મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
G7 શિખર મંત્રણાના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીએ બે સત્રમાં ભાગ લીધો હતો.
News Jamnagar June 14, 2021
નવી દિલ્હી
જી7 શિખર મંત્રણાના બીજા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિલ્ડિંગ બેક ટુગેધર – ઓપન સોસાયટીઝ અને ઇકોનોમિઝ તથા બિલ્ડિંગ બેક ગ્રીનરઃ આબોહવા અને કુદરત એમ બે ચર્ચા સત્રમાં ભાગ લીધો હતો.
મુક્ત સમાજ પરના સત્રમાં મુખ્ય વક્તા તરીકે આમંત્રિત કરાયેલા પ્રધાનમંત્રીએ લોકશાહી અને સ્વતંત્રતા ભારતના નાગરિકતંત્રના ભાગ હોવાનો પુનરોચ્ચાર કર્યો હતો. મુક્ત સમાજ ખાસ કરીને સાયબર હુમલા અને દુષ્પ્રચાર માટે જોખમી છે તેવી કેટલાક નેતાઓએ વ્યક્ત કરેલી ચિંતાને તેમણે શેર કરી હતી અને સાયબરસ્પેસ લોકશાહીના મૂલ્યોને આગળ ધપાવવા અને તેને નાબૂદ નહીં કરવાની ખાતરી કરાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. વૈશ્વિક સંચાલન સંસ્થાઓમાં પ્રવર્તતા બિનલોકશાહી અને અસંતુલનને હાઇલાઇટ કરીને પ્રધાનમંત્રીએ બહુપક્ષિય પદ્ધતિમાં સુધારણાની હાકલ કરીને તેને મુક્ત સમાજના હેતુ માટે પ્રતિબદ્ધતા તરફની શ્રેષ્ઠ નિશાની ગણાવી હતી. બેઠકને અંતે વૈશ્વિક નેતાઓએ મુક્ત સમાજના મુસદ્દાને આવકાર્યો હતો.
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024