મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ જામનગર જિલ્લા અને તાલુકા ટીમ પરિવાર દ્વારા જીલ્લા પંચાયત પ્રમુખ શુભેચ્છા મુલાકાત લેવામાં આવી.
News Jamnagar June 19, 2021
જામનગર
પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ જામનગર જિલ્લા અને તાલુકા ટીમ પરિવાર દ્વારા તારીખ 17 /06/ 2021 ના રોજ 2:30 કલાકે જીલ્લા પંચાયત જામનગરના પ્રમુખ માન.ધરમશીભાઈ ચનિયારા સાહેબની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી.
સમાજના પ્રત્યેક લોકોને મદદરૂપ થવા માટે હકારાત્મક અભિગમથી ઉમદા વિચાર ધરાવતા માન. ધરમશી ભાઈ ચનિયારા સાહેબશ્રી અને પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ જામનગર જિલ્લાના હોદ્દેદારશ્રીઓ દ્વારા જામનગર જિલ્લાની શૈક્ષણિક પર્યાવરણ બાબતે વિચાર વિમર્શ કરવામાં આવ્યું.
માન. પ્રમુખ સાહેબએ હાલની શૈક્ષણિક પરિસ્થિતિમાં
શિક્ષણની ગુણવત્તામાં વૃદ્ધિ થાય, જિલ્લા પંચાયતની તમામ સરકારી શાળાના વિદ્યાર્થીઓને ગુણવત્તાવાળી જરૂરિયાત મુજબની સુવિધાઓ મળી રહે તેમજ શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે,તેમના હિતના રક્ષણ માટે પણ નિતી વિષયક મદદરૂપ થશે તેવી લાગણી વ્યક્ત કરી હતી . કોરોના કાળ દરમ્યાન બાળકોને શિક્ષણમાં જે અસર પહોંચી છે.
તેને ધ્યાનમાં લઈ બાળકોના ભવિષ્ય માટે સૌ શિક્ષક મિત્રો સહકાર આપી ગુણવત્તા લક્ષી ફરજ નિભાવે તેવી નમ્ર અપીલ પણ કરી છે..
આ શુભેચ્છા મુલાકાતમાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ જામનગર જિલ્લાના અધ્યક્ષ રવીન્દ્રકુમાર પાલ, જિલ્લા મંત્રીશ્રી નાથાભાઈ કરમુર, વરિષ્ઠ ઉપાધ્યક્ષ જિજ્ઞેશભાઈ પંડ્યા, જામનગર તાલુકા અધ્યક્ષ ભાયાભાઈ ભારવાડિયા, તાલુકાના સંગઠન મંત્રી વિવેકભાઈ શિલુ વગેરે હોદ્દેદાર મિત્રો હાજર રહી, જિલ્લા પંચાયત જામનગરના માન. પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનિયારા સાહેબની મુલાકાત લેવામાં આવેલ..
પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ જામનગર જિલ્લા ટીમ પરિવાર
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024