મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
દેશભરમાં રાહતના સમાચાર 24 કલાકમાં 80,834 નવા કેસ સાથે 71 દિવસ પછી સૌથી ઓછો આંકડો નોંધાયો
News Jamnagar June 14, 2021
નવી દિલ્હી
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 80,834 નવા કેસ સાથે 71 દિવસ પછી સૌથી ઓછો આંકડો નોંધાયો
ભારતમાં સક્રિય કેસોનું ભારણ વધુ ઘટીને 10,26,159 થયું
સળંગ 31 દિવસથી નવા નોંધાતા કેસો કરતાં નવા સાજા થનારાનો આંકડો વધારે જળવાઇ રહ્યો છે
સાજા થવાનો દર વધીને 95.26% થયો
દૈનિક પોઝિટીવિટી દર 4.25%, સતત 20 દિવસથી પોઝિટીવિટી દર 10% કરતાં ઓછો નોંધાય છે
Posted Date:- Jun 13, 2021
ભારતમાં છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે નવા 80,834 કેસ નોંધાયા છે. દેશમાં સતત છઠ્ઠા દિવસે પણ દૈનિક ધોરણે નવા નોંધાયેલા કેસોનો આંકડો 1 લાખથી નીચે રહ્યો છે. કેન્દ્ર અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના સતત અને સહયોગપૂર્ણ પ્રયાસોના ફળરૂપે આ પરિણામ પ્રાપ્ત થયું છે.
ભારતમાં સક્રિય કેસોના ભારણમાં એકધારું ઘટાડાનું વલણ જળવાઇ રહ્યું છે. દેશમાં સક્રિય કેસોનું ભારણ આજે 10,26,159 નોંધાયું છે. સક્રિય કેસોનું ભારણ સતત તેર દિવસથી 20 લાખની નીચે જળવાઇ રહ્યું છે.
છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોની સંખ્યામાં 54,531 દર્દીનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે અને દેશમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોની સંખ્યા હવે ફક્ત 3.49% રહી છે.
ભારતમાં કોવિડથી સંક્રમિત થયેલા વધુને વધુ દર્દીઓ સાજા થઇ રહ્યાં હોવાથી સતત 31 દિવસથી દેશમાં દૈનિક ધોરણે નવા નોંધાયેલા દર્દીઓની સરખામણીને નવા સાજા થયેલા દર્દીઓનો આંકડો વધારે જળવાઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 1,32,062 દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે. છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે નવા નોંધાયેલા કેસ કરતાં નવા સાજા થયેલાની સંખ્યા 51,228 વધારે છે.
મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસોમાંથી 2,80,43,446 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં 1,32,062 દર્દી સાજા થયા છે. આના કારણે એકંદરે સાજા થવાનો દર વધીને 95.26% થયો છે અને તેમાં સતત વૃદ્ધિનું વલણ જળવાઇ રહ્યું છે.
દેશમાં પરીક્ષણોની ક્ષમતામાં નોંધપાત્ર પ્રમાણમાં વધારો કરવામાં આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 19,00,312 પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કરવામાં આવેલા કુલ પરીક્ષણોનો આંકડો 37.81 કરોડ કરતાં વધારે (37,81,32,474) થઇ ગયો છે.
એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસોની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 4.74% છે જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 4.25% નોંધાયો છે. સતત 20 દિવસથી આ દર 10%થી નીચે જળવાઇ રહ્યો છે.
સમગ્ર દેશમાં હાથ ધરવામાં આવેલા રસીકરણ અભિયાન અંતર્ગત ગઇકાલે દેશમાં કોવિડ-19 વિરોધી રસીના આપવામાં આવેલા કુલ ડોઝનો આંકડો 25 કરોડના આંકને પણ ઓળંગી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 34,84,239 ડોઝ આપવામાં આવ્યા હતા.
આજે સવારે 7 વાગ્યા સુધીમાં પ્રાપ્ત થયેલા હંગામી અહેવાલો અનુસાર દેશમાં કુલ 35,05,535 સત્રોનું આયોજન કરીને રસીના કુલ 25,31,95,048 ડોઝ આપવામાં આવ્યા છે.
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024