મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની કોવિડ વેક્સિન અંગે મહત્વની જાહેરાત
News Jamnagar June 21, 2021
ગાંધીનગર
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની કોવિડ વેક્સિન અંગે મહત્વની જાહેરાત.
વેક્સિનેશનને વધુ વ્યાપક બનાવવા 21મી જૂનથી રાજ્યવ્યાપી કૉવિડ વેક્સિનેશન મહાઅભિય
સૌને વિનામૂલ્યે વેક્સિન માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી
રાજ્યભરમાં 1,025 સ્થળોએ વેક્સિન ઉત્સવ : મંત્રીશ્રીઓ, મહાનુભાવો ઉપસ્થિત રહેશે
18 થી 44 વર્ષની વય જૂથની વ્યક્તિઓને પણ હવેથી વૉક-ઈન વૅક્સિનેશન : સૌને સરળતાથી રસી મળે એ માટે રસીકરણ કેન્દ્રો વધારીને 5,000 કરાયા
કોવિડ વેક્સિનેશનને વધુ વ્યાપક બનાવવા તા. 21મી જૂનને સોમવારથી રાજ્યવ્યાપી વેક્સિનેશન મહાઅભિયાન યોજાશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ જાહેરાત કરતાં જણાવ્યું છે કે, વેક્સિનેશન માટે સહુ સજાગ થાય અને હર એક વ્યક્તિ વેક્સિન લે એટલું જ નહીં વેક્સિનેશન માટે પ્રત્યેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજે એવા ઉદ્દેશ સાથે વેક્સિનેશન મહાઅભિયાનનું આયોજન કરાયું છે. 33 જિલ્લાઓ અને 8 મહાનગરપાલિકા વિસ્તારના 1025 રસીકરણ કેન્દ્રો પર મંત્રીઓ, આગેવાનો, મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં 21મી જૂને સવારે 9.00 વાગ્યે વેક્સિન ઉત્સવ ઉજવાશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ગાંધીનગરના સેક્ટર-8 ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વૅક્સિન ઉત્સવમાં ભાગ લેશે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વ્યાપક અને સમયબદ્ધ વેક્સિનેશન માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માન્યો છે. તેમણે કહ્યું હતું કે, ગુજરાતના તમામ નાગરિકોને વિનામૂલ્યે વેક્સિન મળી રહે એ માટે ભારત સરકારે વેક્સિનનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ કરાવ્યો છે. રાજ્યમાં તમામ વયજૂથના નાગરિકોને વિનામૂલ્યે વેક્સિન અપાશે.
18 થી 44 વર્ષની વય જૂથના યુવાનોના વેક્સિનેશન માટે પણ રાજ્ય સરકારે પૂરતું આયોજન કર્યું છે. વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, એકવીસમી જૂન થી યુવાનોને વેક્સિનેશન માટે અગાઉથી રજિસ્ટ્રેશન નહીં કરાવવું પડે. હવેથી દરેક વ્યક્તિ વૉક-ઈન વૅક્સિન લઇ શકશે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં દરેક નાગરિકોને ઘરઆંગણે આસાનીથી વેક્સિન ઉપલબ્ધ કરાવી શકાય એ માટે રાજ્યમાં વેક્સિનેશન બૂથની સંખ્યા પણ વધારીને 5,000 કરવામાં આવી છે.
ગુજરાત વેક્સિનેશનમાં અગ્રીમ હરોળમાં છે. તા. 20 મી જૂન સુધીમાં 2 કરોડ, 20 લાખ ડોઝ સાથે ગુજરાત દેશભરમાં અગ્રેસર છે. ફ્રન્ટલાઈન વોરિયર્સ અને 44 થી વધુ વયના લોકોના વેક્સિનેશનમાં ગુજરાત અન્ય રાજ્યો કરતાં અગ્રેસર છે. એટલું જ નહીં પ્રતિ મિલિયન વ્યક્તિનો વેક્સિનેશન રેશિયોમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 45 વર્ષથી વધુ વયના નાગરિકોને વેક્સિનેશનના 1,38,12,595 ડોઝ અપાયા છે. જ્યારે હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઈન વૉરિયર્સને 30,75,163 વેક્સિન ડોઝ અપાયા છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, કોરોના સામે લડવું હશે તો વેક્સિન જ એક માત્ર અમોઘ શસ્ત્ર છે. નિષ્ણાતો અને તજજ્ઞો કોરોનાના ત્રીજા વેવની સંભાવના જોઈ રહ્યા છે ત્યારે આપણે વધુ ને વધુ લોકોને સુરક્ષિત અને સલામત કરી શકીએ એ જ આપણું લક્ષ્ય છે. અને એ માટે કોરોનાની વેક્સિન સિવાય બીજો કોઈ ઉપાય નથી.
મંત્રી આર.સી.ફળદુ જામનગરના વેક્સિનેશન સેન્ટરોની મુલાકાત લેશે. જ્યારે મંત્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા ધોળકાની સરસ્વતી સ્કૂલના વેક્સિનેશન સેન્ટરમાં ઉપસ્થિત રહેશે. કૌશિકભાઈ પટેલ અમદાવાદના જુના વાડજ વિસ્તારમાં શાંતિનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઉજવણીમાં ભાગ લેશે. મંત્રી ગણપતભાઈ વસાવા સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના લીમોદરા હેલ્થ સબ સેન્ટરમાં હાજરી આપશે અને પછી તરસાડી અર્બન હેલ્થ સેન્ટર ખાતે પણ ઉપસ્થિત રહેશે. મંત્રી જયેશભાઇ રાદડીયા દેવભૂમિ દ્વારકા ખાતે સબ ડિસ્ટ્રિક્ટ હૉસ્પિટલ, દ્વારકામાં ઉજવણીમાં જોડાશે.
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024