મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
પ્રેસ મીડિયા ના તમામ મિત્રો નો જેમના વગર આ લડાઈ જીતવી અશક્ય હતી,તેઓને આભાર માનતા શેતલબેન શેઠ
News Jamnagar June 23, 2021
જામનગર
જી.જી. હોસ્પિટલ ના યૌન શોષણ મુદ્દે ગઈકાલ રાતે બે આરોપી ની ધરપકડ થઇ છે અને તે પછી અમે ધરણા પર થી ઉભા થયા. આ લડાઈ માં સૌ પ્રથમ તો દીકરીઓ જે સામે આવી અને મને સાથ આપ્યો તેઓ ની હિમ્મત બિરદાવીશ સાથે સાથે ખુબ ખુબ આભાર પ્રેસ મીડિયા ના તમામ મિત્રો નો જેમના વગર આ લડાઈ જીતવી અશક્ય હતી, મારી સાથે મહિલા ન્યાય મંચ ના કોમલ બેન ભટ્ટ , નિમીષા બેન ત્રિવેદી , જેનબ બેન ખફી , રચના બેન નંદાણીયા , જ્યોતિ બેન ભારવાડીયા ની પણ હું ઋણી રહીશ કે મારી સાથે અડગ ઉભા રહ્યા.
અને મને ધરણા માં ટેકો આપવા આવનાર હાલારી ભાનુશાળી જ્ઞાતિ ના અગ્રણીયો વિજયભાઈ નાખવા , જે ડી ભાઈ , કચ્છી ભાનુશાળી જ્ઞાતિ ના અગ્રણીયો , હરીશ ભાઈ ચૌહાણ , સંજય ભાઈ ચૌહાણ , જામનગર કર્મ કાંડી બ્રાહ્મણ ની ટીમ , આનંદ ભાઈ ગોહિલ જે ને સમય જોયા વગર દીકરીઓ માટે મેહનત કરી , કલ્પેશ ભાઈ હડીયલ , આનંદ ભાઈ રાઠોડ , ભાજપ મહિલા મોરચા ના પ્રમુખ રીટા બેન જોટંગીયા , ભાજપ મહિલા મોરચા ના બંને મહામંત્રી ધારા બેન પટેલ અને રેખા બેન વેગડ નો પણ એમના સમય બદલ આભાર અને ખાસ મયુર ભાઈ ચાવડા જે દીકરીઓ અને બધા અટેન્ડન્ટ ની સાથે એક મિત્ર અને સલાહકાર ની જેમ ટેકો આપી રાત દિવસ રહ્યા એમની હિમ્મત ની દાદ દઈશ. છેલ્લે મારી ટીમ અઝીમ ખાન પઠાણ , સંજય ભાઈ ચેતરીયા , દીપક ભાઈ અને મારી બેંક ની ટીમ વિશાખા બેન બુચ અને કોમલ બેન વડગામા જે લોકો મારું પીઠ બળ છે તેમનો આભાર . મારો ભાઈ સુનિલ ભાઈ આશર જેની સલાહ વગર કદાચ હું કાંઈ પણ કરવા અસક્ષમ છું, ભાવેશ ભાઈ ગોંડલીયા અને પ્રશાંત ભાઈ જે હંમેશ મારી સાથે છે આ બધા ની હું ઋણી છું . આ જીત દીકરીઓ ની છે પણ લડાઈ હજુ લડવાની બાકી છે …
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024