મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
8 કિલો ગાંજા સાથે 1 શખ્સને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ
News Jamnagar June 22, 2021
રાજકોટ
માદક પદાર્થ ગાંજાનો જથ્થો પકડી પાડતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ ગુજરાત રાજય ના માને . ડી.જી.પી. સાહેબ દ્વારા ગુજરાત રાજયમાં નશીલા પદાર્થોની બદી સદંતર નેસ્ત નાબુદ તેમજ તેની હેરાફેરી અટકાવવા તથા યુવાધનમાં નશીલા પદાર્થોની વ્યાપ ખુબજ વધતા જતા ઉપયોગને રોકવા સારૂ એન.ડી.પી.એસ. હેઠળની સ્પેશ્યલ ડ્રાઇવ ( ઝુંબેશ ) રાખવામાં આવેલ હોય.
જે અન્વયે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સાહેબ તથા સયુંકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી ઝોન -૧ પ્રવીણકુમાર મીણા સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી ઝોન -૨ મનોહરસિંહ જાડેજા સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઇમ ડી.વી.બસીયા સાહેબ એ રાજકોટ શહેર વિસ્તારમાં આવી બદી સદંતર નેસ્ત નાબુદ તેમજ તેની હેરાફેરી અટકાવવા સુચના આપેલ હોય જે અન્વયે અમો પોલીસ ઇન્સ્પેકટર વી કે ગઢવી ના સીધા માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર એમ.વી.રબારી તથા ટીમના સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા .
તે દરમ્યાન આહીર ચોકથી આગળ બોલબાલા માર્ગ રોડ આરતી સોસાયટી સામે રોડ ઉપર થી એક ઇસમને માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે પકડી પાડવામાં આવેલ છે . અને આ બાબતે રાજકોટ શહેર ભકિતનગર પોલીસ સ્ટેશન માં એન ડી.પી.એસ. એકટની કલમ ૮ ( સી ) , ૨૦ ( બી ) મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આગળની વધુ તપાસ ભકિતનગર પોલીસ સ્ટેશન ચલાવી રહેલ છે .
આરોપીઓના નામ સરનામા ( ૧ ) આકાશ રસકભાઇ સાગઠીયા ઉ.વ .૨૩ રહે ઘનશ્યામનગર શેરી નં -૧૬ કિશોર નિવાસ દેવપરા પાસે કોઠારીયા રોડ રાજકોટ નાશી જનાર , અભિષેક ખારેચા રહે . પટેલ ચોક પાસે રાજકોટ કજે કરવામાં આવેલ મુદામાલ ( ૧ ) માદક પદાર્થ ગાંજો વજન -૮.૦૦૪ કિ.ગ્રા . કિ.રૂા .૮૦,૦૪૦ / ( ર ) કાળા કલરનો મોટો થેલો કિ.રૂા .૮૦૦૦ ( ૩ ) પ્લાસ્ટીકનો કોથળો કિ.રૂા .૨૦૦૦ ૪ ) મોબાઇલ ફોન નંગ -૧ કિ.રૂા.પ ૦૦ / ( ૪ ) એકટીવા મો.સા.નં જી.જે – ૦૩ – જેજી -૯૬૧૫ કિ.રૂા .૨૫,૦૦૦ / કુલ રૂા .૧,૦૫,૫૪૦ / – નો મુદામાલ આમ રાજકોટ શહેરમાં નશીલા પદાર્થોની બદી સદંતર નેસ્ત નાબુદ તેમજ તેની હેરાફેરી અટકાવવા માટે રાજકોટ શહેર પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ સાહેબ , સર્યુકત પોલીસ કમિશ્નરશ્રી ખુરશીદ એહમદ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર પોલીસ દ્વારા ચાલુ વર્ષે એન.ડી.પી.એસ. ના કુલ -૧૦ ગુન્હાઓ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
તેમજ નારકોટીકસ ની આવી અસામાજીક પ્રવૃતિ આચરતા અગાઉ પકડાયેલ કુલ -૮ ઇસમોને નારકોટીકસ ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સીસના ગેરકાયદેસર વ્યાપાર અટકાવવા બાબત ( પી.આઇ.ટી.એન ડી.પી.એસ. ) એકટ ૧૯૮૮ હેઠળ ડીટેઇન કરી ગુજરાત રાજયની અલગ – અલગ જેલમાં મોકલી આપવામાં આવેલ હતી.
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024