મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
મંત્રી આર.સી.ફળદુના અધ્યક્ષ સ્થાને રોગી કલ્યાણ સમિતિની બેઠક
News Jamnagar June 22, 2021
જામનગર
મંત્રી આર.સી.ફળદુના અધ્યક્ષ સ્થાને રોગી કલ્યાણ સમિતિની બેઠક સંપન્ન: મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા બેઠકમાં જોડાયા
કોરોનાની સંભવિત ત્રીજા વેવની તૈયારીઓ માટે આયોજન-કરાઇ ચર્ચા
જામનગર તા. ૨૧ જૂન, કૃષિમંત્રી આર.સી.ફળદુના અધ્યક્ષસ્થાને એમ. પી. શાહ મેડિકલ કોલેજ જામનગર ખાતે રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા પણ જોડાયા હતા. બેઠકમાં અધિક્ષકશ્રી ડો. દિપક તિવારી દ્વારા જુદી જુદી એક્ઝિક્યુટીવ કમિટીની મીટિંગના નિર્ણયોને બહાલી આપવા, ખર્ચ તેમજ અન્ય વ્યવસ્થાઓને લગત નિર્ણયો અંગે મંત્રીશ્રીઓને માહિતી આપવામાં આવી હતી.
બેઠકમાં ખાસ કોરોનાની સંભવિત ત્રીજા વેવ માટેની હોસ્પિટલ ખાતેની તૈયારીઓ અંગેના આયોજન જેમકે વધુ બેડની ખરીદી, આવશ્યક ઇક્વિપમેન્ટ, લેબોરેટરી, નર્સિંગ સ્ટાફ, બ્લડ બેંકના ઇક્વિપમેન્ટ, આવશ્યક જગ્યા ઉપર ખૂટતા માનવશ્રમની મંજૂરીઓ, ડાયટ સપ્લાય સેવાઓ વગેરે વિષે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આ બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ શ્રી હસમુખભાઈ હિંડોચા, કલેકટર રવિશંકર, જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગ, ડીન ડોક્ટર નંદીની દેસાઈ, ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ ડો. વસાવડા, અધિક ડીન ડો. એસ. એસ. ચેટરજી, ડો.મનીષ મહેતા, ડો. ફિરોઝ ઘાંચી, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બિરેન મણવર વગેરે પદાધિકારી, અધિકારીઓ અને ડોકટરો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024