મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જીજીએચ યૌન શોષણ પ્રકરણમા તપાસ સમિતિને સાચા-પારદર્શી નિવેદનો માટે ફરજ પાડનાર મહિલા આગેવાન ના નેજા હેઠળ મહિલા ન્યાય મંચની sp ને રજુઆત FIR દાખલ કરવા માંગ કર્યા
News Jamnagar June 21, 2021
જામનગર
અહેવાલ ભરત ભોગાયતા.
જામનગર જી.જી.કોવિડ હોસ્પિટલ યૌન શોષણ પ્રકરણમા તપાસ સમિતિને સાચા-પારદર્શી નિવેદનો માટે ફરજ પાડનાર મહિલા આગેવાન ના નેજા હેઠળ મહિલા ન્યાય મંચની sp ને રજુઆત FIR દાખલ કરો.
ગાંધીનગર મા સ્થાનિક નેતાઓ બિરાજે છે તેઓ પણ આ બાબતે મેદાનમાં આવશે કેમ કે સંવેદનશીલ પ્રકરણોમા એક વરસથી મંત્રીઓ જનહિત જાહેર હિત સરકારહિતના તાકીદની પ્રેસ કોન્ફરન્સ કરવામા-સ્પષ્ટતાઓ કરવામાં કોઇ ડીમાન્ડ ની રાહ જોતા નથી-દોડી આવે છે–આક્ષેપોના જડબાતોડ જવાબ આપે છે
મહિલા ન્યાયમંચ ના પ્રણેતા અને સહપ્રણેતા તેમજ સક્ષમ લેડીઓ મેદાને પડ્યા હોઇ કોવિડ હોસ્પીટલ એટેન્ડન્ટ એવી અમુક પીડીતાઓને હવે ન્યાય ચોક્કસ મળશે
જામનગર મા આવેલી અને સૌરાષ્ટ્રની સૌથી મોટી જીજી સરકારી હોસ્પીટલ ની કોવિડ હોસ્પીટલના એટેન્ડન્ટ યુવતીઓને યૌન શોષણ મામલે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ની સુચનાથી હમણા જ બદલી પામેલા કલેક્ટર દ્વારા રચાયેલી તપાસ સમિતિને સાચા-પારદર્શી નિવેદનો માટે ફરજ પાડનાર મહિલા આગેવાન શેતલ શેઠ ના નેજા હેઠળ મહિલા અગ્રણીઓ એ આજે જામનગરના sp ને રજુઆત કરી સમગ્ર મામલે FIR દાખલ કરવા લેખીત રજુઆત કરી છે જે માટે મહિલા ન્યાય મંચના પ્રણેતા શેતલ શેઠ સાથે સહ પ્રણેતા અને કાયદાવિદ અને ન્યાય ના આગ્રહી કોમલ ભટ્ટ તેમજ સભ્યો રચનાબેન -સોનલબેન-નિમીષાબેન વગેરે સાથે રજુઆતમા જોડાયા હતા
જામનગર ની જી જી હોસ્પિટલ ના ચર્ચાસ્પદ બની ગયેલ મહિલા અટેન્ડન્ટ્સ ના યૌન શોષણ ના પ્રકરણ મામલે સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા ગૃહમંત્રી પ્રદીપસિંહ દ્વારા આ પ્રકરણ ની જાણ સાથે તરત જ તપાસ ના આદેશો આપી દેવામાં આવ્યા હતા.
જે બાબત બાદ આજે મહિલા ન્યાય મંચે દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યુ છે કે આ પ્રકરણ ની પીડિત અટેન્ડન્ટ મહિલાઓ દ્વારા મીડિયા સમક્ષ પોતાની સાથે થયેલા દુર્વ્યવહાર ની રજૂઆત દુરવ્યવહાર આચરનાર ના નામ જોંગ કરેલ હોવા છતાં તેમના નિવેદનો જ્યારે લેવામાં આવી રહ્યા હતા ત્યારે તેમના નિવેદનો તોડી મચોડી ને આવું કાંઇ બન્યું જ નથી તેવું ધરાર લખાવવા માં આવી રહ્યું હતું. અને ગુનેગાર ને છાવરવા નો પ્રયત્ન થઇ રહ્યો હતો. એ સનાતન સત્ય છે. આ મહિલાઓ દ્વારા ન્યાય મંચ ને જાણ કરેલ જેથી પ્રણેતા એ રૂબરૂ જઇ આ પીડિત મહિલાઓ જે નિવેદન આપવા માંગતા હોય તે નિવેદન લખવા અને ધરાર લખાવેલ નિવેદનો બદલ ફરજ પડાવેલ હતી.
