મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
નબળી પ્રી -મોન્સુન કામગીરી અંગે પગલા લેવા અંગે વિરોધ પક્ષ દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું.
News Jamnagar June 10, 2021
જામનગર
નબળી પ્રી -મોન્સુન કામગીરી અંગે પગલા લેવા અંગે વિરોધ પક્ષ દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું.
ચોમાસું નજીક હોય , મહાનગરપાલિકા દર વખતની જેમ છેલ્લે છેલ્લે વરસાદી પાણીના નિકાલની કેનાલો સાફ કરવા માટેની કામગીરી શરુ કરેલ છે . આ કામગીરી ઘણી મોડી શરૂ કરેલ છે.અને કેનાલ સાફ થાય છે . તેના કરતા કાગળ ઉપર સફાઈ વધારે થાય છે . અને છેલ્લે કોર્પોરેશન ની તીજોરી સાફ થશે . આ કામગીરી અંગે કુલ ૪૬,૦૦,૦૦૦ / – જેવી મોટી રકમ મંજુર કરવામાં આવેલ છે.દસ અલગ – અલગ ભાગ પાડવામાં આવેલ છે.અને અલગ – અલગ જગ્યાએ કામગીરી ના નાટક ચાલુ થયેલ છે .
આ કામગીરી માટે જે ટેન્ડરો બહાર પાડવામાં આવેલા છે.તેમાં ઘરના ભુવા અને ઘર ના ડાકલા જેવો ધાર થયેલ છે . આ કામગીરી અત્યંત ધીમી થાય છે.અને વરસાદ થાય તેની રાહ જોવાઈ રહી છે.જેથી વરસાદ આવે પ્રી – મોન્સુન કામગીરી પુરેપુરી દેખાડીને તમામ બીલો બનાવી દેવામાં આવે . પ્રી – મોન્સુન કામગીરી કેવી થઇ રહી છે.તે અંગે વર્તમાન પત્રોમાં છેલ્લા અઠવાડિયા થી ફોટા સહીત કચરાથી ખદબદતી કેનાલોના ફોટા સાથે વિગતો પ્રગટ થઇ રહી છે .
છતાં મહાનગરપાલિકાના કોઈપણ અધિકારી કે શાશક પક્ષે આ બાબતે કોઈ જાહેર રસ્પષ્ટતા કે હકીકત જાહેર કરવાની તસદી પણ લીધેલ નથી.અને અખબારી અહેવાલો સચોટ હોય કહી કહેવાપણું રહેતું નથી .ચોમાસામાં વરસાદ શરુ થયે ફરી અનેક જગ્યાઓમાં પાણી ભરાશે , લોકો હેરાન પરેશાન થશે.અને જાન મહાલનું નુકશાન થશે .
તે વધારામાં.આથી આ આવેદન પત્રથી અમો વિરોધપક્ષ સ્પસ્ટ ચેતવણી આપીએ છીએ કે જો પ્રી – મોન્સુન કામગીરી પુરેપુરી અને યોગ્ય રીતે નહિ થાય તો આ અંગે આંદોલન કરવામાં આવશે , અને ખોટા બીલો બનાવી જામનગર ની જનતા ને ટેકસના નાણાની ઉચાપત કરવા માટે અને જવાબદારો પાસેથી વસુલ કરવા અંગે કોર્ટ કાર્યવાહી પણ કરવામાં આવશે . જેની સ્પષ્ટ પણે ચીમકી આપીએ છીએ શારા પક્ષ ના મળતિયા કોન્ટ્રાકટરોને પ્રી – મોન્સુન કામગીરીના નામે મહાનગરપાલિકાની તિજોરી ઉપર લુટ કરવા નહિ દઈએ.જેની દરેક નોંધ લેવા જનતા ને જણાવેલ છે.
અહેવાલ સબીર દલ
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024