મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સમગ્ર જિલ્લામાં આગામી તા.10 જુલાઇ સુધી હથીયારબંધી ફરમાવતુ જાહેરનામુ બહાર પડાયુ
News Jamnagar June 12, 2021
જામનગર
જામનગર તા.12 જૂન: જામનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા યોગ્ય રીતે જળવાઇ રહે અને કોઇ અનિચ્છનિય બનાવ ન બને તેની તકેદારી રાખવા અધિક જિલ્લા મેજીસ્ટેટશ્રી રાજેન્દ્ર સરવૈયા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ હેઠળ સમગ્ર જિલ્લામાં તા.૧૧/૦૬/૨૦૨૧ના ૧૧:૦૦ કલાક થી તા.૧૦/૦૭/૨૦૨૧ ના ૨૪:૦૦ કલાક સુધી સમગ્ર જિલ્લામાં હથીયાર બંધી ફરમાવતુ જાહેરનામુ બહાર પાડેલ છે.
ઉપરોક્ત સમય દરમ્યાન શસ્ત્ર, દંડા, તલવાર, ભાલા, ધોકા, છરી, લાકડી અથવા લાઠી અથવા શારીરીક ઇજા પહોંચાડી શકે તેવા કોઇપણ સાધન લઇ જવા, કોઇપણ ક્ષયકારી અથવા સ્ફોટક દારૂગોળા વિગેરે પદાર્થો લઇ જવા, પથ્થરો અથવા ફેકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા વસ્તુ ફેકવા કે ધકેલવાના યંત્રો સાથે લઇ જવા, મનુષ્ય અથવા તેના શબ અથવા આકૃતીઓ અથવા પુતળા દેખાડવા કે બાળવા, અપમાનો કરવાના અથવા જાહેર કરવાના ઇરાદાથી જાહેરમાં બીભત્સ સુત્રો પોકારવા, ગીતો ગાવા કે ટોળામાં ફરવા બાબતે પ્રતિબંધ ફરમાવવમાં આવેલ છે.
આ જાહેરનામુ ફરજ પરનાં અધિકારીઓ, કર્મચારીઓ, હોમગાર્ડ, ગ્રામરક્ષકદળનાં સભ્યો કે જેમને ફરજ નિમીતે હથીયાર રાખવાની આવશ્યકતા હોય તેને તેમજ સરકારી અધીકારી, કર્મચારી હથીયાર ધરાવતા હોય તેને, જેઓને શારીરિક અશક્તિને કારણે લાઠી રાખવાની પરવાનગી આપેલ હોય તેને, પોલીસ સબ ઈન્સપેકટરથી ઉતરના દરજ્જાના ન હોય તેવા પોલીસ અધીકારીઓને, પોતાના લગ્ન પ્રસંગે તલવાર રાખેલ વરરાજાને, યજ્ઞોપવિત અપાતુ હોય તેવા બડવાઓને દંડ રાખેલ હોય તેને, પોલીસ અધીક્ષક અગરતો તેઓશ્રીએ નિયુકત કરેલ અધિકારીની પરવાનગી મેળવેલ વ્યક્તિને તથા કીરપાણ રાખેલ શીખને લાગુ પડશે નહી.
આ જાહેરનામાના કોઇપણ ખંડનું ઉલ્લંધન કરનારને ઓછામાં ઓછા ૪ મહિનાની અને વધુમાં વધુ ૧ વર્ષની કેદની સજા થશે અને ગુજરાત પોલીસ અધિનીયમ-૧૯૫૧ની કલમ-૧૩૫(૧) મુજબ દંડની સજા થશે.
રચનાત્મક તસ્વીર.
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024