મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જાહેર સંસ્થાઓને નજીવા દરે થશે ઘાસની ઉપલબ્ધિ જામનગર વન વિભાગ હેઠળની બિન અનામત વીડિઓ જાહેર સંસ્થાઓને બેઠેથાળે અપાશે
News Jamnagar June 11, 2021
જામનગર
સંસ્થાએ નિયત નમુનામાં આગામી તારીખ 10 જુલાઈ સુધીમાં અરજી કરવાની રહેશે
જામનગર તા.10 જૂન
જાહેર સંસ્થાઓને નજીવા દરે ઘાસ વાઢી લઈ જવા જામનગર વન વિભાગ હેઠળની બિન અનામત વીડીઓ અગ્રતાક્રમ મુજબ જાહેર સંસ્થાઓને સને ૨૦૨૧ – ર૨ નાં વર્ષ માટે સરકારનાં ધારા ધોરણ મુજબ નકકી કરેલ કિંમતે અને શરતોએ બેઠે થાળે આપવામાં આવનાર છે. જે માટે સંસ્થાઓએ તેમની નિયત નમુનાની અરજી જરૂરી કબુલાત નામા સાથે આગામી તા.૧૦/૦૭/૨૦૨૧ સુધીમાં નાયબ વન સંરક્ષકની કચેરી, જામનગર ખાતે મોકલી આપવાની રહેશે.
અરજી સાથે નીચે મુજબની માહિતી રજૂ કરવાની રહેશે
સંસ્થા હસ્તકનાં પશુધનની સંખ્યા, સંસ્થા હસ્તકની વીડીની તેમજ તેમાં ઉત્પન્ન થતાં ઘાસચારાની કિ.ગ્રા. માં વિગત, પાંજરાપોળ અથવા સંસ્થા ગૌસંવર્ધન સાથે જોડાયેલી સંસ્થાઓ માટે જિલ્લા પશુ સંવર્ધન અધિકારીનો દાખલો, માલધારી સહકારી મંડળીનાં કિસ્સામાં સંસ્થાનું કાર્યમથક અને વીડીઓ વચ્ચેનાં સૌથી ટુંકા અંતરની વિગત, ગ્રામ પંચાયતાનાં કિસ્સામાં સહી – સિકકા સાથેનાં પંચાયતનો ઠરાવ તથા પંચાયત હસ્તક ગૌચર તેમજ ઢોર ચરાવી શકાય તેવા પડતર ખરાબા વિસ્તાર તથા ગામના પશુધનની સંખ્યા, ગત વર્ષમાં પંચાયત , મંડળી , પાંજરાપોળ તથા સંસ્થાએ વીડી રાખેલ હોય તો તેનાં ખર્ચનાં હિસાબ અંગેનું પ્રમાણપત્ર અરજી ફોર્મ સાથે રજૂ કરવું તેમજ મંડળી કે સંસ્થાએ કે પંચાયતે કરેલ ગત વર્ષનાં વહિવટનાં આંકડાની નફા – નુકશાન સાથે સરવૈયાની નકલ રજૂ કરવી. ગૌશાળા પાંજરાપોળ કે માલધારી મંડળી રજીસ્ટ્રેશન થયાની પ્રમાણિત નકલ રજૂ કરવી.
અગાઉના વર્ષમાં વન વિભાગની કોઈપણ વીડી રાખેલ હોય તો તેની કોઈ રકમ સંસ્થા પાસે બાકી નથી તે અંગેનો દાખલો સંબંધિત રેન્જ ફોરેસ્ટ ઓફિસર પાસેથી મેળવી રજૂ કરવો, પ્લાન્ટેશન વિસ્તાર સિવાયના ભાગમાંથી જ ઘાસ એકત્ર કરવાનું રહેશે.પ્લાન્ટેશનને કોઈ નુકશાની થશે તેની જવાબદારી સંબંધિત સંસ્થાની રહેશે. પંચાયતનાં કિસ્સામાં આ વીડીનો વહિવટ નિયમ મુજબ કરવામાં આવેલ છે તે અંગેનું સ્થાનિક તલાટી કમ મંત્રીનું પ્રમાણપત્ર ૨જૂ કરવાનું રહેશે, મંડળનાં કિસ્સામાં મંડળના ઓડીટ રીપોર્ટની પ્રમાણિત નકલ રજુ કરવાની રહેશે, ગૌશાળા તથા પાંજરાપોળનાં કિસ્સામાં ટ્રસ્ટ રજીસ્ટ્રેશનની પ્રમાણીત તેમજ ગત વર્ષનાં ઓડીટનું સરવૈયુ આપવું અને જો ઓડીટ થયેલ ન હોય તો તે બાબતનું કારણ સાથેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. ઉપરોકત તમામ સૂચવેલ પૂરાવાઓ રજૂ કરવામાં તથા કરારનામાની શરતો પરિપૂર્ણ કરવામાં તેઓ નિષ્ફળ જશે તો વીડી મેળવવા માટેનો તેમનો કોઈ હકક રહેશે નહી.બીન અનામત વીડીઓ માત્ર એક સાલી ધોરણે ફાળવવામાં આવશે.
સહભાગી વન વ્યવસ્થા હેઠળ રજીસ્ટર્ડ થયેલ ગામ, વન વિભાગના અધિકાર પત્ર મેળવેલ વન સમિતિ તથા મંડળી કાર્ય કરતી હશે તો તેવી સમિતિને તે ગામની વીડીની ફાળવવામાં પ્રાથમિકતા આપવામાં આવશે અને ત્યાર બાદ સ્થાનિક ગૌશાળા, પાંજરાપોળ કે જે ગૌસંવર્ધનનું કામ કરતી હોય તે સંસ્થા, સ્થાનિક માલધારી સહકારી મંડળી, સ્થાનિક દુધ ઉત્પાદક મંડળી, સ્થાનિક ગ્રામ પંચાયતને અગ્રતાક્રમ અપાશે.
વધુ માર્ગદર્શન કે અન્ય જાણકારી માટે નાયબ વન સંરક્ષકશ્રીની કચેરી, જામનગર વન વિભાગ, ગંજીવાડા, જામનગર ખાતે સંપર્ક કરી શકાશે.
ફાઈલ તસ્વીર
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025