરૂનો કે બળાત્કારનો કેશ કરશે કે નાતમા જાણ કરશે તો નાત બહાર જવું પડશે અથવા જેલમાં રહેવું પડશે અને આબરૂ જશે તેવી બીક લાગતા મરણજનાર મધુબેન ઉપર સતત ખીજ ચડતા આવેશમાં આવી જઇ આરોપી રસીકે મરણજનાર મધુબેન ના પગ પકડેલ અને આરોપી ભુરાએ મરણજનાર મધુબેન ની ચુંદડી માથી લીરો ફાડી મધુબેન ને ગળા ટુંપો આપી ગળુ દબાવીને જાનથી મારી નાખી ખુન કરેલ ની હકીકત પોલીસ સમક્ષ જાહેર કરેલ.
કાલાવડ ગ્રામ્ય પોલીસ પોલીસ અધિક્ષક દિપેન ભદ્રન સાહેબની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક જામ . ગ્રામ્ય વિભાગ કુણાલ દેસાઇ સાહેબ તથા ધ્રોલ સર્કલ ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર એ.જે.પટેલ સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના નાની ભલસાણ ગામની કાળીધાર સીમમા કળજારીયુ ડેમની પાળ નીચે આવેલ અવાવરૂ જગ્યા માથી સ્ત્રી માનવકંકાલ ( હાડપીંજર ) મળી આવેલ હોય જે બાબતે સધન તપાસ કરી માનવકંકાલની ઓળખ કરી ગુનાહીત કુત્ય જણાયે કાયદેસર કાર્યવાહી કરવા માર્ગદર્શન તથા સુચના થઇ આવેલ હોય.
મહિલા પી એસ આઇ .એચ. વી .પટેલ.ફાઈલતસ્વીર
જે આધારે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન અમોત નં -૨૦ / ૨૦૨૧ સી.આર.પી.સી. કલમ ૧૭૪ મુજબનો પ્રાથમીક બનાવ જાહેર થયેલ જે બનાવની તપાસ કાલાવડ ગ્રામ્ય પો.સ્ટે . થાણા અધિકારી પો.સબ.ઇન્સ એચ.વી.પટેલ સાહેબ ના કરી રહેલ હોય અને નાની ભલસાણ ગામની કાળીધાર સીમમા કળજારીયુ ડેમની પાળ નીચે આવેલ અવાવરૂ જગ્યા માથી મળી આવેલ સ્ત્રી માનવકંકાલ ( હાડપિંજર) ઉ.વ. આશરે ૪૦ થી ૪૫ વાળીના પહેરવેશ ઉપરથી પ્રાથમીક દ્રષ્ટીએ સદરહુ સ્ત્રી માનવકેકાલ કોઇ | દેવીપુજક બહેનનું હોવાનુ જણાય આવેલ હોય.
જેથી તે દીશામાં આગળ આજુબાજુના ગામોમાં રહેતા દેવીપુજક સમાજના અલગ – અલગ વ્યક્તીઓની સધન પુછપરછ કરતા સદરહુ સ્ત્રી માનવકંકાલ મધુબેન વા / ઓ . રમેશભાઇ માધાભાઇ વાઘેલા ઉ.વ .૨૦ રહે.હાલ ચેલાબેડી ગામ વાળીનુ હોવાનું જણાય આવેલ હોય અને આ બાબતે મરણજનાર મધુબેન વા . / ઓ . રમેશભાઇ વાઘેલાના ભત્રીજા જમાઇ રામજીભાઇ ઉફે રામો સ . / ઓ . મોહનભાઇ મંજરીયા રહે – ચેલાબેડી ગામ વાળાની પુછપરછ કરતા તેઓના ફાજી સાસુ મધુબેન આશરે વીસેક દિવસ પહેલા માનતા પુરી કરવા સારૂ નીકળેલ હોવાનું જણાવેલ હોય તેમજ આ મધુબેનને લલોઇ ગામે રહેતા ભુરા છગન ગાજેલીયા તથા નાની ભલસાણ ગામે રહેતા રસીક મકા વાઘેલા અનૈતીક શરીર સબંધ બાંધવાની ઇચ્છાથી હેરાન પરેશાન કરતા હોય જેથી આ બાબતે સધન તપાસ હાથ ધરતા આ ( ૧ ) ભુરા