મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
પેટ્રોલ,ડીઝલ, ગેસના ભાવને લઈને કોંગ્રેસ મેદાને વિરોધ પ્રદર્શન કર્યું.
News Jamnagar June 11, 2021
જામનગર
આજરોજ તારીખ ૧૧/૦૬/૨૧ ને ગુરુવારના રોજ સવારે 11–00 કલાકે જામનગર શહેર કોંગ્રેસ સમિતિના માનનીય અધ્યક્ષ વિરેન્દ્રસિહ જાડેજા (દિગુભા) સાહેબ તથા વિરોધપક્ષ ના નેતા અલ્તાફભાઇ ખફી નાં અધ્યક્ષસ્થાને શરૂક શેકશન રોડ ઉપર શીવમ પેટ્રોલ પંપ ની બાજુ માં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં અસહ્ય વધારાની સામે ધરણાં/ પ્રદર્શન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમા શહેર પ્રમુખ દિગુભા જાડેજા આગળ મોદી ના માસ્ક પહેલા ડબલ સવારી સાયકલ ચલાવી અને સ્થળ ઉપર પહોંચ્યા હતા ,જીલ્લા મહિલા પ્રમુખ નયનાબા જાડેજા પણ સાયકલ ચલાવી ને પહોચ્યા હતા શહેર મહિલા પ્રમુખ રંજનબેન ગજેરા ઢોલ સાથે લઈ ને વિરોધ કરવા પહોચ્યા હતા.
હાલ આ કોરોના ની મહામારી માં અનેક પરિવારો બેહાલ થઇ ગયા છે અને રોજગારી પણ છીનવાઈ ગઈ છે આવા કપરાં સંજોગો આ આંધળી અને બહેરી સરકાર નાં અણઘડ વહીવટ થી સમગ્ર ભારતની પ્રજા ને જીવન જીવવું દુષ્કર બની ગયું છે તેના વિરોધ માં આજરોજ ધરણાં પ્રદર્શન નો કાર્યક્રમ કરી સુત્રોચાર કરી રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.
ઉપરોક્ત કાયૅક્રમ માં જામનગર શહેર કોંગ્રેસ સમિતિના માનનીય અધ્યક્ષ દિગુભા જાડેજા તથા વિરોધપક્ષ નેતા અલ્તાફભાઇ ખફી,શહેર ઓ.બી.સી.79 વિધાનસભા પ્રમુખ રામદે ઓડેદરા 78 વિધાનસભા પ્રમુખ સંજયભાઈ કાંબલીયા સાથે હાજરી આપી જેમા જામનગર શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો,ચુંટાયેલા કોર્પોરેટરશ્રીઓ વિવધ સેલના પ્રમુખો જામનગર શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
વિરેન્દ્રસિહ જાડેજા (દિગુભા) પ્રમુખ જામનગર શહેર કોંગ્રેસ સમિતિ અલ્તાફભાઇ ખફી વિરોધપક્ષ નેતા જામનગર મહાનગર પાલિકા
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024