મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સાંસદ પૂનમબેન માડમ દ્વારા જામનગરમાં મેગા વેક્સીનેશન કેમ્પના આયોજનજામનગરની એક પણ વ્યક્તિ રસી વગર ના રહે તે માટે સઘન ઝુંબેશ
News Jamnagar June 14, 2021
જામનગર
જામનગર ગત તા. ૧૨ જૂન, સ્વ. હેમતભાઇ રામભાઇ માડમ મેમોરિયલ ટ્રસ્ટ તથા જામનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે હાલારના સાંસદ પૂનમબેન માડમ દ્વારા બે દિવસ દરમિયાન ૧૮ વર્ષથી ઉપરના તમામ નાગરિકો માટે વિનામૂલ્યે કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ગત તા.૧૨ તથા આવતીકાલ તા.૧૩ના રોજ બે દિવસ દરમિયાનમાં શહેરના તમામ વોર્ડમાં નિ:શૂલ્ક કોરોના રસીકરણ કેમ્પ યોજાશે. આજરોજ આ રસીકરણ કેમ્પનો પ્રારંભ થતાં સાંસદ પૂનમબેન માડમએ વોર્ડ નં.૨માં શાળા નં.૩૨/૫૦, વોર્ડ નં.૩માં વિશ્ર્વકર્મા બાગ, વોર્ડ નં.૪માં કિલ્લોલ વિદ્યાલય, વોર્ડ નં. ૫માં પંચવટી કોલેજ, વોર્ડ નં.૭માં આહિર સમાજ, વોર્ડ નં.૧૪માં કચ્છી ભાનુશાળી વાડી, વોર્ડ નં.૧૬માં પ્રસંગ હોલ, વોર્ડ નં.૧૩માં ગુરુનાનક મંદિર ખાતે ચાલતા રસીકરણ કેમ્પની મુલાકાત લઇ રસી લેનાર લોકોને બિરદાવ્યા હતા.
આ સાથે જ સાંસદશ્રીએ શાળા નં.૫૦ની આંગણવાડીની મુલાકાત લીધી હતી અને આંગણવાડી બહેનોની કામગીરીની પ્રશંસા કરી હતી.
આ તકે સંસદ સભ્યે કહ્યું હતું કે, જામનગર જિલ્લો અને શહેર રસીકરણમાં રાષ્ટ્રીય સ્તરે મોખરે છે, ત્યારે શહેરમાં આ ઝુંબેશને વધુ સઘન કરી એક પણ વ્યક્તિ રસી વગર ના રહે તેવા વડાપ્રધાનશ્રીના સંકલ્પને પૂર્ણ કરવા કેમ્પના માધ્યમ દ્વારા કોઈપણ વિસ્તારના કોઈપણ વ્યક્તિને કોઈપણ કારણસર વેક્સિન લેવાની બાકી રહી ગઇ હોય અથવા તો ન લઈ શક્યા હોય તો આ આયોજન થકી જામનગર જિલ્લાના રસીકરણ અભિયાનને વધુ સુદૃઢ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહામારીના સમયમાં સૌને જાગૃત રહી, સંગઠિત રહી અને કોરોના સામે લડવા માટે રસીકરણ ઝુંબેશમાં સહયોગ આપવા સાંસદશ્રીએ અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ચેરમેન મનહરભાઈ ઝાલા, ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, મેયર બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, શાસક પક્ષના નેતાશ્રી કુસુમબેન પંડ્યા, દંડકશ્રી કેતનભાઈ ગોસરાણી, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા,મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા, મેરામણભાઈ ભાટુ, વિજયસિંહ જેઠવા, ગોપાલભાઈ સોરઠીયા, પૂર્વ ભાજપ પ્રમુખ શ્રી હસમુખભાઈ હિંડોચા, રાજુભાઈ ત્રાગડા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા, અગ્રણી ઉદ્યોગપતિ જીતુભાઈ લાલ, પૂર્વ ચેમ્બર પ્રમુખ લાખાભાઈ કેશવાલા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઇ સોલંકી, પૂર્વ મેયર કનકસિંહ જાડેજા, હસમુખભાઈ જેઠવા, પ્રતિભાબેન કનખરા, અમીબેન પરીખ, એ.પી.એમ.સી. વાઇસ ચેરમેન ધીરુભાઈ કારીયા, કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ જયેન્દ્રસિંહ ઝાલા, જયરાજસિંહ જાડેજા, સુભાષભાઇ જોશી, પરાગભાઇ પટેલ, અલ્કાબા જાડેજા, પન્નાબેન કટારીયા, જડીબેન સરવૈયા, પૃથ્વીસિંહ ઝાલા, કેશુભાઇ માડમ, સરોજબેન વિરાણી, કિશનભાઇ માડમ, આશિષભાઇ જોષી, અરવિંદભાઇ સભાયા, પ્રભાબેન ગૌરેચા, લાભુબેન બંધિયા, પ્રવિણાબેન રૂપડીયા, બબીતા લાલવાણી, કેતનભાઇ નાખવા, શારદાબેન વિંઝુડા, લીલાબેન ભદ્રા, જિતેશભાઇ શિંગાળા, ગીતાબા જાડેજા, ભારતીબેન ભંડેરી, વિનોદભાઇ ખીમસુર્યા, પાર્થ કોટડીયા, પૂર્વ કોર્પોરેટર શ્રી આલાભાઈ રબારી, વોર્ડ નં. ૨ના પ્રમુખ શ્રી પ્રજ્ઞેશભાઈ ભટ્ટ, મહામંત્રી સી. એમ જાડેજા, હિતેશભાઈ વસાણી વગેરે મહાનુભાવો અને વિસ્તારના લોકો ઉપસ્થિત રહયા હતા.
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024