મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
મેગા વેક્સીનેશન કેમ્પને બહોળો પ્રતિસાદ બે જ દિવસમાં જામનગર શહેરના 6025 લોકોએ લીધી રસી
News Jamnagar June 15, 2021
જામનગર
સાંસદ પૂનમબેન માડમ દ્વારા યોજાયેલ મેગા વેક્સીનેશન કેમ્પને બહોળો પ્રતિસાદ
બે જ દિવસમાં જામનગર શહેરના ૬૦૨૫ લોકોએ લીધી રસી
મારું જામનગર, કોરોના મુકત જામનગર” બનાવવા જનતા જનાર્દનનો સાંસદને સહયોગ
જામનગર ગત તા.૧૪ જૂન, સ્વ. હેમતભાઇ રામભાઇ માડમ મેમોરિયલ ટ્રસ્ટ તથા જામનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે હાલારના સાંસદ પૂનમબેન માડમ દ્વારા બે દિવસ દરમિયાન ૧૮ વર્ષથી ઉપરના તમામ નાગરિકો માટે વિનામૂલ્યે કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તા.૧૨ તથા આવતીકાલ તા.૧૩ના રોજ બે દિવસ દરમિયાનમાં શહેરના તમામ વોર્ડમાં નિ:શૂલ્ક કોરોના રસીકરણ કેમ્પ યોજાયા હતા. આ રસીકરણ કેમ્પના દ્વિતીય દિવસે સાંસદ શ્રી પૂનમબેન માડમએ વોર્ડ નં.૧માં શાળા નં.૨૭, વોર્ડ નં.૬માં હિંદી શાળા, વોર્ડ નં. ૮માં લેઉવા પટેલ સેવા સમાજ, વોર્ડ નં.૯માં લેઉવા પટેલ જ્ઞાતિ બહુચરાજી મંદિર, વોર્ડ નં.૧૦માં બારદાનવાલા કોમ્પ્લેક્ષ, વોર્ડ નં.૧૧માં મુરલીધર સ્કૂલ, વોર્ડ નં.૧૨માં સતવારા સમાજવાડી અને શેખર માધવાણી હોલ ખાતે ચાલતા નોબત દ્વારા આયોજિત રસીકરણ કેમ્પની મુલાકાત લઇ રસી લેનાર લોકોને બિરદાવ્યા હતા. બે દિવસ દરમિયાનના સમગ્ર આયોજન થકી જામનગર શહેરના વિવિધ વિસ્તારના ૧૮ વર્ષથી ઉપરના ૬,૦૨૫ લોકોએ રસી લઇ પોતાને અને સમાજને સુરક્ષિત કર્યા છે.
આ તકે સંસદ સભ્યશ્રીએ જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીમાં વેક્સિન જ મજબૂત શસ્ત્ર છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા પણ દરેક વ્યક્તિ રસી લઇ સુરક્ષિત બને તે માટે લોકોને અપીલ કરવામાં આવી હતી. ત્યારે જામનગર જિલ્લો અને શહેર રસીકરણમાં રાષ્ટ્રીય સ્તરે મોખરે છે, ત્યારે શહેરમાં આ ઝુંબેશને વધુ સઘન કરી એક પણ વ્યક્તિ રસી વગર ના રહે તેવા વડાપ્રધાનશ્રીના સંકલ્પને પૂર્ણ કરવા કેમ્પના માધ્યમ દ્વારા કોઈપણ વિસ્તારના કોઈપણ વ્યક્તિને કોઈપણ કારણસર વેક્સિન લેવાની બાકી રહી ગઇ હોય અથવા તો ન લઈ શક્યા હોય તો આ આયોજન થકી જામનગર જિલ્લાના રસીકરણ અભિયાનને વધુ સુદૃઢ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ કોરોના સામે લડવા લોકો “દવાઇ ભી, કડાઇ ભી”ના સિધ્ધાંતને અનુસરી માસ્ક, સોશિયલ ડિસ્ટંસ અને સેનેટાઇઝેશનનું પાલન કરે તેમ અનુરોધ સાંસદશ્રીએ કર્યો હતો.
આ પ્રસંગે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના પૂર્વ ચેરમેન મનહરભાઈ ઝાલા, મેયર બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતનભાઈ ગોસરાણી, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા,મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા, મેરામણભાઈ ભાટુ, વિજયસિંહ જેઠવા, પૂર્વ ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, રાજુભાઈ ત્રાગડા, પૂર્વ મેયર હસમુખભાઈ જેઠવા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ઉપાધ્યક્ષ ચંદ્વવદન ત્રિવેદી, કોર્પોરેટરઓ જશુબા ઝાલા, સોનલબેન કણજારીયા, તૃપ્તિ ખેતીયા, દિવ્યેશભાઇ અકબરી, ધર્મિનાબેન સોઢા, ધીરેનકુમાર મોનાણી, નિલેષભાઇ કગથરા, ક્રિષ્ના સોઢા, આશાબેન રાઠોડ, મુકેશભાઇ માતંગ, પાર્થ જેઠવા, તરૂણાબેન પરમાર, હર્ષાબેન વીરસોડીયા, ધર્મરાજસિંહ જાડેજા, શોભના પઠાણ, હર્ષાબા જાડેજા, જેન્તિલાલ ગોહિલ, આનંદભાઇ રાઠોડ, વોર્ડ નં. ૧ પ્રમુખશ્રી અકબરભાઇ કકકલ, મહામંત્રીઓ સંજયભાઇ રાજાણી, પ્રફુલભાઇ વાઘેલા, વોર્ડ નં.૧૨ના પ્રમુખ રઉફભાઇ ગઢકાઇ, મહામંત્રીઓ બિપીનભાઇ ચૌહાણ, દિપેનભાઇ નકુમ, અગ્રણી શ્રી દિલિપસિંહ જેઠવા વગેરે મહાનુભાવો, જામનગરના અગ્રણી ઉદ્યોગપતિઓ અને વિસ્તારના લોકો ઉપસ્થિત રહયા હતા.
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024