મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
કૃષિ મંત્રી આર. ફળદુ અને રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે જામનગર ખાતે કોવિડ વેકસિનેશન મહાઅભિયાનનો શુભારંભ
News Jamnagar June 21, 2021
જામનગર
જામનગરનો એક પણ નાગરિક રસી વગર ન રહે તેની ખાસ તકેદારી રાખવા ડોર ટુ ડોર સર્વેલન્સ કાર્યરત કરાવતા મંત્રી ઓ
દરેક જામનગરવાસીને રસી લઇ સુરક્ષિત થવા મંત્રીશ્રીઓનો અનુરોધ
જામનગર તા. ૨૧ જૂન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ૨૧ જુન વિશ્વ યોગ દિને સમગ્ર દેશમાં કોરોના વેકસિનેશન અભિયાનને વધુ સઘન બનાવવા દરેક નાગરિકને નિ:શુલ્ક રસી આપવા માટેનો નિર્ધાર કરવામાં આવ્યો છે. જેના પરિણામ સ્વરૂપ આજરોજ રાજ્યકક્ષાએથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા અને જામનગર ખાતેથી વોર્ડ નં.૩માં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તેમજ વોર્ડ નં. ૧૫માં કૃષિ અને વાહન વ્યવહાર મંત્રી શ્રી આર.સી.ફળદુ દ્વારા આ મહા વેકિસનેશન અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ સાથે જ જામનગર શહેર ખાતે વિવિધ વોર્ડમાં સાંસદશ્રી, મેયરશ્રી, ડેપ્યુટી મેયર શ્રી તથા અન્ય પદાધિકારીઓ દ્વારા પ્રધાનમંત્રીશ્રીના નિર્ધારને પરિપૂર્ણ કરવા વિવિધ વોર્ડમાં આ અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.
સમગ્ર દેશમાં હાલ ગુજરાત રાજ્ય વેક્સિનેશન અભિયાનમાં અગ્રીમ રહી ૨ કરોડ ૨૦ લાખ નાગરિકોને વેક્સિન આપવામાં સફળ રહ્યું છે, જ્યારે જામનગર જિલ્લો તો રસીકરણમાં રાષ્ટ્રીય કક્ષાએ અગ્રીમ રહ્યો છે તો જામનગરનો એક પણ નાગરિક વેકસિન વિના ન રહે તે માટે આજથી આ મહાઅભિયાનનો શુભારંભ થયો છે. આ માટે ડોર ટુ ડોર સર્વેલન્સ થકી પણ કામગીરી કરાઈ રહી છે. કોરોના સામે લડવા વેક્સિન જ અમોઘ શસ્ત્ર છે.
આવતીકાલની સલામતી માટે રસી લઇ સ્વયંને અને સમાજને સુરક્ષિત બનાવવા તેમજ ભય વગર રસી લેવા મંત્રીશ્રીઓ દ્વારા જનતા જનાર્દનને અનુરોધ કરવામાં આવ્યો હતો. કોરોનાની રસી લેવા માટે આજથી ઓફલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ૧૮ થી ૪૪ ની વય જૂથના લોકો સ્થળ પર જઈને સીધા રસી લઈ શકે તેવું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
આ તકે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષ કટારીયા, કોર્પોરેટર કેશુભાઈ માડમ, પૃથ્વીસિંહ ઝાલા, જયેન્દ્રસિંહ ઝાલા, જયરાજસિંહ જાડેજા, ડિમ્પલબેન રાવલ, દિવ્યેશભાઈ અકબરી, હર્ષાબા જાડેજા, જયંતીભાઈ ગોહિલ, શોભનાબેન પઠાણ, મહામંત્રીઓ મેરામણભાઈ ભાટુ, ગોપાલભાઈ સોરઠીયા, વોર્ડ પ્રમુખ જયેશભાઈ ઢોલરીયા, જામનગર મહાનગરપાલિકાના એમ.ઓ.એચ ઋજુતાબેન જોશી અને વેક્સીનેશન સેન્ટરોના ડો. અભિષેક કનખરા તથા ડો. કુનાલ સોલંકી વગેરે પદાધિકારીઓ- અધિકારીઓ અને બહોળી સંખ્યામાં રસી લેવા માટે યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024