મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
બહુ ચર્ચિત સેક્સકાંડમાં 2 આરોપીઓ ને ઉઠાવી લેવાયા 2 શખ્સો સામે ફોજદારી કલમ હેઠળ ગુનો નોંધાયો.
News Jamnagar June 23, 2021
જામનગર
જામનગર ની જીજીએચ કોવિડ મા અંતે જાતીય સતામણી મામલે ફોજદારી
મહિલા એટેન્ડન્ટના આક્ષેપો બાદ હોસ્પિટલના HR મેનેજર અને એટેન્ડન્ટ સુપરવાઈઝર સામે ગુનો અને અટકાયત કરી કોરોના ટેસ્ટ કાર્યવાહી
શારીરિક સંબંધ રાખવા દબાણ કરાતું હોવાનો મહિલા એટેન્ડન્ટ્સ દ્વારા આક્ષેપો કરાયા હતા….. ઈન્કાર કરે તેને નોકરીમાંથી કાઢી નખાતી હોવાનો આક્ષેપ કરાયો હતો…..જોકે એક તબક્કે સમિતિએ નિવેદન પરથી શોષણ ના ગુના અંગે ઇન્કાર કર્યાનુ ચર્ચાયુ હતુ
અહેવાલ. ( ભરત ભોગાયતા દ્વારા)
રાજ્યભરમાં ખળભળાટ મચાવનાર જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલની મહિલા એટેન્ડન્ટના યૌન શોષણ મામલે અંતે પોલીસ ફરિયાદ નોંધવામા આવી છે. કલેકટર દ્વારા રચાયેલી ત્રણ સભ્યોની કમિટીના રિપોર્ટ બાદ કોવિડ હોસ્પિટલના HR મેનેજર એલ.બી.પ્રજાપતિ અને એટેન્ડન્ટ સુપરવાઈઝર અકબરઅલી આમદભાઈ નાયક પઠાણ સામે આઈપીસી 354 (ક), 114 અને 506(2) મુજબ ગુનો નોંધવામા આવ્યો છે. પોલીસે ગુનો નોંધી બંને આરોપીઓે સકંજામાં લઈ કોવિડ ટેસ્ટ માટે કાર્યવાહી હાથ ધરી છે.
એટેન્ડન્ટ્સ દ્વારા ધરણા યોજી ન્યાયની માગ કરવામા આવી હતી
તે શું હતો સમગ્ર મામલો?
કોરોનાની બીજી વેવ દરમિયાન જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં બે હજાર કરતાં વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા, જેમની દેખરેખ માટે 500 કરતાં વધુ અટેન્ડન્ટ્સની નિમણૂક કરવામાં આવી હતી. આ અટેન્ડન્ટ્સ પૈકીની કેટલીક મહિલા અટેન્ડન્ટ્સ દ્વારા તેમના સુપરવાઈઝર પર ગંભીર આક્ષેપો કરાયા હતા. સુપરવાઈઝર શારીરિક સંબંધ રાખવા માટે દબાણ કરતા હોવાનો આક્ષેપ કરાયો હતો. જો મહિલા અટેન્ડન્ટ તૈયાર ના થાય તો તેને નોકરીમાંથી દૂર કરવામા આવતી હોવાનો ગંભીર આક્ષેપ કરાયો હતો.
પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને તપાસ માટે કમિટી નિમવામા આવી હતી
સરકારી કોવિડ હોસ્પિટલમા મહિલા એટેન્ડન્ટના યૌન શોષણનો મામલો સામે આવ્યા રાજ્ય સરકારે કડક તપાસના આદેશ આપ્યા હતા. ખુદ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યપ્રધાને જામનગર કલેકટર સાથે વાત કરી કડક તપાસના આદેશ આપ્યા હતા. કલેકટર દ્વારા પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને ત્રણ સભ્યોની કમિટી રચવામા આવી હતી. કમિટી દ્વારા મહિલા એટેન્ડન્ટના નિવેદનો નોંધી રિપોર્ટ તૈયાર કર્યો હતો અને સરકારને મોકલી આપ્યો હતો.
જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલપુરુષ તબીબ પણ મહિલાઓના સમર્થનમાં આવ્યા હતા
જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલા એટેન્ડન્ટ દ્વારા સુપરવાઈઝર સામે કરેલા ગંભીર આક્ષાપો બાદ એક પુરુષ તબીબ પણ મહિલા એટેન્ડન્ટના સમર્થનમાં સામે આવ્યા હતા. પુરુષ તબીબ દ્વારા કોણ અને કેવી રીતે મહિલા એટેન્ડન્ટનું શોષણ કરતું હતું તેનો ઘટસ્ફોટ કરવામા આવ્યો હતો. તબીબે પોતાનું નામ ગુપ્ત રહે તો સરકાર દ્વારા નિમાયેલી કમિટી સમક્ષ પોતાનું નિવેદન આપવા પણ તૈયાર બતાવી હતી.
