મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર જિલ્લા મહેસૂલ કર્મચારી મંડળ દ્વારા જામનગર જિલ્લા કલેકટર રવિશંકરને ભાવપૂર્ણ વિદાયમાન
News Jamnagar June 23, 2021
જામનગર જિલ્લા મહેસૂલ કર્મચારી મંડળ દ્વારા જામનગર જિલ્લા કલેકટર રવિશંકરને ભાવપૂર્ણ વિદાયમાન
જામનગર તા. ૨૩ જૂન, જામનગર જિલ્લા કલેકટર રવિશંકર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બદલી થતા જામનગર જિલ્લા મહેસુલ કર્મચારી મંડળ અને સર્વે અધિકારી-કર્મચારીઓ દ્વારા વિદાયમાન આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.
જિલ્લામાં સાડા ત્રણ વર્ષથી વધુના સમય કલેકટર રહી ચૂકેલા કલેકટરશ્રી રવિશંકરે અનેકવિધ યોજનાઓના અમલ સાથે વિકાસ કામો, સુવિધાઓની ભેટ જામનગરને આપી છે. આ ઉપરાંત એક કડક અને નિષ્ઠાવાન અધિકારી તરીકેની તેમની પ્રશંસનીય કામગીરી રહી છે.
વિદાયમાન વેળાએ અધિક નિવાસી કલેક્ટરશ્રી રાજેન્દ્ર સરવૈયાએ કહ્યું હતું કે, લોકો માટે કોઈપણ યોજના, કોઈપણ પ્રશ્ન બાબતે સતત જાગૃત રહીને તેના અમલીકરણ વિશે સતત મોનીટરીંગ કરીને જિલ્લા કક્ષાએ દરેક વ્યવસ્થાઓમાં સુગમતાનો ઉમેરો કલેક્ટરશ્રી રવિશંકર કર્યો છે તેમજ ખૂબ જ સરળ વ્યક્તિત્વ અને પ્રશ્નના તત્કાલ નિવારણ માટે કલેક્ટરશ્રીના ત્વરિત નિર્ણય ખુબજ મહત્વપૂર્ણ રહ્યા છે.
મહેસુલી કર્મચારી મંડળના ચેતનભાઈ ઉપાધ્યાયે કલેક્ટર રવિશંકરે સર્વે કર્મચારીઓને આપેલા સહયોગ અને એક શ્રેષ્ઠ અધિકારી તરીકે કર્મચારીઓના પીઠબળ સમાનની તેમની ભૂમિકાની પ્રશંસા કરી હતી. આ સાથે નાયબ કલેક્ટર, નાયબ ચૂંટણી અધિકારીશ્રી, સર્વે પ્રાંત અધિકારીશ્રીઓ, સર્વે મહેસુલ કર્મચારીઓ દ્વારા કલેકટરને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024