મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
શહેર મહિલા પોલીસ સ્ટેશનનો નવતર પ્રયોગ ઘરેલુ પ્રશ્નો માં બન્ને પક્ષોનું ઓનલાઇન કાઉન્સેલીંગ કરાવતી મહિલા પોલીસ
News Jamnagar June 11, 2021
રાજકોટ
શહેર મહિલા પોલીસ સ્ટેશનનો નવતર પ્રયોગ ઘરેલુ પ્રશ્નો માં બન્ને પક્ષોનું ઓનલાઇન કાઉન્સેલીંગ કરાવતી મહિલા પોલીસ સ્ટેશનની પ્ટે . પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સાહેબ , સંયુકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ સાહેબ , નાયબ પોલીસ કમિશ્નર ઝોન – ર મનોહરસિંહ જાડેજા તથા મદદનિશ પોલીસ કમિશ્નર જે.એસ.ગેડમ સાહેબ ની સુચના અને માર્ગદર્શન મુજબ રાજકોટ શહેર મહિલા પોલીસ સ્ટેશન ખાતે ઘરેલુ પ્રશ્નો લઇ ને આવતા અરજદારશ્રીનો લગ્ન સંસાર તુટે નહી અને તેમના બાળકો મા – બાપ વગરના ન થાય તેમજ તેમનો પરીવાર રૂપી માળો વિખેરાય નહીં તે માટે બન્ને પક્ષોનું વ્યવસ્થીત , યોગ્ય કાઉન્સેલીંગ કરી ઘરેલુ પ્રશ્નોનો હલ લાવી બન્ને પક્ષોનું સમાધાન કરાવવાના ઉમદા હેતુથી મહિલા પોલીસ સ્ટેશનની ટીમ કામગીરી કરે છે .
હાલમાં કોરોના જેવી મહામારીને ધ્યાનમાં લઇ કોરોના સંક્રમણ વધતુ અટકાવી શકાય અને અરજદારશ્રીએ તેમના ઘરેલું પ્રશ્ન બાબતે મહિલા પોલીસ સ્ટેશન ખાતે અરજી કરેલ હોય જેમા અરજદારશ્રીના તમામ પ્રશ્નોનું નિવારણ પણ લાવી શકાય તેમજ અરજદારનું પુન : સ્થાપન થઇ શકે તેવા શુભ હેતુથી અરજદાર રાજકોટ મુકામે રહેતા હોય અને તેમના સામાવાળા પક્ષ ( સાસરીયા પક્ષ ) બહારગામ રહેતા હોય તેવી પરીસ્થીતીમાં તેમજ હાલ કોરોના કાળ દરમ્યાન સામાવાળા બહારગામથી મહિલા પોલીસ સ્ટેશન ખાતે આવી શકે તેમ ન હોય અને અરજદારના પ્રશ્નોનું ઘર બેઠા ઉકેલ આવી શકે અને કોરોના જેવી ભયંકર બીમારીથી બચી શકે તે માટે રાજકોટ મહિલા પોલીસ સ્ટેશન ટીમ દ્વારા મહિલા પોલીસ સ્ટેશન ખાતે સોશ્યલ મિડીયાનો સદઉપયોગ કરી ઓનલાઇન ઝુમ એપ્લીકેશન દ્વારા અરજદારશ્રીને તથા તેમના સામાવાળા પક્ષો ( સાસરીયા પક્ષ ) નું પોલીસ અધિકારી તથા પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલરોને સાથે રાખી ઓનલાઇન કાઉન્સેલીંગ કરવામાં આવેલ જેમાં બન્ને પક્ષો વચ્ચે સકારાત્મક પરિણામ લાવી શકાયેલ છે . આમ અરજદારશ્રીના પ્રશ્નોનું સંતોષકારક નિવારણ ઘર બેઠા તાત્કાલીક લાવી શકાશે અને આ રીતે કોરોના સંક્રમણ વધતુ પણ અટકાવી શકાય તે માટેનો નવતર પ્રયોગ કરી રાજકોટ શહેર મહિલા પોલીસ સ્ટેશનની ટીમ સફળ રહેલ છે .
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024