મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સ્વિટ્ઝર્લેન્ડમાં ભારતીયો દ્વારા રખાયેલા કથિત કાળા નાણાંના ન્યુઝ મીડિયા અહેવાલોનું નાણાં મંત્રાલયે ખંડન કર્યું
News Jamnagar June 19, 2021
નવી દિલ્હી
થાપણોના વધારા/ઘટાડાની ખરાઈ કરવા સ્વિસ સત્તાધીશો પાસેથી માહિતી માગવામાં આવી
:- Jun 19, 2021
મીડિયામાં 18.06.2021ના રોજ અમુક અહેવાલો આવ્યા હતા જેમાં જણાવાયું હતું કે સ્વિસ બૅન્કોમાં ભારતીયોનું ફંડ્સ, બે વર્ષથી ચાલતો ઘટાડાનો પ્રવાહ પલટાવીને, 2019ના અંતે રૂ. 6625 કરોડ (સીએચએફ 899 મિલિયન) હતું તે 2020ના અંતે વધીને રૂ. 20,700 કરોડ (2.55 અબજ સીએચએફ) થયું છે. એમ પણ કહેવામાં આવ્યું હતું કે છેલ્લા 13 વર્ષોમાં થાપણોનો આ સૌથી ઊંચો આંકડો છે.
મીડિયાના હેવાલોમાં એ હકીકતનો છેલ્લે છેલ્લે અપરોક્ષ ઉલ્લેખ કરવામાં આવ્યો કે હેવાલમાં દર્શાવેલા આંકડા બૅન્કો દ્વારા સ્વિસ નેશનલ બૅન્ક (એસએનબી)ને આપવામાં આવેલા સત્તાવાર આંકડા છે અને એ ભારતીયો દ્વારા સ્વિટ્ઝર્લેન્ડમાં ધરાવાતા બહુચર્ચિત કથિત કાળાં નાણાંનો જથ્થો સૂચવતા નથી. વધુમાં, આ આંકડાઓમાં ભારતીયો, એનઆરઆઇઓ કે અન્યો દ્વારા સ્વિસ બૅન્કોમાં ત્રીજા કોઇ દેશની સંસ્થાના નામે હોય એવાં નાણાંનો પણ સમાવેશ થતો નથી.
તેમ છતાં, 2019ના અંતથી ગ્રાહકોની થાપણો ખરેખર ઘટી છે. ફિડ્યૂશરીઝ (વિશ્વાસ આધારિત અપાતાં નાણાં) મારફત મૂકાયેલું ફંડ્સ પણ 2019ના અંતથી અડધાથી વધારે ઓછું થયું છે. સૌથી મોટો વધારો ‘ગ્રાહકોથી આપવાની થતી અન્ય રકમો’માં થયો છે. આ બૉન્ડ્સ, જામીનગીરી અને વિવિધ અન્ય નાણાંકીય સાધનો સ્વરૂપમાં છે.
એ ધ્યાન દોરવાનું પ્રસંગોચિત છે કે ભારત અને સ્વિટ્ઝર્લેન્ડ મલ્ટીલેટરલ કન્વેશન ઓન મ્યુચ્યુઅલ એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્સ ઇન ટેક્સ મેટર્સ (એમએએસી)ના સહીકર્તાઓ છે અને બેઉ દેશોએ મલ્ટીલેટરલ કમ્પીટન્ટ ઑથોરિટી એગ્રીમેન્ટ (એમસીએએ) પર પણ સહી કરી છે, જે અન્વયે, બેઉ દેશો વચ્ચે કેલેન્ડર વર્ષ 2018થી વાર્ષિક ધોરણે નાણાંકીય ખાતા માહિતીની આપ લે માટે બેઉ દેશો વચ્ચે ઑટોમેટિક એક્સચેન્જ ઑફ ઇન્ફોર્મેશન ( એઈઓઆઇ) કાર્યાન્વિત છે.
દરેક દેશના નિવાસીઓ સંદર્ભે નાણાકીય ખાતા માહિતીનું આદાનપ્રદાન બેઉ દેશો વચ્ચે 2019 અને 2020માં પણ થયું હતું. નાણાંકીય ખાતાઓની માહિતીની આપલે માટે હયાત કાનૂની વ્યવસ્થાને જોતા (આની વિદેશમાં અઘોષિત અસ્કયામતો દ્વારા કર ચોરી પર નોંધપાત્ર પ્રતિરોધક અસર છે), સ્વિસ બૅન્કોમાં થાપણોમાં જે ભારતીય નિવાસીઓની અઘોષિત આવકમાંથી છે એમાં વધારાની કોઇ પણ નોંધપાત્ર શક્યતા જણાતી નથી.
વધુમાં, નિમ્ન પરિબળો થાપણોમાં વધારાનો સંભવિત ખુલાસો કરી શકે છે:
બિઝનેસ વ્યવહારો વધવાને લીધે સ્વિટ્ઝર્લેન્ડમાં ભારતીય કંપનીઓ દ્વારા ધરાવાતી થાપણોમાં વધારો.
ભારતમાં આવેલી સ્વિસ બૅન્કોના બિઝનેસને કારણે થાપણોમાં વધારો
સ્વિસ અને ભારતીય બૅન્કો વચ્ચે આંતર-બૅન્ક વ્યવહારોમાં વધારો
ભારતમાં સ્વિસ કંપનીની એક સબસિડિયરી માટે મૂડીમાં વધારો અને
બાકી રહેતા ડેરિવેટિવ્ઝ નાણાંકીય સાધનો સાથે જોડાયેલી જવાબદારીઓમાં વધારો
ઉપર્યુક્ત મીડિયા હેવાલોનો વિચાર કરીને વધારા/ઘટાડા માટે સંભવિત કારણો અંગે એમના વિચારો સહિત પ્રસ્તુત હકીકતો પૂરી પાડવા માટે સ્વિસ સત્તાવાળાઓને વિનંતી કરવામાં આવી છે.
પ્રતીકાત્મક તસ્વીર
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024