મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામરાવલ ગામમાં આવેલ વાડી માંથી ઈંગ્લીશ દારૂનો 11લાખ થી વધુ નો જથ્થો ઝડપાયો.કુલ મુદ્દામાલ 39 લાખથી વધુનો કબ્જે કરતી પોલીસ.
News Jamnagar June 12, 2021
દેવભૂમિદ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામકલ્યાણપુર તાલુકા ના રાવલ ગામ નો બનાવ..
અહેવાલ હાજી હિંગોરા
જામરાવલ ગામ ની સિમ માં સતી તળાવની બાજુમાં આવેલ વાડી માંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો..રણજિત વાજસી મોઢવાડીયા ની વાડીમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો મંગાવી સંગ્રહ કર્યા હોવાની પોલીસ ને બાતમી મળી હતી…જામકલ્યાણપુર ના રાવલ ગામે વાડીમાં રેડ કરતા એક ટ્રક અને મેકડોવર્લ્સ નં1 4463 નંગ , બ્લુ સ્ટોક રિઝર્વ વ્હીસ્કી નંગ 2976 અને એક મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો…
ઈંગ્લીશ દારૂ ,વહીસ્કી , ટ્રક અને મોટરસાયકલ સહિત 39.95 લાખ નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી…
આરોપી ની વાડી માંથી મોટી માત્રામાં ઈંગ્લીશ દારૂ અને ટ્રક મળી આવતા વાડી ના માલીક અને અન્ય આરોપીઓ ની શોધવા માટે પોલીસે ચક્રોગતિમાન કર્યા.મહાત્મા ગાંધીના ગુજરાતમાં લાખો રૂપિયાના દારૂ ક્યાંથી આવી રહ્યો છે અહીંયા સુધી કેમ પહોંચી જાય છે રસ્તામાં અનેક ચેકપોસ્ટ આવે છે ત્યાં કેમ વિદેશી દારૂ પકડાતું નથી ???
રાવલ ગામ પાસેથી ટ્રક સાથે જંગી ઇગ્લીંશ દારૂનો જથ્થો પકડી પાડતી કલ્યાણપુર પોલીસ દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસ અધિક્ષક સુનિલ જોષી સાહેબએપ્રોહીબીશનની અસરકારક કામગીરી કરવા દેવભૂમિ દ્વારકાં જિલલામાં રાખવામાં આવેલ પ્રોહી / જુગાર ડ્રાઇવ અન્વયે એફ.બી.ગગનીયા પો.સબ ઇન્સ . કલ્યાણપુર પો.સ્ટે.ના સ્ટાફના માણસો દારૂ જુગારની અસામાજીક પ્રવૃતી ઉપર અંકુશ મેળવવા અસરકારક પેટ્રોલીંગમાં હોય
તે દરમ્યાન એ.બી.ગોઢાણીયા પો.સબ ઇન્સ . રાવલ આપો.નાઓને તથા એફ.બી.ગગનીયા પો.સબ ઇન્સ.કલ્યાણપુર પો.સ્ટે.નાઓને મળેલ હકીક્ત આધારે રાવલ ગામથી ગોરાણા ગામ તરફ જતા રસ્તે રાવલ ગામની સિમમાં સતી તળાવની બાજુમાં આરોપી રણજીતભાઇ વજશીભાઇ મોઢવાડીયાએ પોતાના ખેતરમાં ગ્લીશ દારૂનો જથ્થો મંગાવી ખેતરમાં સંગ્રહ કરતા હોય જેથી હિરેન્દ્ર ચૌધરી નાયબ પોલીસ અધિક્ષકશ્રી તથા એફ.બી.ગગનીયા પો.સબ ઇન્સ. કલ્યાણપુર પો.સ્ટે.નાઓતથા પી.ડી.વાંદાપો.સબ ઇન્સ. તથા કલ્યાણપુર સ્ટાફ દ્રારા હકીક્ત વાળી જગ્યાએ પ્રોહીબીશન અંગે રેઇડ કરતા આરોપી રણજીતભાઇ વજશીભાઇ મોઢવાડીયાના ખેતરમાં ટ્રક કન્ટેનર નં . MH – 0HY – 9502 નો મળી આવેલ જેના કન્ટેરના ભાગે ઇગ્લીંશ દારુનો જથ્થો મળી આવેલ જેમાં મેકડોવેલ્સ નં .૧ કુલ – બોટલ નંગ -૪૪૬૩ કિ.રૂ .૧૭,૮૫,૨૦૦ / – તથા બ્લે સ્ટોક રિઝર્વ વહીસ્કી કુલ બોટલ નંગ -૨૯૭૬ કિ.રૂ .૧૧,૯૦,૪૦૦ / – તથા ટ્રક ની કિ.રૂ .૧૦,૦૦,૦૦૦ / – તથા જગ્યાએ મળી આવેલ મો.સા. GJ – 1 – CD4089 કિ.રૂા .૨૦,૦૦૦ / – મળી કુલ મુદામાલ કિ.રૂ .૩૯૯૫૬૦૦ -નોમળી આવેલ અને કલ્યાણપુર પો.સ્ટે.માં ગુન્હો દાખલ કરી ફરાર આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતીમાન કરેલ છે . આ કાર્યવાહીમાં હિરેન્દ્ર ચૌધરી નાયબ પોલીસ અધિક્ષક ખંભાળીયા વિભાગનાઓતથા એફ.બી.ગગનીયા પો.સબ ઇન્સ.કલ્યાણપુર પો.સ્ટે . તથા એબી.ગોઢાણીયા પો.સબ ઇન્સ . રાવલ આપો . તથા પી.ડી.વાંદા પો.સબ ઇન્સ.ભાટીયા આપોનાઓ તથા કલ્યાણપુર પો.સ્ટે.ના પો.હેડ કોન્સ.મુકેશભાઇ વાઘેલા તથા નારણભાઇ સદાદીયા તથા રાજાભાઇ ગોજીયા તથા કનુભાઇ ચાવડા તથા મયુરભાઇ ગોજીયાતથા પરબતભાઇ વરુ તથા ધર્મદીપસીંહ ઝાલા તથા પો.કોન્સ સુમાતભાઇભાટીયા તથા જનભાઈ કરમુરતથા મિલનભાઇ ભંભાણા તથા ભાવિનભાઇ પિપરોતર દ્રારા કરવામાં આવેલ હતી.
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024