નિવેદનો લેવાય ગયા બાદ પણ પોલીસ દ્વારા આ ગુનેગાર સામે કોઈ તથા નજર સમક્ષ આ બધું પ્રકરણ જોનાર સહ કર્મચારીઓએ “મહિલા ન્યાય મંચ” ને ૧૦૦/- રૂપિયા ના સ્ટેમ્પ પેપર ઉપર નિવેદનો લખી આપેલ છે.જેનિવેદનો આ આવેદન સાથે આપેલ છે. જે ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે આ વાસના ભૂખ્યા એલ. બી. પ્રજાપતિ તથા અન્ય શખ્સો જેની ફરિયાદ કરવા
માં આવી છે તેઓ ની સામે ગુન્હો દાખલ કરી તેમની ધરપકડ કરવામાં આવે તેવી અમારી માંગણી છે.
આ અગાઉ પણ મુખ્ય કારસો કરનાર કહેવાતા હ્યુમન રીસોર્સ હેડ જેણે પોતાના માટે રીસોર્સ ડેવલપ કર્યા તેણે મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરવા તથા બળાત્કાર જેવા ગંભીર અપરાધો માં આવી ચુક્યો છે. આવા રાક્ષશી માનસ ધરાવતા વ્યક્તિ જલ્દી પાંજરે પુરાય તે ખૂબ જ જરૂર છે. જે થી તાત્કાલિક ધોરણે આમની ધરપકડ કરવામાં આવે અને જો ૨૪ કલાક માં આ નરાધમો ઉપર કાર્યવાહી કરવામાં નહિ આવે તો જામનગર ની જાહેર સંસ્થાઓને તથા બહોળી સંખ્યા માં મહિલાઓને સાથે રાખી ઉપવાસ આંદોલન ઉપર બેસીશું જેની ગંભીરપણે નોંધ લેશો તેમ મહિલા ન્યાય મંચએ આ ઉગ્ર લેખીત રજુઆતમા જણાવ્યુ છે
એમ.પી.શાહ મેડીકલ કોલેજમા ભણી અહીજ નોકરી કરતા અમુક તબીબો અમથા અમથા ટેન્શનમા
જામનગરની ઐતિહાસીક એમ.પી.શાહ મેડીકલકોલેજ સાથે સંલગ્ન અને જુનુ નામ ઇરવીન હોસ્પીટલ હવે ગુરૂ ગોવિંદસિંઘ સરકારી હોસ્પીટલ થી જાણીતી આ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પીટલમા કોવિડ હોસ્પીટલ નુ આ યૌન શોષણ પ્રકરણ બહાર આવતા હોસ્પીટલ અને કોલેજના અમુક જુનિયર અમુક સિનિયર અમુક અહી ભણીને અહીજ નોકરી કરનારા પણ અમથા અમથા ટેન્શનમા આવ્યાની ચર્ચા છે તે લોકોએ અગાઉ કે અત્યારે કોઇ હેરેસમેન્ટ-રેગીંગ-જાતીય શોષણ વગેરે કર્યુ ન હોય તો ટેન્શનમા શા માટે રહેવુ જોઇએ?? ચર્ચા છે કે ઇન્ટરનલ માર્કસ તેમજ અન્ય સુવિધા ના બદલે અમુક એ ચોક્કસ લાભ નહી ગેરલાભ લીધા છે જેમાથી મોટાભાગની ફરિયાદ થઇ નથી અથવા અમુક દબાય ગઇ છે આવા આ વ્યવસાયને બટ્ટો લગાવનાર હવે તો નોકરી કરવાના બદલે આગેવાન અને ખુબ મોટા સંપર્કો ધરાવવાની સાથે પોતે પણ મહાનુભાવ થઇ ગયા છે અને ક્લીન હોવાના દેખાવ કરે છે પરંતુ આંખો ને મગજ તેમના શોખ પુરા કેમ થાય સીફતથી ગાળીયા કેમ નંખાય ….વગેરે બાબતે વ્યસ્ત હોય છે .
