મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
રાજ્યમાં10 નવા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનોનું ઇ-લોકાર્પણ કરતાં માનનીય ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા.
News Jamnagar June 19, 2021
રાજ્ય
સાઇબર ક્રાઇમની દુનિયામાં ગુનેગારોથી હમેશા એક ડગલું આગળ રહેવા અને સાયબર ક્રાઈમની આધુનિક ગુનાખોરી પર અંકુશ મેળવવા ગુજરાત રાજ્યમાં ૧૦ નવા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનોનું ઇ-લોકાર્પણ કરતાં માનનીય ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા.
ડિજિટલ ક્રાંતિના યુગમાં અગ્રેસર ગુજરાતમાં સાયબર ક્રાઇમ રોકવા તથા ગુનેગારો વિરુદ્ધ ઝડપી કાનૂની કાર્યવાહી કરવા તેમજ સાયબર ગુનાખોરીના નવા પડકારોને પહોંચી વળવા માટે પોલીસ વિભાગને વધુ સક્ષમ અને મજબૂત બનાવવાના હેતુથી તાપી હોલ, ગાંધીનગર ખાતે રાજ્યના આણંદ, સાબરકાંઠા, મહેસાણા, ભરૂચ, વલસાડ, જામનગર, પોરબંદર, અમરેલી, કચ્છ-પૂર્વ(ગાંધીધામ) અને બનાસકાંઠા એમ ૧૦ જિલ્લામાં નવા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું ઇ-લોકાર્પણ કર્યું. આ નવા સાયબર પોલીસ સ્ટેશનથી રાજ્યના નાગરીકોને સાયબર ક્રિમિનલ વિરુધ્ધ સુરક્ષા મળશે.
રાજ્યના નાગરીકોને સાયબર ક્રાઇમથી સુરક્ષિત કરવા ઘરઆંગણે સેવા આપવા માટે અમદાવાદ સાયબર ક્રાઇમ ખાતે ‘સાયબર આશ્વસ્ત’ પ્રૉજેક્ટ હેઠળ સાયબર ઇન્સીડન્ટ રીસ્પોન્સ યુનિટ, એન્ટી સાયબર બુલિંગ યુનિટ, સાયબર ક્રાઇમ પ્રીવેન્શન યુનિટ અને સાયબર સુરક્ષા લેબ પણ કાર્યાન્વિત છે. જ્યારે સ્ટેટ સી.આઇ.ડી. ક્રાઇમ ખાતે ‘સાયબર સેલ’ અંતર્ગત ૧ પોલીસ સ્ટેશન, ૯ રેન્જ કક્ષાએ અને ૪ કમિશ્નરેટ વિસ્તારમાં એમ મળીને કુલ ૧૪ સાયબર પોલીસ સ્ટેશન હાલ કાર્યરત છે.
સાયબર ગુનેગારોને કડકમાં કડક સજા થાય તેમજ રાજ્યમાં સાયબર ક્રાઇમના પ્રિવેન્શન અને ડિટેક્શન માટે નિર્ણાયક રાજ્ય સરકાર હરહંમેશ માટે કટિબધ્ધ છે.
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024