રાજ્ય મહિલા આયોગે DGPને પત્ર લખી રિપોર્ટ માગ્યો હતો
સરકારી કોવિડ હોસ્પિટલમાં મહિલા એટેન્ડન્ટના થયેલા શારીરિક શોષણ મામલે રાજ્ય મહિલા આયોગ દ્વારા ડીજીપીને પત્ર લખી સત્વરે તપાસ કરવા સૂચના આપવામા આવી હતી. આ મામલે કુલ કેટલી મહિલાઓ ભોગ બની છે તે અંગે પણ તપાસ કરી રિપોર્ટ કરવા સૂચના આપવામા આવી હતી.તો અમદાવાદની ત્રણ મહિલા સંસ્થાઓના મહિલા આગેવાનોએ પણ પીડિત મહિલા એટેન્ડન્ટની મુલાકાત લીધી હતી અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માગ કરી હતી.
મહિલા ન્યાય મંચ ની લડત પણ નિર્ણાયક બની
ફરિયાદમાં વિલંબ થતા મહિલા ન્યાય મંચે આંદોલનની ચીમકી આપી હતી
મહિલા એટેન્ડન્ટને ન્યાય મળે તે માટે જામનગરમાં અગ્રણી જાજરમાન અને ભદ્ર સમાજની મહિલાઓ શેતલબેન શેઠ તેમજ કોમલબેન ભટ્ટ અને સાથી બહેનો વગેરે દ્વારા મહિલા ન્યાય મંચની રચના કરવામા આવી હતી. મહિલા પંચ દ્વારા જામનગર જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામા આવી હતી. ત્યારબાદ મંગળવારે લાલબંગલા સર્કલમાં ધરણા પણ યોજવામા આવ્યા હતા.અને શેતલબેન એ આ પ્રકરણ મા તાત્કાલીક ગુનો નોંધવાનો આગ્રહ રાખી જો ગુનો ન નોંધાય તો આમરણાંત ઉપવાસની ચીમકી આપી હતી
વધુ નામો ખુલશે…..નિવેદન વખતે સમિતીએ ના પાડેલી.તે જ કલમ લાગી….!!!!….અન્યત્ર પણ સોંપો…એફીડેવીટ-કાયદાની જોગવાઇઓ મોટા શસ્ર
આ પ્રકરણમા હજુ નવા નામો સાને આવી શકે છે કેમકે ઘણા સમયથી ચાલતુ આ ધાકધમકી છેડતી દબાણ મામલે હવે યુવતિઓ સામે આવી હોય મુક્ત પણે પોલીસ ને જણાવી શકશે એટલુ જ નહી શેતલબેન એ એફીડેવીટ મા જે વિગતો ભોગ બનનાર યુવતિઓની એકત્ર કરી છે તે પુરાવામા ઉપયોગી બનશે તો એડવોકેટ કોમલબેને જે ઇન્ટરવ્યુમા જણાવ્યુ કે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ઓફ વુમન એટ વર્કીંગ પ્લેસ( પ્રીવેન્શન, પ્રોહીબીશન એન્ડ રીડ્રેસલ ) એક્ટ ૨૦૧૩ ની જોગવાઇ મુજબ મહિલાની છેડછાડ કે ખરાબ નજરે જોવુ કે અભદ્ર કે દ્વિ અર્થી શબ્દ પ્રયોગ વગેરે બિનજામીન લાયક ગુના છે તેમજ હાલના આરોપી સામે આવા પ્રકારનો ગુનો નોંધાયો છે ખુબ ગંભીર બાબત એ છે કે તપાસ સમિતિના એક સભ્ય એ નિવેદન નોંધતી વખતે યુવતિઓને કહેલુ કે છેડછાડ મા શુ ગુનો બને ……તે લોકોએ કાયદા વાંચ્યા વગર બુદ્વી પ્રદર્શન કરેલુ હતુ અને હાલ એ જમુદે ગુનો નોંધાયો કલમ ૩૫૪ હેઠળ તે ખાસ બાબત છે બીજી તરફ યુવતિઓની મજબુરીના લાભ લઇ તેમના શોષણ કરવાના ફાસલા નાખવાના બદનામ કરવાના કારસા અમુક ક્ષેત્રોમા ચાલે છે ત્યા પણ હાલ સોંપો પડી ગયાનુ ને લંપટો ચેત્યા હોવાનુ તેમજ બહેનો હિંમતમા આવી હોવાનુ અમુક જાણકારો મા ચર્ચાય છે તેમજ લોકોને આશા છેવતેમજ જામનગર પોલીસ સમક્ષ અપેક્ષા છે કે આ પ્રકરણ ના તમામ આરોપીઓ સામે ગુનો નોંધાય ઠોસ તપાસ થાય જેથી હજુ ય કઇ છાનુ છપતુ ક્યાય મજબુરીના ગેરલાભ નુ દુષણ ચાલતુ હોય તે અટકે અને દેશમા અમલમા રહેલા અસરકારક કાયદાના સદઉપયોગ ન્યાય માટે થઇ રહ્યાના દાખલા બેસે તેવી માંગણી ઉઠે તે સ્વાભાવિક છે
ફાઈલ તસ્વીરો.
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024