છગન વાજેલીયા રહે લલોઇ ગામ તથા ( ૨ ) રસીક મકા વાઘેલા રહે – નાની ભલસાણ ગામ વાળાઓએ મરણજનાર મધુબેન સાથે અનૈતીક શરીર સબંધ બાંધવાની ઇચ્છા થી તેને કણજારીયુ ડેમની પાળ નીચે આવેલ અવાવરૂ જગ્યામાં લઇ જતા જ્યા મરણજનાર મધુબેને ઇન્કાર કરી બન્ને આરોપીઓને જેમ ફાવે તેમ ભુંડા ગાળો બોલી બન્નેને નાતમા વાત કરી બન્નેને નાત બહાર કરવાની તેમજ પોલીસ કેશ કરવાની ધમકી આપેલ અને રાડા રાડી કરવા લાગેલ જેથી બન્ને આરોપીઓ ને પોતાની ઉપર ઇજ્જત આબરૂનો કે બળાત્કારનો કેશ કરશે કે નાતમા જાણ કરશે તો નાત બહાર જવું પડશે અથવા જેલમાં રહેવું પડશે અને આબરૂ જશે તેવી બીક લાગતા મરણજનાર મધુબેન ઉપર સતત ખીજ ચડતા આવેશમાં આવી જઇ આરોપી રસીકે મરણજનાર મધુબેન ના પગ પકડેલ અને આરોપી ભુરાએ મરણજનાર મધુબેન ની ચુંદડી માથી લીરો ફાડી મધુબેન ને ગળા ટુંપો આપી ગળુ દબાવીને જાનથી મારી નાખી ખુન કરેલ ની હકીકત ફલીત થતા મરણજનાર મધુબેનના જમાઇ રામજીભાઇ ઉંકે રામો સ . / ઓ . મોહનભાઇ મંજરીયા રહે – ચેલાબેડી ગામ વાળાની ધોરણસરની ફરીયાદ લઇ કાલાવડ ગ્રામ્ય પો.સ્ટે . એફ.આઇ.આર.નં -૧૧૨૦૨૦૫૬૨૧૦૪૪૮ / ૨૦૨૧ આઇ.પી.સી. કલમ ૩૦૨,૧૧૪ મુજબનો ગુનો રજી . કરી આરોપીઓની શોધખોળ કરવા સારૂ અલગ અલગ ટીમો બનાવી ખાનગી બાતમીદારોને ખુનના બનાવથી વાકેફ કરી સધન પેટ્રોલીંગ કરતા આ કામેના આરોપીઓ ( ૧ ) ભુરાભાઇ સ / ઓ . છગનભાઇ દેવાભાઇ વાજેલીયા જાતે દેવીપુજક ઉ.વ. – ૪૭ ધંધો – મજુરી તથા માલ ઢોર ની લે – વેચ રહે . લલોઇ ગામ , સાવલી જવાના રસ્તે , મેલડી માતાના મંદીર પાસે , તા . કાલાવડ જી , જામનગર તથા ( ૨ ) રસીકભાઇ સ / ઓ . મકાભાઇ તરસીભાઇ વાઘેલા જાતે – દેવીપુજક ઉ.વ. – ૨૨ ધંધો – મજુરી તથા માલ ઢોર ની લે – વેચ રહે હાલ- નાની ભલસાણ ગામ , સતી માતાના મંદીર પાસે , તા . કાલાવડ જી , જામનગર રહે મુળ – દડીયા ગામ તા . જી , જામનગર વાળાઓને કાલાવડ તાલુકાના રામપર ( રવેશીયા ) ગામની વીડી વિસ્તારમાં ગીચ જંગલ વાળા ડુંગર પર આવેલ ભરાળી માતાના મંદીર પાસે થી પકડી પાડેલ હોય અને આજરોજ તા .૦૮ / ૦ Q૨૦૨૧ ના કલાક -૧૮ / ૩૦ વાગ્યે ર્ધારણસર અટક કરેલ છે . આ કામગીરી કરનાર ટીમના અધિકારી / કર્મચારીઓ ; PS .. એચ.વી.પટેલ A.S. , એસ.આર.ચાવડા H.C. આર.એચ.કરમુર P.૯ કુલદીપસિંહ ચંદુભા જાડેજા Pc માલદેવસિંહ ભરતસિંહ ઝાલા P.C મયુરસિંહ ચંદ્રસિંહ જાડેજા Pc મનહરસિંહ નરેન્દ્રસિંહ જાડેજા Pc હિતેષભાઇ કનાભાઇ કઠેચીયા Pc ચંદ્રેશભાઇ છગનભાઇ પરમાર નાઓએ કરેલ છે .
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024