મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
Sog.નું વધુ એક સફળ ઓપરેશન એક ઇસમને ગાંજાના જથ્થા સાથે ઝડપી લેવાયો.
News Jamnagar June 15, 2021
ભાવનગર
ભાવનગરને નશા મુક્ત બનાવવા ભાવનગર એસ.ઓ.જી.નું વધુ એક સફળ ઓપરેશન ઘોઘા રોડ ચૌદનાળા પાસેથી એક ઇસમને ગાંજાના જથ્થા સાથે ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.
ગુજરાત રાજ્યના અધિક પોલીસ મહાનિદેશક સી.આઇ.ડી. ક્રાઇમ & રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્રારા રાજ્યમાં ગેરકાયદેસર નાર્કોટીક્સના પદાર્થ, કેફી ઔષધો, મન:પ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર, હેરાફેરી, વેચાણ અટકાવવા ઝુંબેશ હાથ ધરેલ જેના ભાગા રૂપે એ.ટી.એસ.ના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને તેવા પદાર્થ શોધી તેનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમો ઝડપી પાડવા અને ગુજરાત રાજ્યને નશા મુક્ત કરવા અભિયાન હાથ ધરેલ છે તેના ભાગરૂપે ભાવનગર જીલ્લા પોલીસે ભાવનગરને નશા મુકત કરવા સ્પેશ્યલ ઝુંબેશ આરંભ કરેલ છે.
જે અનુસંધાને ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરિક્ષકશ્રી અશોક કુમાર સાહેબની સુચના અને ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર કે.બી.જાડેજા ની રાહબરી નીચે એસ.ઓ.જી. પોલીસને બાતમી મળેલ હતી કે, *“રાજુ ઉર્ફે કાળુ ભોળાભાઇ જહમોરીયા રહે. રતનપર ગામ દેવીપુજક વાસ તા.ઘોઘા જી.ભાવનગર* વાળો, ઘોઘા રોડ, ચૌદનાળા પાસે રોડની જમણી બાજુ કલ્યાણજી દાદાની દેરીના ઓટલાના પગથીયા ઉપર બેઠેલ છે અને તેની પાસેની થેલીમાં ગાંજો રાખી ગાંજાનું વેચાણ કરે છે જેથી બાતમી આધારે રેઇડ કરતા રાજુ ઉર્ફે કાળુ ભોળાભાઇ જહમોરીયા ના કબ્જામાંથી *ગાંજો વજન ૧ કિલો ૧૨૦ ગ્રામ કિંમત રૂપિયા ૧૧,૨૦૦/- તથા મોબાઇલ ફોન-૧ વિગેરે મળી કુલ રૂપિયા ૧૧,૭૦૦/- ના મુદ્દામાલ* સાથે ઝડપી પાડી મજકુર આરોપી સામે NDPS એક્ટ તળે કાયદેસર કાર્યવાહી એસ.ઓ.જી.ના હેડ કોન્સ્ટેબલ ઓમદેવસિંહ વિનુભા ગોહિલે ફરિયાદ આપી ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. આ રેઇડ દરમ્યાન ભાવનગર F.S.L. અધિકારીશ્રી આર.સી.પંડયા સાહેબે સ્થળ તપાસની કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડેલ હતું
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર કે.બી.જાડેજા સાહેબની રાહબરી એસ.ઓ.જી. સ્ટાફના હેડ કોન્સ. જીતેન્દ્રસિંહ જાડેજા, વિજયસિહ ગોહિલ, જગદિશભાઇ મારૂ, ઓમદેવસિંહ ગોહિલ, યોગીનભાઇ ધાંધલ્યા તથા પો.કોન્સ. પાર્થભાઇ પટેલ, હારિતસિંહ ચૌહાણ, મનદીપસિંહ ગોહિલ તથા દિલીપભાઇ ખાચર, વિશ્વજીતસિંહ ઝાલા તથા ડ્રાઇવર પરેશભાઇ પટેલ તથા ભોજાભાઇ બરબસીયા જોડાયા હતા.
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024