…..જોકે જાણકારોના મતે આ આક્ષેપો પાયા વિહોણા છે
જામનગરના સતાધારી પાંખના પદાધીકારીઓ તેમજ મંત્રી ઓ વ્યાપક જનહિત માં સ્રી દાક્ષીણ્ય દાખવી ચોક્કસ મેદાનમા આવશે
જ્યારે ખુદ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી આ જીજીએચ ના યૌન શોષણ ને ગંભીરતાથી લઇ કલેક્ટરને તપાસ કરવા ફોન કરી સુચના આપતા હોય ત્યારે દેખીતુ જ છે કે જામનગરની જનતા સાથે હંમેશા ઉભા રહેનાર નગરના બંને મંત્રીઓ પણ આ ગંભીર મામલે વ્યથીત હોય તેમજ તપાસ યોગ્ય થાય અને ફાઇલફુલપ્રુફ ને દળદાર બને તેવુ ઇચ્છે તે સ્વાભાવિક છે અને આ તો ખુદ મુખ્યમંત્રી એ જ સુચના આપી હોવાથી પ્રોટોકોલ ભંગ ન થાય માટે તેઓ નવી સુચનાઓ નથી આપતા કે નથી કોઇ દ્વારા અપાવતા તેમજ જાહેર નિવેદન નથી કરતા કે કોઇ દ્વારા નથી કરાવતા બાકી બંને મંત્રીઓ પીડીતાઓને ન્યાય અપાવવા થનગને જ છે કેમકે કોઇ આગ્રહ કે ડીમાન્ડ વગર જ બંને લોકપ્રીય અને સુઝબુઝ ધરાવનારા તેમજ થઇ થાવી જાણનારા દરેક પાસાઓ સમજનારા એવા આ બંને મંત્રીઓ અખબારી અહેવાલોના પગલે જરૂર પડ્યે જામનગર દોડી આવી મીડીયા સમક્ષ અવારનવાર સ્પષ્ટતા કરતા જ આવ્યા છે જે બાબતે વિરોધીઓ આક્ષેપ કરે આંતરીક વિરોધીઓ ગણગણાટ કરે અમુક દુધ માથી પુરા કાઢે પરંતુ આ મંત્રીઓ એ વ્યક્તિગત સ્વાર્થ કોરાણે મુકી જન હિત મા જાહેર હિતમા હંમેશા લોકોના પ્રશ્ર્ને જાગૃત અને કાર્યશીલ છે અમુક ટીકા કરે છે કે જીજીહોસ્પીટલના આ પ્રકરણ જેમા ઘણા દાઝે તેમ છે અને તે બધા નામ બહાર ભલે ન આવે પરંતુ ફાઇલમા પુરાવા સાથે હશેજ તેવા અનુમાન કરવાની સાથે લોકો કહે છે કે મંત્રીઓ સ્થાનીક હોવા છતા આ સંવેદનશીલ મામલે કિનારો કરે છે પરંતુ ખરૂ કારણ એ છે કે ખુદ સંવેદનશીલ મુખ્યમંત્રી એ જાતે જ આ બાબતે સુચનાઓ આપી ગંભિરતા લીધી હોઇ પ્રોટોકોલ અને ડેકોરમ જાળવવા માટે આ મંત્રીઓ હાલ મૌન છે તેનાથી તેમની નિષ્ઠા બાબતે શંકા જરાપણ કરી શકાય તેમ નથી બીજી તરફ જરૂર પડ્યે સુચના મળ્યે તેઓ ચોક્કસ મેદાનમા આવશે જ તે પણ પ્રજાને ખાત્રી છે આ ઉપરાંત સમગ્ર મામલે તલસ્પર્શી વિગતો જાણવા દ્વારા ટચમા રહેલા મહિલા મેયર સહિત કોર્પોરેશન ના પદાધીકારીઓ શહેર જિલ્લા સતાધારી પાંખ પણ પીડીતાઓને ન્યાય મળે તે માટે ખુબજ આતુર છે અને મંત્રીઓ ની જેમજ પ્રશાસન નુ નૈતિક બળ જળવાય રહે તે માટે જુસ્સો પુરો પાડવા તત્પર છે
બરાબર નવ મહિને શોષણ કાંડ પાક્યુ…………બહુ અંગત અંગત નામો છે….!!
જીવન ની સમી સાંજે મારે
જમ્મોની યાદી જોવી’તી
બહુ થોડા પાના જોઇ શક્યો
બહુ અંગત અંગત નામ હતા.
આ પંક્તિ શુન્ય પાલનપુરી નામના પ્રખ્યાત કવિની છે જીજીએચ કાંડ પણ એક તરફ બરાબર નવ મહિને પાક્યુ એટલે છતુ થયુ બાકી ઘણા જાણતા હતા તે વાત અલગ છે તેમજ જુદી જુદી ઉચ્ચ કક્ષાએ એકલ દોકલ કે જોઇને વ્યથીત થનારાઓ દ્વારા અમુક સક્ષમના વખતોવખત ખુબ સેન્સીટીવ એવા આવા મામલે જે બહાર આવ્યુ છે તેમજ હજુ બહાર નથી આવ્યુ તે તમામ ગંભીર બાબતોનુ અમુક નામો સાથે અમુક નામ વગરની વિગતો સાથે ધ્યાન દોર્યા હોવાની એક ચર્ચા છે તો વળી અમુક જાણે પોતે તપાસ સમિતી થી ય વધુ જાણતા હોય તેવા દાવા કરી ને એવુ કહે છે કે બહુ અંગત અંગત અને જાણીતા નામો બહાર આવી શકે પરંતુ બધા બહાર ન પણ આવે……જો કે આવી ચર્ચા કે ગણગણાટ અસ્થાને છે તંત્ર ઉપર ભરોસો રાખવો જ જોઇએ ખોટી ચર્ચા ખોટા આક્ષેપ કેસ ને બગાડે તેમજ બિનજરૂરી રીતે કોઇના દેખીતા સારા ચારીત્ર્યનુ હનન કરી શકે તે જાહેર હિતમા ન થવુ જોઇએ તેમ આ સમગ્ર મામલે ઉંડા અભ્યાસુઓ નો મત છે
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024