મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગરના માથાભારે શખ્સને ચાર જીલ્લામાંથી તડીપાર કરતી જામનગર સીટી બી ડીવીઝન પોલીસ.
News Jamnagar June 16, 2021
જામનગર
જામનગર રાંદલનગર વિસ્તારના માથાભારે ઇસમને ચાર જીલ્લામાંથી તડીપાર કરતી જામનગર સીટી “ બી ” ડીવીઝન પોલીસ સ્ટેશન જામનગર જીલ્લામાં પોલીસ અધીક્ષક દીપન ભદ્રન સાહેબ ઓ એ માથાભારે ઇસમોની ગુનાખોરી અંકુશમાં રાખવા જામનગર જીલ્લામાંથી તડીપારાહરપાર કરવાની સુચના આપેલ હોય તેમજ મદદનીશ પૌલીસ અધીક્ષક નીતેશ પાંડેય સાહેબના માર્ગદર્શન મુજબ , જામનગર સીટી બી ડીવી . પો.સ્ટે . વિસ્તારના રાંદલનગર , ખોડીયાર ડેરી પાસે રહેતો બળદેવસિંહ ઉર્ફે બહાદુરસિંહ ઉર્ફે લાલીયો સાહેબજી જાડેજા જાતે દરબાર ઉ.વ .૩૦ રહે . રાંદલનગર , ખોડીયાર ડેરી સામે , જામનગર વાળો અવારનવાર રાંદલનગર તથા પટેલ કોલોની વિસ્તારમાં તકરાર તોફાન કરી પોતાની ગુનાખોરી ચાલુ રાખતા મજકુરના ક્રાઇમ રેકર્ડ પરથી પોલીસ ઇન્સપેકટર કે.જે.ભોયે સાહેબ દ્વારા ફેબ્રુઆરી u૨૦૨૧ માં મજકુર વિરુધ્ધમાં ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ પક ( ખ ) મુજબ જામનગર , રાજકોટ , દેવભુમી દ્વારકા , મોરબી , પોરબંદર , જુનાગઢ જીલ્લામાંથી તડીપારની દરખાસ્ત સબ ડીવી . મેજી . સા . જામ શહેર તરફ મોકલવામાં આવેલ હતી .
આ દરખાસ્ત કેસ જામ શહેર સબ ડીવીઝનલ મેજી . સા.ની કોર્ટમાં ચાલી જતા મજકુર ને છ ( ૬ ) માસ માટે ચાર જીલ્લામાંથી હરપાર કરી જામનગર , રાજકોટ , દેવભુમી દ્રારકા , અને મોરબી જીલ્લામાંથી હરપાર કરવામાં આવેલ છે અને મજકુરને ભાવનગર જીલ્લા ખાતે મુકવા તજવીજ કરવામાં આવેલ છે .
આ કામગીરીમાં પોલીસ ઈન્સ , કે.જે.ભોયે સાહેબ તથા પો.સબ.ઇન્સ . વાય.બી.રાણા સાહેબ તથા એ.એસ.આઇ. મહેશસિંહ વાળા , પો.હેડ કોન્સ . અર્જુનસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે .
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024